વ્યાપાર

એમસીએક્સ પર સોના-ચાંદીમાં પરસ્પર વિરૂદ્ધ ચાલઃ

એમસીએક્સ પર સોના-ચાંદીમાં પરસ્પર વિરૂદ્ધ ચાલઃ

સોનાનો વાયદો રૂ.42 વધ્યો, ચાંદીમાં રૂ.486 નરમાઈ

ક્રૂડ તેલના વાયદામાં રૂ.36નો સુધારોઃ નેચરલ ગેસ, કોટન-ખાંડીમાં વૃદ્ધિઃ મેન્થા તેલ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.16559.13 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.78277.28 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12526.93 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 19225 પોઈન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.94837.57 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.16559.13 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.78277.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 19225 પોઈન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.999.83 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12526.93 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.78400ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.78978 અને નીચામાં રૂ.78273ના સ્તરને સ્પર્શી, રૂ.78338ના આગલા બંધ સામે રૂ.42 વધી રૂ.78380ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.222 વધી રૂ.62798ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.14 વધી રૂ.7774ના ભાવ થયા હતા. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.23 વધી રૂ.77768ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.95605ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.95676 અને નીચામાં રૂ.94751ના મથાળે અથડાઈ, રૂ.95525ના આગલા બંધ સામે રૂ.486 ઘટી રૂ.95039ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.441 ઘટી રૂ.94937ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.415 ઘટી રૂ.94947ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1603.80 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.2.6 ઘટી રૂ.828.05ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે જસત ડિસેમ્બર વાયદો રૂ.1.7 ઘટી રૂ.291.05ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો રૂ.1.35 ઘટી રૂ.244.1ના ભાવ થયા હતા. જ્યારે સીસું ડિસેમ્બર વાયદો 25 પૈસા ઘટી રૂ.180.45ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 2436.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5863ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5893 અને નીચામાં રૂ.5838ના સ્તરને સ્પર્શી, રૂ.5845ના આગલા બંધ સામે રૂ.36 વધી રૂ.5881ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.33 વધી રૂ.5880ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.9.2 વધી રૂ.276.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.9.1 વધી રૂ.276.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કૃષિચીજોમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.919.1ના ભાવે ખૂલી, રૂ.2.2 ઘટી રૂ.918.5ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.90 વધી રૂ.54800ના ભાવે બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 8798.18 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3728.74 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 908.54 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 179.57 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 35.84 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 479.86 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 742.54 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1693.79 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 6.07 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 6.73 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16732 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 40000 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8084 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 98148 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 24515 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 41463 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 150293 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 14437 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 21638 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ડિસેમ્બર વાયદો 19299 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19341 પોઈન્ટના સ્તર અને નીચામાં 19225 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 16 પોઈન્ટ ઘટી 19225 પોઈન્ટના સ્તરે હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.19.5 વધી રૂ.70.6ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5 વધી રૂ.16.75ના ભાવ થયા હતા.

સોનું ડિસેમ્બર રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.62 વધી રૂ.512ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.201 ઘટી રૂ.4355.5ના ભાવ થયા હતા. તાંબુ ડિસેમ્બર રૂ.830ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.04 ઘટી રૂ.8.6ના ભાવે બોલાયો હતો. જસત ડિસેમ્બર રૂ.290ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.23 ઘટી રૂ.4.7ના ભાવે બોલાયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.19.7 વધી રૂ.72.45ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.95 વધી રૂ.16.8ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.80 વધી રૂ.790.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.84.5 ઘટી રૂ.4217.5ના ભાવે બોલાયો હતો. પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.8.6 ઘટી રૂ.45.3ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.8 ઘટી રૂ.10.2ના ભાવે બોલાયો હતો. સોનું ડિસેમ્બર રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.8 વધી રૂ.910ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.162.5 વધી રૂ.2053ના ભાવ થયા હતા. તાંબુ ડિસેમ્બર રૂ.820ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 18 પૈસા ઘટી રૂ.5.9ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર રૂ.285ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ કોઈ ફેરફાર વગર રૂ.1.87ના ભાવ થયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button