વ્યાપાર

ભારતીય બજારો ભૌગોલિક રાજકીય આંચકા પછી રિકવરી માટે સુસજ્જ

ભારતીય બજારો ભૌગોલિક રાજકીય આંચકા પછી રિકવરી માટે સુસજ્જ
સુરત : ભારતની અગ્રગણ્ય સ્ટોકબ્રોકરમાંથી એક એચડીએફસી સિક્યુરિટીઝે આજે સુરત અને વ્યાપક દક્ષિણ ગુજરાત પ્રદેશ માટે રોકાણકારો અને ટ્રેડરો માટે તેના નવીનતમ ઈક્વિટી બજારના દ્રષ્ટિબિંદુ વિશે જાણકારી આપવા માટે સુરતમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.
આ સત્રની આગેવાની એચડીએફસી સિક્યુરિટીઝના પ્રાઈમ રિસર્ચના હેડ શ્રી દેવર્ષ વકીલે કરી હતી. તેમણે સુરતમાં મિડિયા પ્રતિનિધિઓ સાથે વાત કરતાં નાણાકીય એસેટ્સમાં તેમની ફાળવણી સતત વધારતા ઉદ્યોજકો, વ્યાવસાયિકો અને પરિવારો માટે હાલનું વાતાવરણ કેવું છે તેની પર વિશેષ ભાર સાથે ભારતીય અર્થવ્યવસ્થા, ઈક્વિટી બજાર અને ક્ષેત્ર અનુસાર તકો પર ડેટા આધારિત નજરિયો પ્રસ્તુત કર્યો હતો.
“સુરત ટેક્સટાઈલ્સ, હીરા, રિયલ એસ્ટેટ અને સેવાઓમાં મજબૂત ઉદ્યોજકતા ઊર્જા સાથે ભારતમાં સૌથી ગતિશીલ વેપાર કેન્દ્રમાંથી એક છે,’’ એમ એચડીએફસી સિક્યુરિટીઝના પ્રાઈમ રિસર્ચના હેડ શ્રી દેવર્ષ વકીલે જણાવ્યું હતું. “આવક વધે અને વેપારો નવી ઊંચાઈ સર કરે તેમ વધુ સુરતવાસીઓ ઈક્વિટીઝ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને અન્ય બજાર સાથે જોડાયેલી યોજનાઓ પ્રત્યે પારંપરિક એસેટ્સની પાર જુએ છે. અમે સ્પષ્ટ સંશોધન અને મજબૂત સાધનો સાથે તેમને સુસજ્જ કરવા પ્રયત્નશીલ છીએ, જેથી તેઓ માહિતગાર નિર્ણય લઈ શકે.’’
બજારોઃ સુરતના શિસ્તબદ્ધ રોકાણકારો માટે નજીકના સમયગાળામાં સતર્કતા, મધ્યમ ગાળામાં તકો
શ્રી વકીલે નોંધ કરી કે છેલ્લાં બે વર્ષમાં ભારતીય ઈક્વિટીઓએ વિદેશી રોકાણકારોનો બહારી પ્રવાહો, કરન્સીમાં નબળાઈ અને ભૂ-રાજકીય તણાવથી પ્રભાવિત અમુક વૈશ્વિક અને ઊભરતા માર્કેટ ઈન્ડાઈસીસ અને સોનું તથા ચાંદી જેવી ડોમેસ્ટિક એસેટ્સને પણ પાછળ મૂકી દીધી છે. આ સાથે નિફ્ટી મૂલ્યાંકનોનું તેમની 10 વર્ષની સરેરાશ નજીક કરેકશન થયું છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ બહુ જ મોંઘા રહ્યા છે, જેથી લાર્જકેપ મુખ્ય પોર્ટફોલિયો નિર્માણ કરવા માગતા રોકાણકારો માટે તુલનામાં વધુ આકર્ષક છે.
તેમણે આલેખિત કર્યું કે મુખ્ય ભૂરાજકીય ઘટનાઓએ લાક્ષણિક રીતે આરંભિક કરેકશન પછીના મહિનાઓમાં અર્થપૂર્ણ રિકવરીઓ દર્શાવી છે. મોસમી પ્રવાહો પણ સંકેત આપે છે કે એપ્રિલ- જૂન ત્રિમાસિક મોટે ભાગે છેલ્લાં 15 વર્ષમાં નિફ્ટીની કામગીરી માટે ઉત્તમ સમયગાળામાંથી એક ચે, જે ખાસ કરીને મોસમી રોકડ પ્રવાહો ધરાવવા માગતા અને સરપ્લસ ભંડોળ એકસામટી રકમમાં રોકાણને બદલે નિયોજનબદ્ધ અંતરે રોકાણ કરવા માગતા વેપાર માલિકો અને વ્યાવસાયિકો માટે સુસંગત છે.
એચડીએફસી સિક્યુરિટીઝ પ્રાઈમ રિસર્ચ ટીમ ધારે છે કે ભારતીય બજારો વ્યાપક ઊભરતી બજારો સામે નબળી કામગીરીના તેમના તબક્કાનો ધીમે ધીમે અંત લાવશે અને માને છે કે નિફ્ટી વર્તમાન સપાટીથી સોના કરતાં બહેતર વળતરો પ્રદાન કરવાની સંભાવના છે. વર્તમાન વર્ષમાં ઉત્તમ કામગીરી કરવાની સંભાવના તરીકે ઓળખવામાં આવેલાં મુખ્ય ક્ષેત્રોમાં ઊર્જા, કોમોડિટીઝ, સ્ટીલ અને ખાણકામનો સમાવેશ થાય છે.
લેવલના પરિપ્રેક્ષ્યથી ટીમ નિફ્ટીને 24,600 અંકે મહત્ત્વપૂર્ણ પ્રતિરોધક તરીકે જુએ છે, જે આ ઝોનની ઉપર સક્ષમ ચાલ નવી સર્વ સમયની ઊંચાઈ તરફ માર્ગ ખોલી શકે છે, જે વૈશ્વિક અને ઘરેલુ પ્રગતિને આધીન દિવાળી 2026 આસપાસ બની શકે છે. લાંબા ગાળાનો ટેકો 23,500 અને 22,200 અંક આસપાસ મુકાય છે અને કોઈ પણ કરેકશન વ્યાપક આધારિતને બદલે વધુ શેર અને ક્ષેત્ર વિશિષ્ટ બનવાની શક્યતા છે, જે ધીરજપૂર્વકના સંચય માટે તકો નિર્માણ કરે છે.
સક્રિય રોકાણકારો માટે ‘‘બાઉન્સ બેક બાસ્કેટ’’
રોકાણકારો વર્તમાન વાતાવરણ પ્રત્યે કેવો અભિગમ રાખી શકે તે દર્શાવતાં એચડીએફસી સિક્યુરિટીઝ પ્રાઈમ રિસર્ચે બાઉન્સ બેક બાસ્કેટ પ્રસ્તુત કરી છેઃ ઓઈલ માર્કેટિંગ, ઉડ્ડયન, બાંધકામ અને ઈજનેરી, સિમેન્ટ, ઓટોમોબાઈલ્સ, ઓટો કમ્પોનન્ટ્સ અને ડિફેન્સ, પેઈન્ટ્સ, રિયાલ્ટી, હોટેલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સેવાઓમાં આઈડિયાઓનો ક્યુરેટેડ સંચ. ટૂંકા ગાળાના ટ્રેડિંગ માટે શેરોની ભલામણ કરાતી નથી ત્યારે આ બાસ્કેટ ફંડામેન્ટલ રીતે મજબૂત કંપનીઓ પ્રદર્શિત કરે છે જે ભૂરાજકીય જોખમો સ્થિર થાય અને ભારતના ઘરેલુ વૃદ્ધિના પ્રેરકો અકબંધ રહે તેમ લાભમાં આવી શકે છે.
આ પરિષદ દરમિયાન એચડીએફસી સ્કાયનું વોકથ્રુ પણ કરાવવામાં આવ્યું હતું, જે ટ્રેડરો અને રોકાણકારો માટે કંપનીનું નવા યુગનું ટ્રેડિંગ અને રોકાણ મંચ છે. પ્રદર્શિત મુખ્ય ક્ષમતાઓમાં સ્માર્ટ ઓપ્શન ચેઈન સાથે વ્યાવસાયિક એફએન્ડઓ ડેશબોર્ડ, ઓઆઈ એનાલિસિસ અને રેડીમેડ વ્યૂહરચનાઓ, ઓર્ડર દીઠ રૂ. 20ની ફ્લેટ ફી, ઈન્ટ્રાડે પેટર્ન શોધ માટે સ્કાય સિગ્નલ્સ, કોઈ પણ વધારાના ખર્ચ વિના 2 વર્ષનું સંશોધન ઓફર કરતું રિસર્ચ ડેશબોર્ડ અને ટ્રેલિંગ સ્ટોપ- લોસ અને જીટીટી કંડિશનલ ઓર્ડર્સ જેવા આધુનિક ઓર્ડર પ્રકારોનો સમાવેશ થાય છે.
“સુરત માહિતગાર ટ્રેડરો અને લાંબા ગાળાના રોકાણકારો માટે વિશાળ અને વધતો સમુદાય છે,’’ એમ શ્રી વકીલે ઉમેર્યું હતું. “એચડીએફસી સ્કાય સાથે અમારું લક્ષ્ય આસાન, જ્ઞાનાકાર એપ થકી તેમના હાથોમાં સંસ્થાકીય કક્ષાનું સંશોધન, વિશ્લેણાત્મક અને ઓર્ડર ટૂલ્સ મૂકવાનું છે, જેથી તેઓ ભારતની વૃદ્ધિની ગાથામાં વધુ આત્મવિશ્વાસ સાથે ભાગ લઈ શકે.’’.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button