શિક્ષા

વૈશ્વિક હોસ્પિટાલિટી ઉદ્યોગમાં વિદ્યાર્થીઓને કારકિર્દી માટે તૈયાર કરવા માટે Kennesaw State University ભારતમાં AURO University સાથે ભાગીદારી કરે છે.

હોસ્પિટાલિટી ઉદ્યોગમાં આવનારા સમય એટલેકે ૨૦૨૭ સુધીમાં ૫% નો વૃદ્ધિ દર નું નિષ્ણાતો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ ઉધ્યોગમાં યોગ્ય કર્મચારીઓ ની અછત વર્તાતી હોય આ સમસ્યા નો ઉકેલ લાવવામાં મદદરૂપ થવા અમેરિકા ના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા સ્થિત કેનેસો સ્ટેટ યુનિવર્સિટી દ્વારા ભારત દેશના ગુજરાત રાજ્ય માં સુરત ખાતે આવેલ ઓરો યુનિવર્સિટી સાથે કરાર કરવામાં આવ્યો છે.

આ કરાર મુજબ બંને વિશ્વવિદ્યાલયો દ્વારા ફેકલ્ટી અને વિદ્યાર્થી એક્સચેન્જ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવશે. આ એક્સચેન્જ પ્રોગ્રામ થકી  ભારત અને યુએસના વિદ્યાર્થીઓને હોસ્પિટાલિટી ઉદ્યોગ પર મૂલ્યવાન આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય પ્રદાન કરશે અને સાંસ્કૃતિક જાગૃતિ વધારશે.

રોબિન ચેરામી, ડીન, માઈકલ જે. કોલ્સ કોલેજ ઓફ બિઝનેસન, કેનેસો સ્ટેટ યુનિવર્સિટી એ ઉમેર્યું હતું કે “હોસ્પિટાલિટી ઉદ્યોગ તેના સ્વભાવથી વૈશ્વિક છે. “ વધુમાં ઉમેર્યું હતું કે અમારા વિદ્યાર્થીઓ જે સંસ્થા માટે કામ કરે છે તે લગભગ કોઈપણ સંસ્થામાં આંતરરાષ્ટ્રીય મહેમાનો અને ગ્રાહકો હશે અથવા બહુવિધ દેશોમાં કામ કરશે. ઑરો યુનિવર્સિટી  સાથે ભાગીદારીનો અર્થ એ છે કે અમારા વિદ્યાર્થીઓ વૈશ્વિક બજારમાં વધુ સારી રીતે સ્પર્ધા કરવા સક્ષમ બનશે.”

બંને યુનિવર્સિટીઓના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શૈક્ષણિક ભાગીદારીને ને ઔપચારિક બનાવવા સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવા માટે કેનેસો સ્ટેટ યુનિવર્સિટી કેમ્પસમાં મળ્યા હતા. જેમાં   માઈકલ જે. કોલ્સ કોલેજ ઓફ બિઝનેસના ડીન,  રોબિન ચેરામી,  ઑરો  યુનિવર્સિટીના સ્થાપક અને પ્રમુખ એચ.પી. રામા, ઑરો યુનિવર્સિટી ના ચીફ ઓપરેટિંગ ઓફિસર સુરેશ માથુર અને કેનેસો સ્ટેટના હોસ્પિટાલિટી મેનેજમેન્ટ પ્રોગ્રામના ડિરેક્ટર, લિયોનાર્ડ જેક્સન જોડાયા હતા.

ઑરો યુનિવર્સિટી ની સ્થાપના 2011 માં શ્રી એચ.પી. રામ દ્વારા કરવામાં આવી હતી. શ્રી રામ એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશનના સ્થાપક અધ્યક્ષ અને ઓરો હોટેલ્સના વર્તમાન અધ્યક્ષ પણ છે, જે વિશ્વભરમાં 37 થી વધુ હિલ્ટન, હયાત અને મેરિયોટ સ્થાનોનો પોર્ટફોલિયો વિકસાવે છે.

ઑરો યુનિવર્સિટીમાં વિવિધ સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી ઓ માટે શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. ઑરો યુનિવર્સિટી ગુણવત્તાયુક્ત હોસ્પિટાલિટી ઉદ્યોગના વ્યાવસાયિકોને તૈયાર કરવા માટે નું શિક્ષણ પૂરું પડે છે જેણે  વિશ્વભરમાં પ્રતિષ્ઠા વિકસાવી છે.

ઑરો યુનિવર્સિટીના હોસ્પિટાલિટી મેનેજમેન્ટ પ્રોગ્રામના વિદ્યાર્થીઓ હાલમાં તેમના અભ્યાસના જરૂરી ભાગ તરીકે યુએસમાં એક વર્ષની ઇન્ટર્નશિપ પૂર્ણ કરે છે. અને આ વિદ્યાર્થીઓ કેનેસો સ્ટેટ યુનિવર્સિટી માં કેનેસો કેમ્પસમાં વિદ્યાર્થીઓને મળવામાં, કોલ્સ કોલેજમાં ફેકલ્ટી સાથે કામ કરવા અને મેટ્રો એટલાન્ટા હોસ્પિટાલિટી ઉદ્યોગ વિશે શીખવામાં તેમના સમયનો અમુક ભાગ વિતાવશે.

મીટિંગ દરમિયાન, એચ.પી. રામાએ બંને યુનિવર્સિટીની ટીમોને અભિનંદન પાઠવ્યા  હતા. તેમણે AURO યુનિવર્સિટી અને KSU એક સહિયારા ધ્યેય સાથે જોડાયા છે. તેમને આગળ ઉમેર્યું છે કે આ ભાગીદારી ફક્ત શિક્ષણિક ભાગીદારી નથી પરંતુ આ ભાગીદારી દ્વારા બંને સંસ્થાના વિદ્યાર્થીઓ અને  શિક્ષકો ને બંને દેશ વૈવિધ્ય સભર સંસ્કૃતિ અને વૈવિધ્યપૂર્ણ અનુભવ પણ હાંસલ કરશે. તેમણે આગળ જણાવ્યું કે આ ભાગીદારીનો વ્યાપ ઑરો  યુનિવર્સિટીની બહાર વિસ્તર્યો છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતમાં સ્થિત ઓરો હોટેલ્સનો પણ સમાવેશ થાય છે. આ સહયોગની સત્તાવાર શરૂઆત ડિસેમ્બર 2023 માં શ્રી લિયોનાર્ડ ની ઑરો યુનિવર્સિટી, સુરત ખાતે  કેમ્પસની મુલાકાત દ્વારા ચિહ્નિત કરવામાં આવશે.

આ ભાગીદારી મુજબ કેનેસો સ્ટેટ યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓને ભારતની મુલાકાત લેવાની પણ મંજૂરી આપશે. કેનેસો સ્ટેટ યુનિવર્સિટી ના હોસ્પિટાલિટી મેનેજમેન્ટના  ફેકલ્ટી આવનારી જાન્યુઆરી  2024 મા ભારતમાં વિદેશમાં શિક્ષણનો નવો અનુભવ સ્થાપિત કરવાની યોજના થાકી કેનેસો સ્ટેટ યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ ગુજરાત, સુરતમાં ઑરો યુનિવર્સિટી ના કેમ્પસની મુલાકાત લેશે અને આસપાસના વિસ્તારની પણ મુલાકાત લેશે.

લિયૉનાર્ડએ જણાવ્યું હતું કે કેનેસો સ્ટેટ  યુનિવર્સિટીના  હોસ્પિટાલિટી મેનેજમેન્ટ ના વિદ્યાર્થીઓ માટે અને ઑરો  યુનિવર્સિટીના લોકો માટે સાંસ્કૃતિક સમજણ વધારી વધુ સારા વૈશ્વિક વેપારી બનવા વિશે છે,”  જેક્સને કહ્યું. “ઘણા હોસ્પિટાલિટી પ્રોફેશનલ્સ તેમના દેશની બહાર રહે છે અને કામ કરે છે. આ અનુભવ વિદ્યાર્થીઓને અગાઉ વિચાર્યું ના હોય એવી અનેક તકો પુરી પાડશે.

વિદ્યાર્થીઓના અનુભવો ઉપરાંત, કરારમાં ફેકલ્ટી એક્સચેન્જનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બંને સંસ્થાઓ વર્ચ્યુઅલ અને વ્યકિતગત વિનિમય વિકસાવી રહી છે જ્યાં ફેકલ્ટી તેમના શિક્ષણમાં વૈશ્વિક પરિપ્રેક્ષ્યોને કેવી રીતે સામેલ કરવા તે અંગેના વિચારો શેર કરશે. આ ઉપરાંત , જ્યારે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ શિક્ષણની તકો વધારવા માટે ભાગીદારી શરૂ કરવામાં આવી હતી, ત્યારે ઑરો યુનિવર્સિટી અને કેનેસો સ્ટેટ યુનિવર્સિટી  અન્ય વિદ્યાશાખાઓમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીનો સમાવેશ કરવા એક્સચેન્જને વિસ્તારવામાં રસ ધરાવે છે.

ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ 2029 સુધીમાં એકલા લક્ઝરી હોટેલ માર્કેટમાં 150,000 ની કુશળ કામદારોની અછતનો અંદાજ મૂક્યો છે અને અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના અહેવાલ મુજબ 81 ટકા હોટલ માલિકો ખુલ્લી જગ્યાઓ ભરવામાં અસમર્થ છે, ભવિષ્ય માં ઉત્સાહી, સારી રીતે પ્રશિક્ષિત અને વૈશ્વિક સ્તરે કેન્દ્રિત હોસ્પિટાલિટી પ્રોફેશનલ્સ બંને સંસ્થાઓના વિદ્યાર્થીઓને સ્થાન આપશે.

ઓરો યુનિવર્સિટી ની સ્થાપના નાવીન્યપૂર્ણ નુતન અભિગમ સાથે મહર્ષિ શ્રી અરવિંદજી ના આશીર્વાદ  અને પૂજ્ય શ્રી માતાજીની પ્રેરણાથી સુરત ખાતે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી અધિનિયમ ૨૦૦૯ આધારિત રામા પરિવાર દ્વારા વર્ષ ૨૦૧૧ થી થયેલ છે. ઓરો યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતની પ્રથમ UGC અધિનિયમ ૨(f) અને  ૨૨, ૨૦૦૩ અંતર્ગત  માન્યતા પ્રાપ્ત કાર્યરત યુનિવર્સિટી છે.  ઓરો યુનિવર્સિટી, સુરતની  રચનાનો મુખ્ય ઉદ્દેશ અભિન્ન અને પરિવર્તનશીલ શિક્ષણ પૂરું  પાડવાનો તેમજ અત્રે ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાંથી  વિદ્યાર્થીઓ ભારત દેશના જાગૃત નાગરિક  બને તેમજ  વિવિધ ક્ષેત્રમાં નેતૃત્વ પ્રદાન કરે અને રાષ્ટ્રને, સમાજને તેમજ પોતાને ઉપયોગી થાય અને  ભારત  દેશને વિશ્વગુરુ બનાવવામાં મદદરૂપ થઇ શકે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાનો છે.

હાલ માં ઓરો યુનીવર્સિટી દ્વારા  સ્થાપિત વિદ્યાશાખાઓ જેવી કે સ્કુલ ઓફ બીઝનેસ, સ્કુલ ઓફ હોસ્પિટાલિટી, સ્કુલ ઓફ આઈ.ટી., સ્કુલ ઓફ ડીઝાઈન, સ્કુલ ઓફ લો, સ્કુલ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન અને સ્કુલ ઓફ લીબરલ આર્ટસ એન્ડ હુમાન સાયન્સીસ દ્વારા BBA, MBA, BBA-LLB, BA-LLB, B. Sc.-IT, B. Sc.-Hospitality Management, BA, BA (Hons.) જેવા  વિવિધ  સ્નાતક, અનુસ્નાતક અને પી.એચ.ડી. અભ્યાસક્રમો  ચલાવવા માં આવી રહેલ  છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button