ગુજરાત

સેમસંગ દ્વારા સેગમેન્ટમાં અવ્વલ સુપર AMOLED પ્લસ ડિસ્પ્લે, શક્તિશાળી પ્રોસેસર અને સ્ટાઈલિશ ડિઝાઈન સાથે ગેલેક્સી M55 5G, ગેલેક્સી M15 5G ભારતમાં રજૂ કર્યા

સેમસંગ દ્વારા સેગમેન્ટમાં અવ્વલ સુપર AMOLED પ્લસ ડિસ્પ્લે, શક્તિશાળી પ્રોસેસર અને સ્ટાઈલિશ ડિઝાઈન સાથે ગેલેક્સી M55 5G, ગેલેક્સી M15 5G ભારતમાં રજૂ કર્યા

 

ગુરુગ્રામ, ભારત, 8મી એપ્રિલ, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે અનેક સેગમેન્ટ અવ્વલ ફીચર્સ સાથે બે મોન્સ્ટર ડિવાઈસીસ ગેલેક્સી M55 5G અને ગેલેક્સી M15 5G લોન્ચ કર્યાની ઘોષણા કરી. આકર્ષક લોકપ્રિય ગેલેક્સી M સિરીઝમાં આ નવો ઉમેરો ઉપભોક્તાઓને સુપર AMOLED પ્લસ ડિસ્પ્લે, મોન્સ્ટર બેટરી અને પાવરફુલ પ્રોસેસરો સાથે ઉત્કૃષ્ટ સ્માર્ટફોન અનુભવ પ્રદાન કરે છે.

“સેમસંગની ફિલોસોફીને વળગી રહેતા અમે નવા ગેલેક્સી M55 5G અને ગેલેક્સી M15 5G સાથે નાવીન્યતાની સીમાઓનુ પાર કરી છે. બે અદભુત ડિવાઈસીસ યુવા MZ ઉપભોક્તાઓની બેસુમાર લગનીને શક્તિ આપી રહ્યાં છે. સુપર AMOLED પ્લસ ડિસ્પ્લે, સ્ટાઈલિશ સ્લીક ડિઝાઈન, શક્તિશાળી સ્નેપડ્રેગન પ્રોસેસર અને OS અપગ્રેડ્સની ચાર પેઢીઓના બેજોડ વચન અને પાંચ વર્ષની સિક્યુરિટી અપડેટ્સ સાથે એકત્રિત સહિત ઘણા બધા સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ સાથે અમને ખાતરી છે કે ગેલેક્સી M55 5G અને ગેલેક્સી M15 5G સાથે મોન્સ્ટર યુઝરની ખાતરી રાખશે,” એમ એમ સેમસંગ ઈન્ડિયાના MX ડિવિઝનના વાઈસ પ્રેસિડેન્ટ આદિત્ય બબ્બરે જણાવ્યું હતું.

આઈકોનિક ડિઝાઈન

ગેલેક્સી M55 5G અને ગેલેક્સી M15 5Gમાં આઈકોનિક સિગ્નેચર ડિઝાઈન છે, જે મનોહરતા અને આધુનિકતા દર્શાવે છે. ગેલેક્સી M55 5G સુપર સ્લીક અને વજનમાં હલકા છે, જે પહોળામાં ફક્ત 7.8mm માપ ધરાવે છે, જે ઉપયોગ માટે તેને અત્યંત એર્ગોનોમિક બનાવે છે. ગેલેક્સી M55 5G બે નવા રંગો લાઈટ ગ્રીન અને ડેનિમ બ્લેકમાં ઉપલબ્ધ છે. ગેલેક્સી M15 5G સેલેસ્ટિયલ બ્લુ, સ્ટોન ગ્રે અને બ્લુ ટોપાઝ સહિત ત્રણ સ્ટાઈલિશ કલર્સમાં ઉપલબ્ધ છે.

મોન્સ્ટર પરફોર્મન્સ

ગેલેક્સી M55 5G 4nm-બેઝ્ડ ક્વેલ્કોમ સ્નેપડ્રેન 7 Gen1 પ્રોસેસર દ્વારા પાવર્ડ છે, જે તેને ઝડપી અને ઊર્જા કાર્યક્ષમ બનાવે છે, જેથી તમે ઘણાં બધાં કામો આસાનીથી કરી શકો છો. પ્રોસેસર ઉચ્ચ ગુણવત્તાના વિડિયો અને વિઝ્યુઅલ્સ સાથે હાઈ- સ્પીડ કનેક્ટિવિટી સાથે મોન્સ્ટર મોબાઈલ ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે. અલ્ટિમેટ સ્પીડ અને 5G કનેક્ટિવિટી સાથે ઉપભોક્તાઓ જ્યાં પણ જાય ત્યાં સંપૂર્ણ કનેક્ટેડ રહી શકે, ઝડપી ડાઉનલોડ્સ, સ્મૂધ સ્ટ્રીમિંગ અને અવિરત બ્રાઉઝિંગ કરી શકે છે. ગેલેક્સી M15 5G MediaTek ડાયમેન્સિટી 6100+ દ્વારા પાવર્ડ છે, જે મહત્ત્વનાં કામો આસાનીથી હાથ ધરવા સક્ષમ છે.

મોન્સ્ટર બેટરી

ગેલેક્સી M55 5Gમાં 5000 mAh બેટરી છે, જે બ્રાઉઝિંગ, ગેમિંગ અને બિન્જ વોચિંગનાં લાંબાં સત્રો અભિમુખ બનાવે છે. ગેલેક્સી M55 5G 45W સુપર-ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે, જેથી ઉપભોક્તાઓને ઓછા સમયમાં વધુ પાવર મળે છે. ગેલેક્સી M15 5G સેગમેન્ટમાં ઉત્તમ 6000 mAh બેટરી સાથે આવે છે, જે દિવસ સુધી સ્માર્ટફોનને પાવર આપી શકે છે, જેથી ઉપભોક્તાઓ તેમના ફેવરીટ એન્ટરટેઈનમેન્ટ પર બિન્જ કરી શકે અને દિવસભર તેઓ કનેક્ટેડ અને પ્રોડક્ટિવ રહી શકે છે.

મોન્સ્ટર ડિસ્પ્લે

ગેલેક્સી M55 5Gમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7” ફુલ HD+ સુપર AMOLED પ્લસ ડિસ્પ્લે છે, જે ઉચ્ચ ગુણવત્તાના કલર કોન્ટ્રાસ્ટ પૂરા પાડે છે, જે આકર્ષક વ્યુઈંગ અનુભવ આપે છે. ગેલેક્સી M55 5G હાઈ બ્રાઈટનેસ અને વિઝન બૂસ્ટર ટેકનોલોજીના 1000 nits સાથે આવે છે, જે ઉપભોક્તાઓ ઊજળા સૂર્યપ્રકાશમાં પણ તેમની ફેવરીટ કન્ટેન્ટ માણી શકે છે. ગેલેક્સી M15 5Gમાં સેગમેન્ટમાં ઉત્તમ 6.5” સુપર AMOLED ડિસ્પ્લે ધરાવે છે, જે આઉટડોર સેટિંગ્સમાં પણ સોશિયલ મિડિયા ફીડ્સ થકી સ્ક્રોલિંગ બનાવે છે, જે ટેક- સાવી Gen Z અને નવી પેઢીના ગ્રાહકો માટે અનુકૂળ બનાવે છે.

મોન્સ્ટર કેમેરા

ગેલેક્સી M55 5Gમાં હાઈ- રિઝોલ્યુશન અને શેક-ફ્રી વિડિયોઝ શૂટ કરવા અને હાથની કંપારી અથવા અકસ્માતે હલી જતાં પેદા થતી ઝાંખી ઈમેજીસને મર્યાદિત કરતાં ફોટોઝ માટે 50MP (OIS) નો શેક કેમેરા ધરાવે છે. કેમેરા સેટઅપમાં બારીકાઈભરી, ધારદાર સેલ્ફીઓ માટે 50MP હાઈ- રિઝોલ્યુશન ફ્રન્ટ કેમેરા સાથે 8MP અલ્ટ્રા- વાઈડ લેન્સ સહિતનો સમાવેશ થાય છે. ગેલેક્સી M55 5G નાઈટોગ્રાફી સાથે આવે છે, જે તેની બિગ પિક્સેલ ટેકનોલોજીને આભારી ઉપભોક્તાઓને અદભુત ઓછા પ્રકાશના શોટ્સ અને વિડિયોઝ મઢી લેવાની અનુકૂળતા આપે છે. ગેલેક્સી M55 5G કેમેરા AI-બહેતર ફીચર્સ સાથે આવે છે, જેમ કે, ઈમેજ ક્લિપર અને ઓબ્જેક્ટ ઈરેઝર. ગેલેક્સી M15 5Gમાં અસ્થિર અથવા હાલકડોલક હલનચલનથી ઉદભવતા વિડિયોમાં ઝાંખપ અને વિચલિતતા ઓછી કરવા માટે વિડિયો ડિજિટલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન (વીડીઆઈએસ) સાથે 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ ધરાવે છે. ગેલેક્સી M15 5Gમાં સ્પષ્ટ અને સાફ સેલ્ફીઓ માટે 13MP ફ્રન્ટ કેમેરા છે.

મોન્સ્ટર ગેલેક્સી એક્સપીરિયન્સ

ગેલેક્સી M55 5G અને ગેલેક્સી M15 5G વોઈસ ફોકસ જેવા ઈનોવેશન્સ સાથે ગ્રાહકોના અનુભવમાં દાખલો બેસાડે છે, જે અદભુત કોલિંગ અનુભવ માટે એમ્બિયન્ટ નોઈઝ કાપે છે.

ગેલેક્સી M55 5G અને ગેલેક્સી M15 5G કક્ષામાં અવ્વ, ડિફેન્સ ગ્રેડ નોક્સ સિક્યુરિટી સાથે આવે છે, જે તમારા સ્માર્ટફોનની ગોપનીયતા અને સલામતીની વાત આવે ત્યારે તમે ચિંતામુક્ત રહો તેની ખાતરી રાખે છે. આ ડિવાઈસીસમાં સેમસંગના સૌથી ઈનોવેટિવ સિક્યુરિટી ફીચર્સમાંથી એક સેમસંગ નોક્સ વોલ્ટ પણ ધરાવે છે. હાર્ડવેર આધારિત સિક્યુરિટી સિસ્ટમ તેના મેઈન પ્રોસેસર અને મેમરીથી પ્રત્યક્ષ આઈઝોલેટેડ સંરક્ષિત અમલબજાવણી વાતાવરણ નિર્માણ કરીને હાર્ડવેર અને સોફ્ટવેર સામે વ્યાપક રક્ષણ પ્રદાન કરે છે. ગેલેક્સી M55 5G અને ગેલેક્સી M15 5G ક્વિક શેર ફીચર સાથે આવે છે, જે ઉપભોક્તાઓને ફાઈલ્સ, ફોટોઝ અને ડોક્યુમેન્ટ્સ તમારા લેપટોપ અને ટેબ સહિત તમે દૂર હોય તો પણ ગોપનીય રીતે કોઈ પણ અન્ય ડિવાઈસ સાથે તુરંત શેર કરવાની અનુકૂળતા આપે છે.

ગેલેક્સી M55 5G અને ગેલેક્સી M15 5G સાથે સેમસંગ OS અપગ્રેડ્સ અને સિક્યુરિટી અપડેટ્સનાં પાંચ વર્ષની ચાર પેઢી પૂરી પાડીને ગ્રાહક સંતોષ પ્રત્યે પોતાની કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપે છે, જેથી ઉપભોક્તાઓ આવનારાં વર્ષો માટે નવીનતમ ફીચર્સ અને બહેતર સિક્યુરિટી માણી શકે છે. ગેલેક્સી M55 5G સેમસંગ વોલેટ અને તેના ટેપ એન્ડ પે ફીચર સાથે આવે છે, જે ફોન પર તમારાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડસ ટોકનાઈઝ અને સ્ટોર કરે છે, જેથી આગામી સમયે જો તમે તમારું વોલેટ જોડે લઈ જવાનું ભૂલી જાઓ તો પણ તમારા સ્માર્ટફોનથી સહજ ચુકવણી કરી શકો છો.

મેમરી વેરિયન્ટ્સ, કિંમત, ઉપલબ્ધતા અને ઓફર્સ

ગેલેક્સી M55 5G 8GB+128GB, 8GB+256GB અને 12GB+ 256GB સ્ટોરેજ વેરિયન્ટ્સમાં આવે છે અને ગેલેક્સી M15 5G 4GB+128GB અને 6GB+128GB સ્ટોરેજ વેરિયન્ટ સાથે આવે છે. ગેલેક્સી M55 5G એમેઝોન, Samsung.com અને ચુનંદા રિટેઈલ સ્ટોર્સમાં મળશે, જ્યારે ગેલેક્સી M15 5G એમેઝોન પર અને રિટેઈલ સ્ટોર્સ પર આજે 8 એપ્રિલથી શરૂ કરતાં ઉપલબ્ધ છે.

Product

Variants

Price

Offers

Net Effective Price

Galaxy M55 5G

8GB+128GB

INR 26999

Amazon / Samsung.com : INR 2000 Instant Discount on all Bank Cards

Retail Stores : INR 2000 Instant Discount on HDFC Bank Cards orINR 2000 off on exchange

INR 24999

8GB+256GB

INR 29999

INR 27999

12GB+256GB

INR 32999

INR 30999

Galaxy M15 5G

4GB+128GB

INR 12999

INR 1000 Instant Discount on HDFC Bank Cards orINR1000 off on exchange

INR 11999

6GB+128GB

INR 14499

INR 13499

 

 

 

ઉપરાંત મર્યાદિત સમયગાળાની ઓફર તરીકે ગ્રાહકો ગેલેક્સી M15 5G ખરીદી કરે તેમને INR 1699 મૂલ્યનું સેમસંગ 25W ટ્રાવેલ એડપ્ટર ફક્ત INR 300માં મળી શકશે.

સેમસંગ ગેલેક્સી M55 5G અને ગેલેક્સી M15 5G સાથે સેમસંગ વોલેટ પર આકર્ષક ઓફરો પણ આપે છે. ગ્રાહકો ગેલેક્સી M55 5G પર એક સફળ સેમસંગ વોલેટ ટેપ એન્ડ પે લેણદેણ પૂર્ણ કરવા પર INR 250નું વાઉચર મળશે, જ્યારે ગેલેક્સી M15 5G પર સેમસંગ વોલેટ રજિસ્ટ્રેશન પર INR 100નું વાઉચર મળશે. આ લાભો સેમસંગ વોલેટ એપમાં એમેઝોનનાં ગિફ્ટ કાર્ડસ તરીકે પૂરા પડાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button