સિધ્ધપુરમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને મુળુભાઈ બેરાએ ભાજપની ટીમ સાથે ધી સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી
સિધ્ધપુરમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને મુળુભાઈ બેરાએ ભાજપની ટીમ સાથે ધી સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી
૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ માં ગુજરાતના ગોધરામાં દેશ અને દુનિયાને દુઃખદ આંચકો આપનાર ઘટના બની હતી આ ઘટના હતી ગોધરા ખાતે કેન્દ્રીય રેલવેની સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસી ૬ ડબ્બામાં આગ લાગતાં તેમાં મુસાફરી કરી રહેલ કાર સેવકો પૈકી ૫૯ જીવતા ભડથું થયા હતા આગ લાગી કે લગાડવામાં આવી તેની તપાસના તાણાવાણામાં તે સમગ્ર ઘટનાને વણી લઈ સત્ય ઉજાગર કરતી હિન્દી ફિલ્મ “ધી સાબરમતી રિપોર્ટ”ગુજરાત સરકારના ઉદ્યોગ અને શ્રમ રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રવાસન અને વન પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ સિધ્ધપુર શહેર અને તાલુકાના ૧૫૦ જેટલા હોદ્દેદારો, સહયોગી અને કાર્યકરો સાથે સમૂહમાં ફિલ્મ નિહાળી હતી
સિધ્ધપુર પ્લેનેટ થિયેટરમાં રાજ્ય સરકારના બંને મંત્રીઓએ ફિલ્મ નિહાળ્યા બાદ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે સાચી હકીકત દુનિયા સમક્ષ મૂકવી જ જોઈએ.