દેશ

ગૌતમ અદાણી – ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન ઓફ ઇન્ડીયા

ગૌતમ અદાણી – ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન ઓફ ઇન્ડીયા

ક્રિસિલ દ્વારા યોજાયેલા ‘ઈન્ફ્રાસ્ટ્રક્ચર – ધ કેટાલીસ્ટ ફોર ઈન્ડિયાઝ ફ્યુચર’ કાર્યક્રમમાં અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન ગૌતમ અદાણીના ચાવીરુપ વક્તવ્યનો વૃતાંત.

મુંબઇ : ક્રિસિલની વાર્ષિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર શિખરમાં ચાવીરુપ સંબોધન કરવા માટે આમંત્રિત કરવા બદલ હું ધન્યતા અનુભવું છું. ભારતમાં ક્રેડિટ રેટિંગ અને સલાહકાર સેવાઓના વિકાસ માટે પાયો નાખનાર આ સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલવું એ એક વિશેષાધિકાર માનું છે.

ગઈકાલની કથાઓ આવતીકાલની બ્લૂ પ્રિન્ટ છે એવું કહેવાય છે.

મારું આમ કહેવા પાછળનું કારણ એ છે કે આપણે.એ સમજવા માટે રાષ્ટ્રના પાછલા ઇતિહાસમાં નજર નાખવાની જરૂર છે. જેમાં કેટલાક સૌથી વધુ પ્રભાવશાળી વખત એવા હતા કે જ્યારે તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડસ્કેપ પર પ્રભુત્વ ધરાવતા હતા.

 

પ્રાચીન વિશ્વમાં પણ – રોમનોએ માલસામાન અને સૈન્યની હિલચાલ કાર્યક્ષમ કરવામાં મદદ મળી શકે તે હેતુથી 4,00,000 કિલોમીટરથી વધુ રસ્તાઓ અને પુલોનું નદીઓ અને ખીણો સુધી ફેલાયેલું એક વ્યાપક નેટવર્ક બનાવ્યું હતું. તેના પરિણામે તેમના સમગ્ર સામ્રાજ્યને જોડવામાં મદદ મળી જે ઘણા દેશોમાં ફેલાયેલી હતી.અત્યાર સુધીની મહાન સંસ્કૃતિઓમાંની એક બનાવવા માટે રોમના રસ્તાઓએ તેમનો માર્ગ મોકળો કર્યો હતો.

એ જ રીતે આવેલી મહાન ઔદ્યોગિક ક્રાંતિમાં રસ્તાઓ, રેલમાર્ગો, બંદરો, પુલો અને ટેલિગ્રાફ પ્રણાલીઓમાં મોટા પ્રમાણમાં રોકાણ જોવા મળ્યું હતું, જેના પરિણામે આવેલી આર્થિક તેજીએ ગ્રેટ બ્રિટનને વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રોમાંનું એક બનવાના માર્ગને વેગ આપ્યો હતો.

અને તાજેતરના વધુ સમયમાં 1970 ના દાયકાના અંતમાં ચાઈનીઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ થયેલા સુધારાને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું અત્યાર સુધીનું સૌથી ઝડપી નિર્માણ થયું. તેના પરિણામો ચીને દેખીતી રીતે દર્શાવી છે તે પ્રગતિમાં પ્રગટ થાય છે.

કોઈપણ મજબૂત અર્થતંત્રનો પ્રાણ ઈન્ફ્રાસ્ટ્રર છે તે હકીકતના આ બધા પુરાવા છે.

 

આજની મારી વાત દરમિયાન હું ત્રણ મુખ્ય ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને વાત કરીશ:

ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં સરકારની નીતિઓ અને શાસનની ભૂમિકા

ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ભાવિ અને ટકાઉપણા સાથે તેનું આંતરજોડાણ

રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં અદાણીના લક્ષ્યના ક્ષેત્રો અને તેમાં અમે જે ભૂમિકા અદા કરી રહ્યા છીએ તેની વાત કરીશ..

આજે આપણે અહીં ઉભા છીએ ત્યારે ભારતનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ એક અદભૂત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે જેની અસર એક દાયકા પછી આપણે પાછળ નજર કરશું ત્યારે તેની સંપૂર્ણ પ્રશંસા કરી શકીશું.એમ હું ભરપૂર વિશ્વાસપૂર્વક કહી શકું છું. જે પહેલાં ક્યારેય ન જોઈ હોય એવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેપેક્સ સાયકલની અમે શરૂઆત કરી છે અને તે ભારતના વિકાસના આગામી કેટલાક દાયકાઓનો પાયો નાખે છે.

અને તેની શરુઆત શાસનની ગુણવત્તાથી થાય છે. વૈશ્વિક સ્તરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જેમ બહુ ઓછા ક્ષેત્રો સરકારી નીતિ સાથે ચુસ્તપણે સંકળાયેલા છે. તેથી ભારત વિશે અને પછી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ભવિષ્ય વિશે હું વાત કરું તે પહેલાં આપણે એ સમજવું મહત્વનું છે કે અમને અહીં લાવવા માટે નીતિમાં ફેરફારો કેવી રીતે જરૂરી હતા.

તેથી, હું તમને 1991ની સાલમાં પાછો લઈ જઈશ જે વર્ષથી ભારતના આર્થિક ઉદારીકરણની શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાન સ્વર્ગસ્થ પીવી નરસિમ્હા રાવ અને તે સમયના નાણામંત્રી ડૉ. મનમોહન સિંહ દ્વારા જાહેર કરાયેલ સુધારાને સામૂહિક રીતે એલપીજી સુધારા તરીકે ઓળખવામાં આવે છે. આ સુધારા એટલે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ

ભારતના આર્થિક ઇતિહાસમાં આ સુધારાઓએ વોટર-શેડ ક્ષણ તરીકે ચિહ્નિત કર્યું અને વ્યવસાયોને જરૂરી લગભગ દરેક મંજૂરીમાં સરકારને સામેલ કરતા લાયસન્સ રાજનો અંત આણ્યો.1991ના મૈત્રીપૂર્ણ બજાર સુધારાની શરૂઆત કરીને ભારતે તેના ખાનગી ક્ષેત્રની શક્યતાઓને ખોલી અને તેના અનુગામી વિસ્તરણ માટે મંચ સજ્જ કર્યો.

આંકડાઓ આ વાત કરે છે. વિશ્વ બેંકના ડેટા મુજબ:

ઉદારીકરણ પહેલાના ત્રણ દાયકામાં ભારતીય જીડીપી 7 ગણો વધ્યો હતો

અને ઉદારીકરણ પછીના ત્રણ દાયકામાં આપણો જીડીપી 14 ગણો વધ્યો.

ઉદારીકરણની શક્તિ વિષે આ આંકડાઓ કરતાં વધુ સારી માન્યતા કોઈ હોઈ શકે નહીં.

 

 

 

 

 

 

લાયસન્સ રાજ દરમિયાન ભારતના વ્યાપાર લેન્ડસ્કેપમાં કેટલાક સ્થાપિત બિઝનેસ હાઉસનું વર્ચસ્વ હતું જેઓ સરકાર સાથે મજબૂત સંબંધો વિકસાવીને ભારે નિયમનવાળા વાતાવરણમાં ઉભરી રહ્યા હતા. ..

તેઓએ લાયસન્સની જરૂરિયાતોને ચુસ્તપણે મેનેજ કરી હતી.જ્યાં પ્રવેશ ટાણે જ અવરોધો વધુ હતા અને બિનકાર્યક્ષમતા માટે નજીવો દંડ હતો એવા વાતાવરણમાં આમાંની મોટાભાગની કંપનીઓ સંરક્ષિત બજારમાં ટકી રહી હતી, ભૂતકાળમાં ડોકીયું નાખતાં હું નિશ્ચિતપણે માનું છું કે મૂડી પ્રવાહ પર પ્રતિબંધ અને નિકાસ-આયાત પરના કડક નિયંત્રણોએ ખાસ કરીને મૂડી-સઘન માળખાગત ક્ષેત્રને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે.

જો કે,1991 માં ઉદારીકરણ એ એક મોટો વળાંક દીશાસૂચક બન્યો. લાઇસન્સ રાજને ખતમ કરીને સરકારે મોટાભાગના ક્ષેત્રો માટે ઔદ્યોગિક લાઇસન્સિંગ દૂર કર્યું. એક ક્રાતિના રુપમાં તેણે વ્યવસાયોને રોકાણ કરવા, કિંમતો નક્કી કરવા તેમજ ક્ષમતા વધારવા માટે સરકારની પરવાનગી મેળવવાની મોટાભાગની જરૂરિયાતોને દૂર કરી.

 

 

આપણે બધાએ સાંભળ્યું છે કે જે સૌથી વધુ અનુકૂલનશીલ હોય છે તે ટકી રહે છે અને ઉદારીકરણ પછીના સમયગાળાએ આ ફરીવાર પૂરવાર કર્યું. ધીમી ગતિએ ચાલતા-ઉદારીકરણ પૂર્વના મોટાભાગના વ્યવસાયો આ બજાર-લક્ષી અર્થવ્યવસ્થાને અનુકૂલિત કરવામાં નિષ્ફળ ગયા. ઉદારીકરણ પછીની આજની ભારતીય કંપનીઓની તુલનામાં તેઓ ક્યાં તો અદૃશ્ય થઈ ગયા અથવા તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે ટક્યા નહીં.

જો 1991 અને 2014 વચ્ચેનો સમયગાળો નીંવ કી ઇંટ મૂકવા અને રનવે નિર્માણ કરવાનો હતો તો 2014 થી 2024 સુધીનો દશકો વિમાનની ઉડાન ભરવાનો હતો.

 

 

અને આ ‘ટેક ઓફ’નું એક મજબૂત ઉદાહરણ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન NIP પ્રોગ્રામ છે. NIPનો મુખ્ય સાર એ તેનો સંકલિત અભિગમ છે જેમાં જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોની ભાગીદારીનો સમાવેશ થાય છે, જેમાં ફંડિંગ મોડલ બંને વચ્ચે વહેંચાયેલું છે. રૂ.૧૧૧ લાખ કરોડનું અંદાજિત રોકાણ નક્કી કર્યું છે તે NIP પ્રોગ્રામને હું વિચારૂં છું જેણે વિત્ત વર્ષ 20-25ના સમયગાળા દરમિયાન ઊર્જા, લોજિસ્ટિક્સ, પાણી,એરપોર્ટ અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં 9,000 થી વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો રાષ્ટ્રીય દૃષ્ટિકોણ સરકાર કેવી રીતે સ્થાપિત કરી શકે છે.

અને જેમ મેં મારો અભિપ્રાય વ્યક્ત કર્યો તેમ આ ટેક-ઓફને સક્ષમ કરતું એકમાત્ર સૌથી મહત્વપૂર્ણ કેટાલિષ્ટ એ ‘ગવર્નન્સ’ની ગુણવત્તા છે જે આપણે છેલ્લા એક દાયકામાં જોઈ છે, અને તેના આંકડા સ્વયં બોલે છે.

ભારતનું રાજકોષીય રોકાણ GDP ના 1.6% થી GDP ના 3.3% થી બમણું થયું છે.

 

 

કોર્પોરેટ આવકવેરાના દરો 30% થી ઘટીને 22% થઈ ગયા છે જેણે કોર્પોરેટ માટે વધુ રોકાણનો હેડરૂમ બનાવ્યો છે

અને ચાલુ ખાતાની ખાધ જીડીપીના 3.5% થી ઘટીને જીડીપીના 0.8% થઈ ગઈ છે.

મૂળભૂત રીતે આપણા રાષ્ટ્રના લેન્ડસ્કેપને પડકારમાંથી શક્યતાઓમાં પરિવર્તિત કરવા માટેની નીતિને સંસ્થાકીય બનાવવાની આ સરકારની અસરકારકતાનું આ પરિણામો મૂળ છે.

અને આ પરિણામો બધાની નજર સામે છે.

સામાન્ય રીતે હું સાંભળું છું તે ત્રણ ક્ષેત્રો વિશે હું વધુ વિગતવાર જણાવું તો…

પ્રથમ, હું આ દિવસોમાં જે વિદેશી મુલાકાતીઓને મળું છું તેઓ તમામ ભારતમાં બહુ-લેન હાઇવેની ગુણવત્તા હોય, દેશભરમાં વિશાળ બાંધકામ પ્રકલ્પો હોય, દેશના દરિયાકિનારા પરના બંદરો સુધી પહોંચ હોય, ગ્રીન એનર્જીનો ઝડપી પ્રવેશ, વિશ્વસ્તરીય અને આધુનિક ટ્રાન્સમિશન ગ્રીડ, સમર્પિત ફ્રેઈટ કોરિડોર, દેશભરના એરપોર્ટ્સની ગુણવત્તા અને પહોંચ, અનેક નવા મેટ્રો રેલ નેટવર્ક અને મોટા પાયે ટ્રાન્સ-સી લિન્કના ક્ષેત્રોમાં જોવા મળેલી અસાધારણ માળખાકીય વૃદ્ધિ વિશે લગભગ વાત કરે છે,

 

બીજું, ભારત સરકારના આધાર UPI ઈન્ફ્રાસ્ટ્રક્ચરે ભારતમાં નાણાકીય ઈકોસિસ્ટમને બદલી નાખી છે. આ પ્રણાલીએ નાણાકીય સેવાઓની ઍક્સેસને એટલા આત્યંતિક સ્તરે લોકશાહીના નમૂનારુપ બનાવી છે કે તેણે અગાઉ બેંક સુવિધા વગરની વસ્તીને પણ ડિજિટલ અર્થતંત્રમાં ભાગ લેવા પ્રેરીત કરી છે. જ્યારે તે માત્ર ચકાસણી અને ચુકવણી સ્તર તરીકે જ માનવામાં આવે છે, ત્યારે UPI ની અસરો ઉત્પાદકતાના લાભો અને અર્થતંત્રના ઔપચારિકરણના સંદર્ભમાં ઘણી મોટી છે. આનાથી વધુ મજબૂત કર વસૂલાત થઈ છે જેના સાક્ષી બનવાની આપણે શરૂઆત કરી છે. તેણે ફિનટેક કંપનીઓની વૃદ્ધિ, સુવ્યવસ્થિત સબસિડી વિતરણ અને ઉન્નત પારદર્શિતાને પણ પ્રોત્સાહન આપ્યું છે, જે દેશના ડિજિટલ પરિવર્તન અને આર્થિક વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપે છે.

અને ભારતના ‘યુવાન’ વિશેનું ખૂબ જ દૃશ્યમાન ત્રીજું પાસું છે જેને આપણે ઔપચારિક રીતે ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ કહીએ છીએ. ભારતની સરેરાશ ઉંમર 29 વર્ષથી ઓછી છે, જ્યારે ચીનની સરેરાશ ઉંમર આજે 39 વર્ષની છે. વધુ નોંધપાત્ર બાબત એ છે કે 2050માં પણ ભારતની સરેરાશ ઉંમર માત્ર 39 વર્ષ હશે. આનો અર્થ એ થયો કે ભારત ઓછામાં ઓછા આગામી ત્રણથી ચાર દાયકા સુધી તેની સૌથી વધુ વપરાશ પર હશે. અન્ય કોઈ રાષ્ટ્રને સ્થાનિક માંગનો આટલો લાભ નહીં મળે.

સંખ્યાની દ્રષ્ટિએ નાણા વર્ષ-32 ના અંત સુધીમાં ભારતે 10 ટ્રિલિયન-ડોલરની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય રાખ્યું છે એવો અમારા અંદાજો દર્શાવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરનો ક્યુમ્યુલેટિવ ખર્ચ 2.5 ટ્રિલિયન ડૉલરને વટાવી જશે. આ તમામ ભારતની સંભવિતતાના સૂચક છે, અને હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે ભારતમાં તદ્દન નવી બજાર જગ્યાઓ બનાવવાનું પ્લેટફોર્મ હવે અસ્તિત્વમાં છે. દરેક પરંપરાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મજબૂત વૃદ્ધિ દર્શાવવાનું ચાલુ રાખ્યું હોવા છતાં બે ઉભરતા ક્ષેત્રો જેના વિશે હું સૌથી વધુ ઉત્સાહિત છું તે છે..

1. ઉર્જા સંક્રમણને સક્ષમ કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને 2. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

અને આ બંને ક્ષેત્રો અભૂતપૂર્વ બજારની તકો ઊભી કરવા માટે સ્થિરતાના લેન્ડસ્કેપને ઝડપથી કન્વર્જ કરવા સાથે તેને ફરીથી આકાર આપી રહ્યાં છે. ઉદ્યોગોના ડિજિટાઈઝેશન સાથે રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો તરફ ઝડપથી પરિવર્તન એ માત્ર તકનીકી ઉત્ક્રાંતિ જ નહીં પરંતુ આપણા સમગ્ર સમાજનું ગહન પરિવર્તન પણ છે. ઊર્જા કાર્યક્ષમતા, સ્માર્ટ ગ્રીડ અને ગ્રીન ટેક્નોલોજીમાં આ ગતિશીલ આંતરછેદ નવીનતા લાવી રહ્યું છે અને નવી મૂલ્ય સાંકળોને ખોલી રહ્યું છે.વધુ ઊર્જા માંગતા ડેટા સેન્ટર્સ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટકાઉ ઉકેલો માટેનું દબાણ વધુ જટિલ બની જાય છે.

ભારતમાં વ્યવસાયો માટે આ નવા પરિવર્તનો જે તકો પ્રસ્તુત કરે છે તે આગામી ત્રણ દાયકામાં ટ્રિલિયન ડોલરમાં થવાની ધારણા છે.

હું પહેલા ઉર્જા સંક્રમણ અવકાશ પર વિસ્તારથી વાત કરું તો આ મૂળભૂત રીતે વૈશ્વિક ઊર્જા લેન્ડસ્કેપને કાયમ માટે બદલી નાખશે. વૈશ્વિક સંક્રમણ બજારનું મૂલ્ય 2023માં અંદાજે 3 ટ્રિલિયન ડૉલર હતું અને 2030 સુધીમાં તે લગભગ 6 ટ્રિલિયન ડૉલર સુધી વધવાની ધારણા છે અને ત્યાર બાદ 2050 સુધી દર 10 વર્ષે બમણું થશે.

તમારામાંથી ઘણા જાણે છે કે, ભારતના કિસ્સામાં આપણો દેશ 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંક માટે 150 બિલિયન ડૉલરથી વધુના વાર્ષિક રોકાણની જરૂર પડશે. ભારતમાં ગ્રીન એનર્જીના સંક્રમણથી સૌર અને પવન, ઉર્જા સંગ્રહ, હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્ઝ, ઇવી ચાર્જિંગ સ્ટેશનો તેમજ ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં લાખો નવી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે.

આ સંક્રમણને સક્ષમ કરવામાં મદદ કરે છે તેવા ઊર્જા વ્યવસાયો જે તે કાર્બન ક્રેડિટનું મુદ્રીકરણ કરવાની તકો પણ ઊભી કરશે. હકીકતમાં સ્કેલિંગ સ્વૈચ્છિક કાર્બન માર્કેટ્સ પર ટાસ્કફોર્સનો અંદાજ છે કે કાર્બન ક્રેડિટની માંગ 30% થી વધુ વધી શકે છે અને 2030 સુધીમાં 3 ટ્રિલિયન ડોલરથી વધુ થઈ શકે છે.

તેથી, હું એટલું કહીશ કે આગામી દિવસોમાં ગ્રીન ઈલેક્ટ્રોનની ઉપલબ્ધતા એ રાષ્ટ્રની આર્થિક પ્રગતિનું પ્રાથમિક ચાલક બળ હશે. અને મારા મતે અત્યારે ગ્રીન ઈલેક્ટ્રોન માટે બજારનું કદ અસિમીત છે.

‘ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ અને અહીં ઉભરતી તક વિશે હું વાત કરું તો….

આપણે જે કરીએ છીએ તેના માટે આપણે બધા ડિજિટલ પ્લેટફોર્મ પર વધુને વધુ આધાર રાખી રહ્યા છીએ તે ડેટા જનરેશન વિસ્ફોટક વૃદ્ધિ તરફ દોરી રહ્યું છે. ડેટા ખરેખર નવું ઇંધણ પૂરે છે અને તેનો અર્થ એ થયો કે આપણે હવે એવી દુનિયામાં પહોંચી ગયા છીએ જ્યાં દરેક ડિજિટલ પહેલના મૂળમાં AI ક્રાંતિ છે.

અને આ બધી પ્રક્રિયાના કેન્દ્રમાં ડેટા સેન્ટર છે જે તમામ પ્રકારની ખાસ કરીને મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, કોમ્પ્યુટર વિઝન અને ડીપ લર્નિંગ માટે કોમ્પ્યુટેશનલ જરૂરિયાતો AI વર્કલોડને પાવર કરવા માટેનું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ બધું અભૂતપૂર્વ ગતિ અને સ્કેલ ઉપર ડેટાની પ્રક્રિયા કરવાની ક્ષમતા પર આધારિત છે જે ડેટા કેન્દ્રો પ્રદાન કરે છે તેની ચોક્કસ ક્ષમતાઓ છે. જો કે, તેને મોટા પ્રમાણમાં ઊર્જાની જરૂર પડશે, જે ડેટા સેન્ટર બિઝનેસને વિશ્વનો સૌથી મોટો ઉર્જા વપરાશ કરતો ઉદ્યોગ બનાવશે.

આ ઊર્જા સંક્રમણને વધુ જટિલ બનાવે છે અને ક્લાયમેટ ચેન્જ અને માંગ વૃદ્ધિની સંયુક્ત અસરને કારણે વીજળીના ભાવમાં વધારો કરે છે અને તેના કારણે પહેલેથી જ ઊંચા રહેતા ભાવમાં વધારો થાય છે.

હકીકત એ છે કે ઉર્જા સંક્રમણ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હવે અવિભાજ્ય છે કારણ કે ટેક્નોલોજી ક્ષેત્ર કિંમતી ગ્રીન ઈલેક્ટ્રોન્સનો સૌથી મોટો ગ્રાહક બની ગયો છે.

અમે સારી રીતે જાણીએ છીએ કે જીડીપી વૃદ્ધિ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ દ્વારા વિતરિતથી વધુ કોઈ ગુણક નથી. તે એક પાયો છે જે કાર્યક્ષમ અને ઘર્ષણ રહિત પ્રવાહને માલસામાન, ઇલેક્ટ્રોન, પરમાણુઓ, ડેટા અને લોકોના પ્રવાહને મંજૂરી આપે છે અને આ તમામ પ્રવાહ કાં તો મુખ્ય બિઝનેસ ચાલક છે અથવા અદાણી ગ્રૂપ માટે નજીકના વ્યવસાયને સક્ષમ કરે છે.

 

અને છેલ્લા 30 વર્ષોમાં અમે આ ચાલક બળ બનવા માટે લીવરેજ કર્યું છે:

• વિશ્વની બીજી સૌથી મોટી સૌર ઊર્જા કંપની.

• 25% પેસેન્જર ટ્રાફિક અને 40% એર કાર્ગો સાથે ભારતનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર.ગૃપ:

30% રાષ્ટ્રીય બજારના હિસ્સા સાથેના ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજીસ્ટિક્સ કંપની.

જનરેશન, ટ્રાન્સમિશન ક્ષેત્રમાં ફેલાયેલા ભારતની સૌથી મોટા સંકલિત એનર્જી પ્લેયર.

ભારતના બીજા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક

અને મેટલ્સ, પેટ્રોકેમિકલ્સ, એરોસ્પેસ અને ડિફેન્સ, સુપર એપ્સ અને ઔદ્યોગિક ક્લાઉડ્સ સહિતના અન્ય ઘણા નવા ક્ષેત્રોમાં હાજરી.

જો કે, જ્યારે આપણો ભૂતકાળ આપણી સ્થિતિસ્થાપકતા અને સફળતાના સ્મારક તરીકે ઊભો છે ત્યારે ભવિષ્યની ઉભરતી તકો પણ વધુ રોમાંચકારી છે. અને મેં એનર્જી ટ્રાન્ઝિશન સ્પેસ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસની રૂપરેખા આપી છે તે બેથી વધુ સંભાવનાથી વધુ કંઈ નથી પરંતુ. આ ટ્રિલિયન-ડોલરની તકોનો લાભ ઉઠાવવા માટે છે અને તે ભારતમાં સ્થાનિક અને વૈશ્વિક એમ બન્ને સ્તરે પરિવર્તન લાવશે આ કારણે અદાણી સમૂહ આ બંને ક્ષેત્રોમાં જંગી રોકાણ કરી રહ્યું છે.

આગામી દાયકામાં અમે ઉર્જા સંક્રમણના ક્ષેત્રમાં 100 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કરીશું અને આપણી સંકલિત રિન્યુએબલ એનર્જી વેલ્યુની શ્રેણીને વધુ વિસ્તૃત કરીશું જે આજે ગ્રીન એનર્જી જનરેશન માટે જરૂરી દરેક મુખ્ય ઘટકનું ઉત્પાદન કરે છે.

અમે વિશ્વના સૌથી ઓછા ખર્ચાળ ગ્રીન ઈલેક્ટ્રોનનું ઉત્પાદન કરીશું તેવો અમને વિશ્વાસ છે. જે ઘણા ક્ષેત્રો માટે ટકાઉ ફીડસ્ટોક બનશે જે ટકાઉપણાના ઉદ્દેશને પૂર્ણ કરે છે.

 

અને આ માટે અમે કચ્છ જિલ્લાના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઈટ રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ. ફક્ત આ એક જ સ્થળ 30 GW પાવર જનરેટ કરશે, જેનાથી 2030 સુધીમાં અમારી કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતા 50 GW સુધી પહોંચી જશે.

અને જ્યારે અમારા ડિજિટલ ફૂટપ્રિન્ટની વાત આવે છે ત્યારે અમે આ ક્ષેત્રમાં પહેલેથી જ કામ કરી રહ્યા છીએ અને તે વિસ્તરશે

અમારા દરેક વ્યવસાયમાં ઇન્ડસ્ટ્રીઅલ ક્લાઉડ્સનું અમે ઉત્પાદન કરીશું અને પછી બજારમાં લઈ જઈશું,

જટિલ માળખાકીય કામગીરીની વિશાળ વિવિધતાને સંચાલિત કરવામાં અમારી કુશળતાને જોતાં, ઓપરેશનલ ટેક્નોલૉજી સાયબર સિક્યુરિટી ઑફરિંગ,

•અમારા B2C વ્યવસાયોનો લાભ ઉઠાવવા માટે અમારા વિવિધ પ્રકારના વ્યવસાયોમાં ગ્રાહકનો સામનો કરવા માટે સુપર એપ્સ,

વિશ્વને AI સેવાઓ પ્રદાન કરવા માટે ભારતની ઝડપી ઉભરતી કુશળતાનો લાભ ઉઠાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લેબ્સ,અને ડેટા કેન્દ્રો જે ઊર્જા સઘન ડિજિટલ રિવોલ્યુટીની કરોડરજ્જુની રચના કરશે

વાસ્તવમાં, એક અનુમાન મુજબ વર્ષ 2030 સુધીમાં વિશ્વને ફક્ત AI ડેટા કેન્દ્રો માટે જ 100 થી 150 GW વધારાની ગ્રીન એનર્જીની જરૂર પડશે. ડેટા સેન્ટર્સ માટે અમારી પાસે પહેલાથી જ ભારતની સૌથી મોટી ઓર્ડર બુક છે અને હવે અમે વધારાના ગીગાવોટ-સ્કેલ ગ્રીન AI ડેટા સેન્ટર્સ માટે વાટાઘાટો કરી રહ્યા છીએ જેને અમે ડિલિવર કરવા માટે વિશિષ્ટ સ્થિતમાં છીએ.

હું સમાપન કરવાનું તરફ આગળ વધુ છું તે સાથે હું કેટલાક બોલ્ડ વિચારો સાથે સારાંશ વ્યકત કરું છું.. આપણી લોકશાહી 76 વર્ષ જૂની છે. જીડીપીના પ્રથમ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવામાં અમને 58 વર્ષ, આગામી ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવામાં 12 વર્ષ અને ત્રીજા ટ્રિલિયનમાં માત્ર પાંચ વર્ષ લાગ્યાં. ભારત જે ગતિએ વિકાસ કરી રહ્યું છે અને સરકાર જે રીતે સામાજિક અને આર્થિક સુધારાઓ કરી રહી છે તે જોતાં મારું અનુમાન છે કે આગામી દાયકામાં ભારત દર 12 થી 18 મહિનામાં તેના જીડીપીમાં એક ટ્રિલિયન ડોલર ઉમેરવાનું શરૂ કરશે. આ હકીકત આપણને 2050 સુધીમાં 30 ટ્રિલિયન-ડોલરની અર્થવ્યવસ્થા બનવાના ટ્રેક પર સારી રીતે મૂકશે. આ સમયે મને અપેક્ષા છે કે શેરબજારની મૂડી 40 ટ્રિલિયન ડૉલરને વટાવી જશે. આનો અસરકારક અર્થ એ છે કે આગામી 26 વર્ષમાં ભારત સંભવિતપણે તેના શેરબજારની મૂડીમાં 36 ટ્રિલિયન ડોલર ઉમેરશે.

અન્ય કોઈ રાષ્ટ્ર આટલી સંભાવનાની નજીક નથી.

તેથી, હું આપણા બધા માટે એક ચિત્ર પ્રસ્તુત કરીને સમાપ્ત કરું છું એક ક્ષણ માટે કલ્પના કરો, વિશાળ સમુદ્રના કિનારે ઊભા રહીને, પાણીની પેલે પાર દૂર કિનારે આપણા સપના… .

પાણી ક્યારેક તોફાની હોય છે. તેમ છતાં, અમે અહીં, તેને પાર કરવા માટે પુલ બનાવવા માટે તૈયાર છીએ, આપણી આશાઓ, આપણો આશાવાદ, આપણી માન્યતાઓ અને ભાવનાઓ આપણી આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સંકલિત છે કારણ કે આપણા ભારતને તેના સંપૂર્ણ ગૌરવમાં પાછા લાવવા માટે સાથે મળીને કામ કરીએ છીએ.. તેથી જ હું કહું છું – ભારતીય બનવા માટે આથી વધુ સારો સમય ક્યારેય રહ્યો નથી!

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button