લેન્ક્સેસ ઝઘડીયા ખાતે પોતાની સીએસઆર પહેલ દ્વારા ટકાઉ પરિવર્તનને આગળ ધપાવે છે

લેન્ક્સેસ ઝઘડીયા ખાતે પોતાની સીએસઆર પહેલ દ્વારા ટકાઉ પરિવર્તનને આગળ ધપાવે છે
ઝઘડીયા, 4 મે, 2024: લેન્ક્સેસ ગુજરાતના ઝઘડીયામાં અસંખ્ય અસરપૂર્ણ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબીલીટી (સીએસઆર) પ્રોજેક્ટસ મારફતે ટકાઉતા અને સામુદાયિક વિકાસની પોતાની પ્રતિબદ્ધતાનો પુનઃએકરાર કરે છે. કંપનીએ આ પ્રદેશમાં છેલ્લા બે-ત્રણ વર્ષોમાં શિક્ષણ, પુનઃપ્રાપ્ય ઉર્જા, વ્યાવસાયિક તાલીમ અને જળ સંચયને પોત્સાહન આપવાના હેતુથી અસંખ્ય પહેલોને અમલી બનાવી છે.
લેન્ક્સેસ ઝઘડીયામાં પુનઃપ્રાપ્ય ઉર્જા ઉકેલોને પ્રોત્સાહન આપવામાં એક ચાલકબળ રહી છે. આબોહવા રક્ષણના વિષય પર ભાર મુકતા કંપનીએ સોલાર પેનલ્સ અને સોલાર સ્ટ્રીટ લાઇટ્સ સમગ્ર પ્રદેશમાં ગ્રામિણ વિસ્તારો, સરકારી શાળાઓ અને હોસ્પિટલો સહિતના મહત્ત્વના સ્થળોએ ઇન્સ્ટોલ કરી છે. આ સોલાર લાઇટીંગ પ્રોજેક્ટ્સ ફક્ત કાર્બન સ્ત્રાવમાં ઘટાડો કરે છે એટલુ જ નહી પરંતુ સમુદાયને વીજળીનો ટકાઉ સ્ત્રોત પણ પૂરો પાડે છે.
આ ઉપરાંત, કંપનીએ ઝઘડીયામાં સમુદાયની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ પ્રદેશમાં રેનવોટર હાર્વેસ્ટીંગમાં પણ રોકાણ કર્યુ છે. તેમાં ઓળખી કઢાયેલ ગામડાઓમાંથી વરસાદી પાણી એકત્રિત કરવાનો અને ભૂજળ સ્તરોને રિચાર્જ કરવાનો સમાવેશ થાય છે.
લેન્ક્સેસ હંમેશા ફળદાયી શીખાઉ પર્યાવરણનું સર્જન કરવામાં અને યુવા દિમાગોને સશખ્ત બનાવવા પ્રતિબદ્ધ રહી છે. આ પ્રદેશમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવાના હેતુથી કંપનીએ ઇ-લર્નીંગ સોફ્ટવેર્સ પૂરા પાડીને ઝઘડીયામાં મ્યુનિસપલ શાળાઓને પણ ટેકો પૂરો પાડ્યો છે. આ ઇ-લર્નીંગ ટૂલ્સ વિદ્યાર્થીઓને ઇન્ટરેક્ટીવ ઇ-લર્નીંગ અનુભવ પૂરો પાડે છે અને શિક્ષણની આધુનિક વ્યવસ્થા સાથે તેનો પરિચય કરાવે છે. વધુમાં લેન્ક્સેસએ મ્યુનિસિપલ શાળાઓમાં સ્કુલ બેગનું પણ વિતરણ કર્યુ છે અને તે રીતે વંચિત બાળકોને પ્રાથમિક શૈક્ષણિક સવલતોમાં ઍક્સેસ પૂરો પાડે છે.
કૌશલ્ય વિકાસ અને સશક્તિકરણની અગત્યતાને ઓળખી કાઢીને લેન્ક્સેસ છેલ્લા ઘણા વર્ષોથી પોતાની ઝઘડીયા ખાતેની ઉત્પાદન સવલત ખાતે વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમનો પણ અમલ કરી રહી છે. આ કાર્યક્રમ દ્વારા કંપની સ્નાતક એપ્રેન્ટિસોને જોબ પરની મૂલ્યવાન તાલીમ પૂરી પાડે છે.
લેન્ક્સેસએ સમુદાયની જરૂરિયાતના સમયમાં સ્ત્રોતો એકત્રિત કરીને અને ભરૂચ અને અંક્લેશ્વરની પૂરથી અસરગ્રસ્ત વસ્તીને આવશ્યક સામગ્રી પૂરી પાડીને ટેકો પૂરો પાડ્યો છે. ચાહે પૂર હોય કે અન્ય કુદરતી વિનાશ હોય, લેન્ક્સેસ જ્યાં કામગીરી કરે છે ત્યાં સામુદાયિક વિકાસ તરફે સતત યોગદાન આપ્યુ છે.
કોવિડ-19 રોગચાળા દરમિયાન લેન્ક્સેસએ થાણે અને મુંબઇ (મહારાષ્ટ્ર), ઉજ્જૈન (મધ્યપ્રદેશ) અને અંક્લેશ્વર અને ભરૂચ (ગુજરાત)ની હોસ્પિટલોને એડવાસન્ડ જર્મન વેન્ટીલેટર્સનુ પણ દાન કર્યુ હતું. તબીબી સંસ્થાઓ પરિસ્થિતિને વધુ સારી રીતે નાથી શકે તે માટે કંપનીએ 1 ટન ડિસઇન્ફેક્ટન્ટ, Rely+On™ Virkon™ અને અન્ય રાગત સામગ્રીઓ સાથે ફેસ માસ્કસનું પણ દાન કર્યુ હતું, જે વાયરસને ફેલાવવાને નિયંત્રિત કરવામાં અત્યંત અસરકારક હતા.
સીએસઆર પ્રોજેક્ટ્સના વિકાસ અંગે ટિપ્પણી કરતા લેન્ક્સેસ ઇન્ડિયાના વાઇસ-ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નમિતેષ રોય ચૌધરીએ જણાવ્યુ હતુ કે “લેન્ક્સેસ સમાજ માટે મૂલ્યનું સર્જન કરવાના પોતાના મિશન અને જે સમુદાયોને સેવા પૂરી પાડે છે તેમાં ટકાઉ વિકાસનુ સંવર્ધન કરવા પ્રત્યે પ્રતિબદ્ધ છે. અમારી સીએસઆર પહેલ જરૂરિયાતમંદ સમુદાયોને ટેકો આપવાની અને લાંબા ગાળાની સુખાકારીમાં યોગદાન અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. અમે સ્થાનિક સત્તાવાળાઓ અને અમારા જેવી કંપનીઓ સાથે ગાઢ રીતે કામ કરવાનું સતત રાખીશું અને ભવિષ્યમાં સમુદાયને અને ઝઘડીયા પ્રદેશના આસપાસના વિસ્તારોને ટેકો પૂરો પાડીશું.”