ગુજરાત

શિનોર તાલુકાના સાધલી મુકામે ત્રણ નવી આંગણવાડીનું તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનના હસ્તે ખાતમુહૂર્ત

શિનોર તાલુકાના સાધલી મુકામે ત્રણ નવી આંગણવાડીનું તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનના હસ્તે ખાતમુહૂર્ત

છેલ્લા ઘણા સમયથી સાધલી મુકામેત્રણ આંગણવાડીઓ જર્જરીત થવાના કારણે અન્ય સ્થળે બાળકો રખાતા હતા. હાલમાં જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તેનો લાભ લેવાના કારણે આજ રોજ તારીખ 30 ઓક્ટોબર 2026 ના રોજ સાધલી મુકામે શિનોર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીગ્નેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. તે સમયે તેઓની સાથે આંગણવાડીના આંગણવાડી વર્કર, તેડાગર તથા જે તે વિસ્તારના વાલીઓ હાજર રહ્યા હતા. કોઈપણ આંગણવાડી વર્કર, ખાતમુહર્ત કરનાર કે જે તે કોન્ટ્રાક્ટરને આ આંગણવાડી કેટલા રૂપિયાના ખર્ચે બનાર છે તે બાબતે કોઈ જ્ઞાન નહોતું. પીએમ કિસાન ઉત્સવ દિનની ઉજવણી હોવાના કારણે અન્ય કોઈ આગેવાનો આ પ્રસંગે હાજર રહ્યા નહોતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button