સુરત મહાનગરપાલિકા ઘ્વારા કતારગામ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂ. ૧૦.૬૧ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોની લોકાપર્ણ અને ખાતમૂહુર્ત વિધિ

સુરત મહાનગરપાલિકા ઘ્વારા કતારગામ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂ. ૧૦.૬૧ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોની લોકાપર્ણ અને ખાતમૂહુર્ત વિધિ
આજરોજ સુરત મહાનગરપાલિકા ઘ્વારા કતારગામ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂ. ૧૦.૬૧ કરોડના ખર્ચે સાકારિત થયેલ તથા સાકારિત થનાર વિવિધ પ્રકલ્પોની લોકાપર્ણ અને ખાતમૂહુર્તની તકતીની અનાવરણવિધિ માન. મેયર શ્રી દક્ષેશ માવાણીના વરદહસ્તે અને માન. ધારાસભ્ય શ્રી કિશોરભાઇ કાનાણી(કુમાર), માન. ધારાસભ્ય શ્રી વિનોદભાઇ મોરડિયા અને માન. ધારાસભ્ય શ્રી કાંતિભાઇ બલરની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવી.
સુરત મહાગરપાલિકાના કતારગામ ઝોન વિસ્તારમાં નીચે મુજબના પ્રકલ્પોની લોકાપર્ણ અને ખાતમૂહુર્તની તકતીની અનાવરણવિધિ કરી પ્રજાને અર્પણ કરવામાં આવેલ છે.
વિરામનગર સોસાયટીની બાજુમાં,સરદાર હોસ્પિટલની સામે વેડ રોડ ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક ૧૭૮,૧૭૯,૧૮૩,૧૮૪ની બીજી પાળીની શાળા માટે રૂ.૩.ર૩ કરોડના ખર્ચે સાકારિત કરવામાં આવેલ નવા મકાનનું લોકાર્પણ,
નગર પ્રાથમિક શાળા ક્રમાક ૧૧૧/૧૧રની બાજુમાં,શાબરીનગર પાસે,ભરીમાતા રોડ ખાતે રૂ.૩.૪૭ કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર બનાવવાના કામનું ખાતમુહૂર્ત,
બિઝનેશ ફેરની બાજુમાં ,કંતારેશ્વર મહાદેવ મંદિર પાસે,કતારગામ ખાતે રૂ. ર.૭૧ કરોડના ખર્ચે વોર્ડઓફિસ અને રીડીંગરૂમ બનાવવાના કામની ખાતમુહૂર્ત, ગીતાનગર ફુલવાડી, ખરી મહોલ્લા,ફુલપાડા ગામતળ ખાતે રૂ.૦.૪પ કરોડના ખર્ચે નવી આંગણવાડી બનાવવા તથા સંત નિર્વાણ બાગના રીડેવલેપમેન્ટ કરવાના કામનું ખાતમુહૂર્ત, પટેલ વાડી-૧,ઇલેકશન વોર્ડ નં.૬,કતારગામ શિવાજંલી રો-હાઉસની બાજુમાં, વોટર ડીસ્ટ્રબ્યુશન સેન્ટરની સામે, લાલ દરવાજા ખાતે રૂ.૦.૭પ કરોડના ખર્ચે સાકારિત ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવેલ છે.
સદર કાર્યક્રમમાં માન. વિવિધ સમિતિ અઘ્યક્ષશ્રીઓ,માન.મ્યુ. સદસ્યશ્રીઓ, નગર પ્રાથમિક શાળાના સ્ટાફ,નગરજનો, મિડિયાના મિત્રો તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.