સોનાના વાયદામાં રૂ.3573 અને ચાંદીના વાયદામાં રૂ.3928નો સાપ્તાહિક ધોરણે કડાકોઃ ક્રૂડ તેલ રૂ.408 લપસ્યું

સોનાના વાયદામાં રૂ.3573 અને ચાંદીના વાયદામાં રૂ.3928નો સાપ્તાહિક ધોરણે કડાકોઃ ક્રૂડ તેલ રૂ.408 લપસ્યું
નેચરલ ગેસના વાયદામાં રૂ.27.1ની વૃદ્ધિઃ કોટન-ખાંડી વાયદો રૂ.1,760 ગબડ્યોઃ મેન્થા તેલમાં રૂ.6.50ની નરમાઈઃ બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક ઘટાડોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.188600 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1402398 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.147636 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21323 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 25 એપ્રિલથી 1 મેના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.1591006.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.188600.70 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1402398.96 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 21323 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.147636.68 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.95999ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.96300 અને નીચામાં રૂ.92055ના સ્તરને સ્પર્શી, રૂ.95912ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3573 ઘટી રૂ.92339ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.2513 ઘટી રૂ.74685ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.314 ઘટી સપ્તાહના અંતે રૂ.9363 થયો હતો. સોનું-મિની મે વાયદો સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ રૂ.3097 ઘટી રૂ.92710ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.96449ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.96483 અને નીચામાં રૂ.92444ના સ્તરને સ્પર્શી, રૂ.96083ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3424 ઘટી રૂ.92659ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.97495ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.97699 અને નીચામાં રૂ.92226ના સ્તરને સ્પર્શી, રૂ.97511ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3928 ઘટી રૂ.93583 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.3915 ઘટી રૂ.94820ના ભાવે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.3890 ઘટી સપ્તાહના અંતે રૂ.94841ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.12391.18 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.30.1 ઘટી રૂ.830.7 થયો હતો. જસત મે વાયદો રૂ.11.4 ઘટી સપ્તાહના અંતે રૂ.244.25ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો સપ્તાહના અંતે રૂ.6.1 ઘટી રૂ.230.9ના ભાવે બોલાયો હતો. સીસું મે વાયદો 40 પૈસા ઘટી સપ્તાહના અંતે રૂ.177.1 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.28554.50 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5395ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5438 અને નીચામાં રૂ.4822ના સ્તરને સ્પર્શી, રૂ.5380ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.408 ઘટી રૂ.4972ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો સપ્તાહના અંતે રૂ.409 ઘટી રૂ.4974 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો સપ્તાહના અંતે એમએમબીટીયુદીઠ રૂ.27.1 વધી રૂ.290.6ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.27 વધી સપ્તાહના અંતે રૂ.290.5 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.917.5ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.6.5 ઘટી રૂ.913.7ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ખાંડી મે વાયદો સપ્તાહના અંતે ખાંડીદીઠ રૂ.1760 ઘટી રૂ.54190ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.106586.23 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.41050.44 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.8249.26 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1326.55 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.274.50 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2540.88 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.7259.51 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.21294.99 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.16.25 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.2.10 કરોડનાં કામ થયાં હતાં.