ગુજરાત

સચિન પોલીસની સમયસૂચકતા અને સાહસથી સચિન-ખરવાસા ગામના પુલની બંને તરફ પાણીમાં ફસાયેલા ૧૮ અસરગ્રસ્તોનું રેસ્ક્યુ કરાયું

સચિન પોલીસની સમયસૂચકતા અને સાહસથી સચિન-ખરવાસા ગામના પુલની બંને તરફ પાણીમાં ફસાયેલા ૧૮ અસરગ્રસ્તોનું રેસ્ક્યુ કરાયું

સુરત શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે સચિનમાં ડીંડોલીથી ભાટીયા ગામ તરફ જતા રોડ પરના ખરવાસા ગામના પુલની બન્ને બાજુના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં કેટલાક લોકો વાહનો સાથે પાણીમાં અને કેટલાક લોકો પુલ ઉપર ફસાઈ ગયા હતા. ત્યારે સચિન પોલીસ સ્ટેશનના ડીસીપી તેમજ એસીપીના માર્ગદર્શન હેઠળ વરસાદનું જોર ઓછું થતાં જ સચિન પી.આઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા સતર્કતા અને હિંમત દાખવી અસરગ્રસ્તોના બચાવની કામગીરી કરાઈ હતી. દોરડાં, જેસીબી(JCB) અને ટ્રેક્ટર જેવા સાધનોની મદદથી ગંભીર રીતે ફસાયેલા પ્રથમ અઢાર લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય બચાવ ટીમો આવતા બાકીના પ્રભાવિત લોકોના બચાવની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. પોલીસની સમયસૂચકતા અને માનવીયતાથી વિના વિલંબે સંભવિત જાનહાની અટકાવવામાં મોટી સફળતા મળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button