ગુજરાત

મીની ભારત ગણાતા સુરતમાં તેલંગાણા બહેનોના પવિત્ર તહેવાર બતુકમ્મા(ગરબા) ના ઉજવણી આરંભ

મીની ભારત ગણાતા સુરતમાં તેલંગાણા બહેનોના પવિત્ર તહેવાર બતુકમ્મા(ગરબા) ના ઉજવણી આરંભ
સુરત શહેરમાં અલગ અલગ પ્રાંતના અલગ અલગ જાતિના વિવિધ લોકો વસે છે તેલંગાણા પ્રાંતથી ધંધા અર્થે સુરત શહેરમાં ખાસ કરીને લિંબાયત,પર્વત,ગોડાદરા, એકતા નગર ડીંડોલીમાં સ્થાયી થયેલા લોકો નવરાત્રી પર્વને ખૂબ ભક્તિભાવથી ઉજવે છે. આ તહેવારને તેલંગાણા વાસીઓ બતુકમ્મામાં પંડુગા તરીકે ઉજવે છે.આ બતુકમ્મામાં તહેવાર તા 10/10/26 શનિવાર આરંભ થઈ તારીખ 18/10/26 ના રવિવારના રોજ પૂર્ણ થાય છે.
બતુકમ્માતહેવારમાં બે તબક્કામાં ગરબો રમવામાં આવે છે. પ્રથમ દિવસથી આઠમા દિવસ સુધી સગીરવયની કુમારીકાઓ ભાગ લે છે. બીજો તબક્કો અંતિમ એટલે કે નવમાં દિવસે કુંવારિકાઓ ઉપરાંત બધી જ મહિલાઓ ભાગ લે છે. આ અંતિમ દિવસ સદ્ધુલા બતુકમ્મા તરીકે ઉજવવામાં આવે છે.
બતુકમ્મામાં તહેવારમાં પર્વ ભક્તિ શ્રદ્ધાથી ઉજવવાથી કુવારી છોકરીઓને મનપસંદ જીવનસાથી મળે છે અને સ્ત્રીઓનું સંસાર જીવન સુખમય બને છે અને આ ગરબો જોવા ગયેલાઓના દુઃખ દૂર થાય છે.આ પર્વમાં પુરુષોનું કામ કેવળ સ્ત્રીઓને મદદ કરવાનું અને છેલ્લે બતુકમ્માને વિસર્જન કરવામાં મદદ કરવાનું હોય છે.
બતુકમ્મા તહેવાર નિમિત્તે બહેનો બતુકમ્માની એક થાળી અથવા પ્લેટમાં નીચે પાંદડાઓ મૂકીને તેના પર વિવિધ પ્રકારના ફુલો વડે ખૂબ જ મનોહર ઉત્કૃષ્ટ અને આકર્ષક રીતે મોટી સાઈઝમાં સજાવટ કરતા હોય છે. ખાસ કરીને આ તહેવાર પ્રતાપનગર ,સહજાનંદ સોસાયટી, આશાપુરી, ભાગ્યનગર, બાલાજી નગર,એકતાનગર ,શ્રીજી નગર ,રામ મંદિર પાસે, ગોડાદરા નહેર, શિવ પાર્ક સોસાયટી, ગોડાદરા, સુમન શ્રુતિ પાસે, સુડા આવાસ, કુંભારીયા, ડીંડોલીમાં ઉજવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button