આરોગ્ય

મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા તાવ ફેલાવતા મચ્છરોને ઉત્પન્ન થતાં અટકાવવા જાગૃત્ત નાગરિક તરીકે આટલું કરીએ

મેલેરિયાથી બચવાનો એક જ ઉપાય ‘વહેલું નિદાન અને સંપૂર્ણ સારવાર

વર્ષ -૨૦૩૦ સુધીમાં મલેરિયા મુકત ગુજરાત નિર્માણનો રાજ્ય સરકારનો નિર્ધાર

Surat News: રાજ્ય સરકાર દ્વારા “મેલેરિયા Malaria મુક્ત ગુજરાત-૨૦૩૦” અભિયાન અતર્ગત સમગ્ર રાજ્યમાંથી વર્ષ ૨૦૩૦ સુધીમાં મેલેરિયા રોગનું નિર્મુલન કરવા માટે એક્શન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં ૧૦૦૦ની વસ્તીએ મેલેરિયાના કેસનું પ્રમાણ વર્ષ ૨૦૨૭ સુધીમાં શુન્ય સ્તરે લઇ જવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.

આ વર્ષે “મેલેરિયા મુક્ત ગુજરાત” ના લક્ષ્યોને પૂરા કરવા માટે આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમોથી મેલેરિયા રોગ અટકાયત અને નિયંત્રણ સાથે જનસમુદાયને જાગૃત્ત કરાઈ રહ્યા છે, ત્યારે માનવ સમુદાયમાંથી મેલેરીયાના પરોપજીવી જંતુ કાઢી જડમૂળમાંથી નાશ કરવો અને રોગનો ફેલાવો કરનાર મચ્છાર ઉત્પતિ સ્થાનો નાબૂદ કરવા તથા માનવ મચ્છર વચ્ચેનો સંપર્ક ઘટાડવો જરૂરી છે. મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા તાવ ફેલાવતા મચ્છરોને ઉત્પન્ન થતાં અટકાવવા જાગૃત્ત નાગરિક તરીકે આપણે આટલું કરીએ:

ઠંડી અને ધ્રુજારો સાથે તાવ આવવો, માથામાં દુઃખાવો, શરીરમાં કળતર, ઉબકા, ઉલ્ટીી, બેચેની, નબળાઇ તેમજ પરસેવાની સ્થિતિ એ મેલેરીયાના લક્ષણો છે. મેલેરીયા તાવના દર્દીએ આરોગ્ય કર્મચારી પાસે તુરંત બે ટીપા લોહી મેલેરીયાની તપાસ માટે લેવડાવી અને સારવાર લેવી. લોહીની તપાસમાં મેલેરીયાના જંતુઓ જણાય તો તેની સારવાર પૂરેપૂરી લેવી.

પીવાનું પાણી તેમજ ઘરવપરાશનું પાણી જેમાં ભરેલ હોય તે ટાંકા-ટાંકી, કોઠીને હવાચુસ્તા ઢાંકણ અથવા જાડા કપડાથી બંધ કરવા, પાણીની ટાંકી, કોઠી તમામને દર અઠવાડીયે ખાલી કરી કાથીની દોરી વડે ઘસીને સાફ કરી સૂકવીને ફરી ઉપયોગમાં લેવા.
બંધિયાર પાણીના ખાડા-ખાબોચીયાનો નિકાલ કરવો અને તેમાં બળેલું ઓઇલવાળા કપડાના બોલ બનાવી મુકવા અથવા કેરોસીન નાંખવું.

બંધ પડેલી ગટરો સાફ કરાવવી. આજુબાજુમાં ઉભેલું ઘાસ કઢાવવું અને ડસ્ટીંગ કરાવવું. મચ્છર ઉત્પતિ સ્થાનો શોધી કાઢી મચ્છર ઉત્પન્ન થતી જગ્યાઓનો નાશ કરવો.

શહેરમાં અને બાજુના વિસ્તારોમાં મકાનો બાંધવાની કામગીરી ચાલુ અથવા બંધ હોય ત્યારે બનાવેલ પાણીની કુંડીઓમાં મચ્છ‍ર ઉત્પનન્ન થાય નહિ તે માટેકોન્ટ્રાક્ટરોને ખાસ સૂચના આપવી, આવી જગ્યાઓમાં ઉત્પન્ન‍ થતા પોરાઓ-લાર્વાઓનો નાશ કરવો.
ફુલદાની, કુલર, સિમેન્ટોની ટાંકીઓ વગેરેનું પાણી દર અઠવાડીએ ખાલી કરી અંદરની સપાટી કાથી વડે ઘસીને સાફ કરો સૂકવો અને ચુસ્તે ઢાંકણથી બંધ કરો.

બિનવપરાશી કોઠી, માટલા વગેરે ખાલી કરી ઉંધા રાખો. ગટરસાફ કરી પાણી વહેતું કરો ગટરની આજુબાજુ ઉગેલી વનસ્પિતિ દૂર કરો.

મોટી પાણીની ટાંકીઓમાં પોરાભક્ષક માછલીઓ મૂકો. રોજ સવાર-સાંજ લોબાન-ગૂગળનો ધુમાડો કરી બારી-બારણા ત્રીસ મિનિટ બંધ રાખવા.

માણસ અને મચ્છર વચ્ચે સંપર્ક ઘટાડવા મચ્છરદાનીનો ઉપયોગ કરો, રિપ્લેન્ટનો ઉપયોગ કરો, વહેલી સવાર અને સંધ્યા સમયેથી જ તમારા મકાનોના બારી-બારણા બંધ રાખો.

શરીર પૂરતું ઢંકાય તેવા કપડા પહેરવા. સંધ્યા સમયે બારી-બારણા બંધ કરી કડવા લીમડાનો ધુમાડો કરવો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button