વ્યાપાર

અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભટલાઇ ખાતે થઈ

અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભટલાઇ ખાતે થઈ

હજીરા, સુરત : “સ્વ અને સમાજ માટે યોગ” થીમને ધ્યાનમાં લઈ અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા ચોર્યાસી તાલુકાના ભટલાઈ કૉમ્યુનિટી હૉલ ખાતે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાજર દરેક વ્યક્તિ યોગ્ય પદ્ધતિ જાણી સમજીને પ્રાણાયામ અને યોગ કરે જે તેમના શરીર તેમજ મનની તંદુરસ્તી માટે ઉપયોગી સાબિત થાય તે માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા યોગ શિક્ષક ઉર્વશીબેન અનિલભાઈ પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ ભટલાઇ અને આસપાસના લોકો અને વિદ્યાર્થીઓ સાથે યોગનું પ્રશિક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ- તૃપ્તિબેન પ્રવીણભાઈ પટેલ, સરપંચ નર્મદાબેન છોટુભાઈ પટેલ (ભટલાઇ), ઉપસરપંચ, છોટુભાઈ પટેલ (ભટલાઇ), માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ, વસંતીબેન સુરેશભાઇ પટેલ, તાલુકા સભ્ય, ધર્મિષ્ઠબેન પટેલ, આશાવર્કર બહેનો, ભટલાઇ ગુજરાતી શાળાના બાળકો તથા શિક્ષકો તેમજ સખી મંડળના બહેનોએ કાર્યક્રમમાં ભાગ લઈ પ્રાણાયમ અને યોગની તાલીમ લીધી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button