ગુજરાત

અડાજણ ચાર રસ્તા પાસે ઈલેક્ટ્રિક બાઈકના શોરૂમ, રેસ્ટોરન્ટ, મેડિકલ સ્ટોર સહિત સાત દુકાનમાં ભીષણ આગઃ ૧૫ બાઈક ખાક

અડાજણ ચાર રસ્તા પાસે ઈલેક્ટ્રિક બાઈકના શોરૂમ, રેસ્ટોરન્ટ, મેડિકલ સ્ટોર સહિત સાત દુકાનમાં ભીષણ આગઃ ૧૫ બાઈક ખાક
અડાજણમાં બાપ્સ હોસ્પિટલની બાજુમાં આહુરાનગર સોસાયટી પાસે આહુરાનગર શોપિંગ કોમ્પલેક્ષમાં ટીવીએસનો ઈવી (ઇલેક્ટ્રિક વાહનોનો) શો રૂમ આવેલો છે. તેમજ તેની બાજુમાં એક એપોલો ફાર્મસી પણ છે. આ દરમ્યાન આજે સવારે લગભગ ૯.૩૦ વાગ્યે ઈવી શો રૂમમાં અચાનક જ બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. જોકે આ બ્લાસ્ટ બાદ માત્ર ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે બાજુમાં આવેલ અપોલો ફાર્મસી પણ આગની લપેટમાં આવી ગયા હતા. ઈવી શોરૂમ અને ફાર્મસીની અંદરથી આગની જવાળાઓ નીકળતી જોવા મળતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગ્રેડ વિભાગની ટીમ માત્ર ૪ મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં આગ ઝડપથી પ્રસરતા ્‌ફજી નો શોરૂમ તથા અપોલો ફાર્મસીમાંથી આગ બાજુમાં આવેલ ક્રિષ્ના રેસ્ટોરન્ટ, ન્યુ જનતા આઈસ્ક્રીમ કોર્નર, સુમુલ પાર્લર, જય ખોડિયાર નાસ્તા સેન્ટરમાં પણ પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ ફાયરબ્રિગ્રેડ કંટ્રોલ વિભાગને કરવામાં આવતા તેઓએ શહેરના પાલનપુર, અડાજણ, તાપીપુરા, મોરા ભાગળ, કતારગામ, ડભોલી અને જહાંગીરપુરા સહીત સાત જેટલા ફાયર સ્ટેશનમાંથી ૧૫ જેટલી ગાડીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. ભીષણ આગને કાબુમાં લેવા માટે ફાયર જવાનોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવવાની શરૂઆત કરી હતી અને સાથે જ આગને વધુ ફેલાતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
લગભગ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. વધુમાં ફાયર ઓફિસર લોનકરે જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ઈવી શોરૂમ અને ફાર્મસીમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી અને નજીકની દુકાનો પણ તેની લપેટમાં આવવા લાગી હતી. છેકે સમયસરની કામગીરીના કારણે અન્ય ૭થી ૮ દુકાનોને બચાવી લેવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. પરંતુ આગને કારણે સાત દુકાનો સાથે ૧૫ બાઈકો પણ સળગી જતા ભારે નુકસાન થયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button