ડૉ. આંબેડકર જયંતીએ સાધલીમાં જનરેલી સાથે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ

ડૉ. આંબેડકર જયંતીએ સાધલીમાં જનરેલી સાથે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ
શિનોર તાલુકાના સાધલી મુકામે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
શિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા આજરોજ તારીખ 14 એપ્રિલ 2026 ડૉ.ભીમરાવ આંબેડકર ના જન્મદિવસે ગુજરાતી શાળાએથી સુપર જંગ ડીજે રાજપીપળા ના તાલે વિશાળ જનરેલી કાઢીને સાધલી- ટીંબરવા રોડ પર આવેલ સર્કલ પર ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાનું પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા તથા ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. પ્રફુલભાઈ વસાવા તથા એડવોકેટ રાજ વસાવા નર્મદા જિલ્લો અને હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો હાજર રહ્યા હતા.
ભગવાન બિરસા મુંડા એક મહાન ભારતીય સ્વતંત્રતા સેનાની , ધાર્મિક નેતા અને આદિવાસી લોક નાયક હતા. તેઓએ આદિવાસી સમાજમાં પ્રવર્તતા અંધવિશ્વાસ અને કુરિવાજો દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેમને* બિરસેત* નામના નવા સંપ્રદાયની શરૂઆત કરી હતી, જેમાં માત્ર એક જ ઈશ્વરની પૂજા કરવાનો અને નૈતિક જીવન જીવવાનો સંદેશો આપ્યો હતો. તેમના અનુયાયીઓ તેમને ધરતી આબા એટલે કે જગતના પિતા તરીકે માનતા હતા. તેઓએ અંગ્રેજો સામે જમીનના હક્કો માટે અવાજ ઉઠાવ્યો હતો અને સૂત્ર આપ્યું હતું, રાની કા શાસન ખતમ કરો અને આપનું રાજ સ્થાપો, 9 જૂન 1900 ના રોજ રાંચી જેલમાં માત્ર 24 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું ,સરકારી રેકોર્ડ મુજબ કોલેરાના કારણે, પરંતુ ઘણા લોકો માને છે કે ઝેર આપવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા દર વર્ષે 15 નવેમ્બર તેમના જન્મદિવસની જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવે છે ભારતીય સંસદના સેન્ટ્રલ હોલમાં તેમનું તૈલી ચિત્ર મૂકવામાં આવ્યું છે, જે આ સન્માન મેળવનાર એકમાત્ર આદિવાસી નેતા છે. શિનોર તાલુકાના આદિવાસી ભાઈ બહેનો દ્વારા ઘણા દિવસથી સખત મહેનત કરવામાં આવતી હતી, જે આજરોજ સફળતા પામેલ છે.



