આરોગ્ય

હેપ્પીનેસ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હેપ્પીનેસ મોબાઈલ એપ્લિકેશન તથા સંપૂર્ણ હેલ્થ ઇકો સિસ્ટમ લોન્ચ કરાઈ

હેલ્થ કાર્ડ ધારકને આરોગ્ય લક્ષી સારવાર માટે મળશે 2 થી 20 હજાર રૂપિયા સુધીની ક્રેડિટ લિમિટ, સાથે દવાઓ અને લેબોરેટરીમાં પણ ડિસ્કાઉન્ટ

સુરત: ક્રેડિટ કાર્ડ પર ખિસ્સામાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર તમે જે રીતે પહેલા ખરીદી કે બિલની ચુકવણી કરો છો અને ત્યારપછી તે રકમ ખિસ્સામાંથી ચૂકવો છે, એવી જ રીતે હવે હોસ્પિટલમાં સારવાર માટે પણ તમે સમય પર ખિસ્સાની રકમ ખર્ચ કરતા બચી શકો છો અને કાર્ડ થકી ચુકવણી કર્યા બાદ નિયત સમય મર્યાદામાં આ રૂપિયા ચૂકવી શકો તે માટે અમદાવાદ સ્થિત હેપ્પીનેસ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હેલ્થ કાર્ડ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. જે સારવાર માટે ક્રેડિટ આપવા સાથે જ દવા અને લેબોરેટરી ચાર્જમાં પણ છૂટનો લાભ આપશે. આ માટે કંપની દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરાઈ છે.

આ અંગે માહિતી આપતા કંપનીના 30 વર્ષ ના હેલ્થકેર લાઇનના અનુભવી ફાઉન્ડર્સ શ્રી મયુરસિંહ જાડેજા તથા શ્રી જયદીપભાઈ નંદાણી એ જણાવ્યું હતું કે  કંપનીનું લક્ષ્ય સંપૂર્ણ હેલ્થ કેર ઇકોસિસ્ટમને આવરી લેવાનું છે. કંપની દ્વારા હેલ્થ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. હેલ્થ કાર્ડના વપરાશ અને ચૂકવણીનો ટ્રેક રેકોર્ડ જોઈ ક્રેડિટ લિમિટ વધારવામાં આવશે. દવાઓના બિલમાં મિનિમમ 10 ટકા જ્યારે લેબોરેટરી ચાર્જમાં પણ 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ દવાની હોમ ડિલિવરી ફ્રી મળશે*. હોસ્પિટલમાં ઓપીડી તપાસ માટે અને અન્ય સેવાઓના ચાર્જમાં પણ આગામી સમયમાં છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત દર મહિને એક વખત બીપી અને બ્લડ ગ્લુકોઝની તપાસ ફ્રી રહેશે સાથે જ વજન, એસપીઓ 2 અને એચઆર, ટેમ્પરેચર ની તપાસવા અનલિમિટેડ ફ્રી રહશે.

વધુમાં જણાવ્યું હતું કે કંપની દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોની સ્વાસ્થ્ય સુખાકારી માટે હેલ્થ કાર્ડ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ કાર્ડ હેઠળ 5000 હજારથી વધુ મેડિકલ સ્ટોર ને આવરી લેવામાં આવશે. જે દરેક લોકોનાં મેડિકલ બજેટમાં રાહત આપશે. સાથે જ આગામી સમયમાં ડોક્ટર્સ, હોસ્પિટલ અને લેબોરેટરીને  પણ આ કાર્ડ હેઠળ આવરી લેવામાં આવશે. આ કાર્ડ અને મોબાઈલ એપ્લિકેશન શરૂઆતમાં ચાર મેટ્રો શહેરમાં લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારબાદ અનુક્રમે સમગ્ર રાજ્યમાં લોન્ચ કરવામાં આવશે.

આ રીતે ડાઉનલોડ કરો હેપ્પીનેસ મોબાઈલ એપ્લિકેશન

પગલું 1. અરજી ફોર્મ ભરવા  તમે ગુગલ પ્લે સ્ટોર પરથી Happyness – customer Delight એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.

પગલું 2. ડિજિટલ ફોર્મ પર જરૂરી માહિતી ભરો. આમાં તમારી વ્યક્તિગત વિગતો, સંપર્કમાહિતી, કાયમી સરનામું, ઇમેઇલ સરનામું અને અન્ય કોઈપણ સંબંધિત માહિતી શામેલ હોઈ શકે છે.

પગલું 3. કેવાયસી પૂર્ણ કરવા માટે આધાર-કાર્ડ અથવા પાન-કાર્ડનંબર ફરજિયાત છે.

પગલું 4. તમારી પ્રોફાઇલની સમીક્ષા કરો અને ખાતરી કરો કે બધું બરાબર છે.

પગલું 5. VALIDATE AADHAR/PAN પર ક્લિક કરીને ભરેલું ફોર્મ સબમિટ કરો. જે થી તમારુ રજીસ્ટ્રેશ પૂર્ણ થઈ જસે. અને તમે આ હેલ્થ કાર્ડ નો ઉપયોગ કરી શકશો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button