ઉત્તર ગજરાત પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજની ભવ્ય તીર્થયાત્રા

ઉત્તર ગજરાત પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજની ભવ્ય તીર્થયાત્રા
ઉત્તર ગજરાત પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા 2000 વડીલો માટે તારીખ 22 થી 24 ફેબ્રુઆરી ત્રણ દિવસ દરમિયાન 55 લક્ઝરી દ્વારા દ્વારકા-સોમનાથ-કાગવડની સામૂહિક તીર્થયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાની શરૂઆત એમ. એલ. ચેરીટેબલ ટ્રસ્ટના એલ. સી.આઇ. ટી. કૅમ્પસ, ભાન્ડુ ખાતેથી કરવામાં આવી. આ ભવ્ય તીર્થયાત્રા માં પધારેલ શ્રદ્ધાળુઓની સેવાર્થે કૅમ્પસ ખાતે ભોજન તેમજ ધાબળા વિતરણ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પાવન કાર્યમાં 200 જેટલા સ્વયંસેવક એ વ્યવસ્થા સંભાળી હતી. શ્રદ્ધાળુઓના આગમનથી એમ. એલ. ચેરીટેબલ ટ્રસ્ટના એલ. સી.આઇ. ટી. કૅમ્પસ તેમજ સંસ્થા ના ચૅરમૅનશ્રી અને તમામ કર્મચારીઓએ સેવા કાર્ય માં સહભાગી બની ધન્યતા અનુભવી હતી.ચૅરમૅનશ્રીએ આયોજકો નો ખુબખુબ આભાર વ્યક્ત કર્યો કે આ અદભુત સેવા કરવાનો મોકો ટ્રસ્ટ પરિવાર ને આપ્યો.