એન્ટરટેઇનમેન્ટ

ફિલ્મ “ઉડન છૂ”એ ભરી સફળતાની ઉડાન….

ફિલ્મને મળી રહ્યો છે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ, તો આજે જ પહોંચી જાઓ તમારા નજીકના સિનેમાઘરોમાં

નવેમ્બર ફિલ્મ્સ અને ઈન્દિરા મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ ફિલ્મ “ઉડન છૂ” 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ કે જેણે સંપૂર્ણ ફેમિલી પેકેજ  એન્ટરટેઈનમેન્ટ આપવામાં કોઈ કચાસ બાકી રાખી નથી. ફિલ્મ રિલીઝ થયાને એક અઠવાડિયું પૂર્ણ થયું છે ત્યારે તેણે સફળતાની ઉડાન ભરી છે. આરોહી પટેલ, આર્જવ ત્રિવેદી, દેવેન ભોજાણી અને પ્રાચી શાહ પંડ્યાએ પોતાના અભિનય થકી લોકોને મજ્જો પડાવી દીધો છે. દર્શકોને આ ફિલ્મનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને હાલ આ ફિલ્મ તમારા દરેકના નજીકના અને દૂરના સિનેમાઘરોમાં ચાલી રહી છે. જેમણે પણ આ ફિલ્મ નથી જોઈ તેઓ “ઉડન છૂ” થઈને આ ફિલ્મ જોઈ આવો.

અનીશ શાહનું અદ્દભૂત ડિરેક્શન અને તેઓ ઉપરાંત અંકિત ગોર અને પાર્થ ત્રિવેદી એ લખેલી આ સત્ય ઘટના પરની કાલ્પનિક વાર્તા એક એક ક્ષણે દર્શકોને જકડી રાખે છે. ફિલ્મની વાર્તા પ્રેમ, કોમેડી અને ડ્રામાથી ભરપૂર છે. જે લોકોને પારિવારિક અને કોમેડી ફિલ્મો જોવી પસંદ હોય એવા લોકોને આ ફિલ્મ પસંદ આવશે. ફિલ્મમાં ઘણા ઇમોશન છે, ઘણા સંબંધો દર્શાવવામાં આવ્યા છે અને આ જુદા જુદા સંબંધોની જુદી-જુદી લાગણીઓ દર્શાવવામાં આવી છે.

ફિલ્મના દરેક કલાકારોએ પોતાના પાત્રને પૂરી રીતે ન્યાય આપ્યો છે. ક્રિના (આરોહી પટેલ) એ હસમુખ પટેલ (દેવેન ભોજાણી)ની દીકરી હોય છે  જેમનું સામાન્ય ફેમિલી બેકગ્રાઉન્ડ હોય છે. જયારે હાર્દિક (આર્જવ ત્રિવેદી) એ સિંગલ મધર પાનકોર પાપડવાલા (પ્રાચી શાહ પંડ્યા)નો દીકરો હોય છે જેમનો ખૂબ મોટો પાપડનો બિઝનેસ હોય છે. બાપ- દીકરીના અનોખા સબંધ અને માં- દીકરાની મીઠી ખટપટ બધું જ આ ફિલ્મમાં જોવા મળશે. તેમની સાથે નમન ગોર અને અલીશા પ્રજાપતિએ પણ પોતાની એક્ટિંગ દ્વારા ફિલ્મમાં ચાર ચાંદ લગાડી દીધા છે.

ક્રિના અને હાર્દિકના વેડિંગ બેકડ્રોપ સાથે સેટ કરેલી, આ ફિલ્મ ઉતાર-ચઢાવ, હાસ્ય અને આંસુ અને આવી ઉજવણી સાથે આવતા અનોખા અનુભવોને સાર્થક કરશે. આ ફિલ્મ હસાવે પણ છે અને રડાવે પણ છે. એક મિડલ ક્લાસ વ્યક્તિ પોતાની જવાબદારીમાં વ્યસ્ત હોય છે અને એક સમય આવે છે જયારે તેમનો ભૂતકાળ તેમની સામે આવે છે અને તેમાં બાળકોના વર્તમાન સાથે મિસમેચ થાય છે ત્યારે અંતે શું થાય છે અને કોના લગ્ન થાય છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. તેથી જો તમે આ ફિલ્મ ના જોઈ હોય તો આજે જ તમારા નજીકના થિયેટરમાં પહોંચી જાઓ અને તમારી ફેમિલી સાથે આ ફિલ્મ નિહાળો.

ઉલ્લેખનીય છે કે ફિલ્મના અમદાવાદ જ નહિ પરંતુ ગુજરાતના દરેક શહેર અને મુંબઈમાં પણ હાઉસફુલ શો જઈ રહ્યાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button