ધર્મ દર્શન
સુરતમાં જગદગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીનું આગમન

- સુરતમાં જગદગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીનું આગમન
- પરવત ગામના બાલાજી મંદિરમાં અનુગ્રહ ભાષણ યોજાયુ
- સુરત: કાંચી કામકોટી પીઠના જગદગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીના સુરત આગમન નિમિત્તે ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તેમના સાનિધ્યમાં ગુરુવાર, તા. 29 ઓક્ટોબર, 2026ના રોજ સુરતના પરવત ગામ સ્થિત શ્રી કલ્યાણ વેંકટેશ્વર સ્વામી (બાલાજી) મંદિરમાં અનુગ્રહ ભાષણનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ રાત્રે 7:30થી 9 વાગ્યા સુધી યોજાયુ. આ પ્રસંગે જગદગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજી ભક્તોને આશીર્વચન આપશે તથા આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડ્યું. કાર્યક્રમનું સ્થળ શ્રી કલ્યાણ વેંકટેશ્વર સ્વામી (બાલાજી) મંદિર, બજરંગ નગર, પરવત ગામ, સુરત છે. આયોજકો દ્વારા ભક્તોને આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહી જગદગુરુના આશીર્વચનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.



