મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક -272, નાના વરાછા – સુરતમાં આજે શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.
શાળાના શિક્ષિકા રેખાબહેન વસોયાએ મધુર કંઠે શ્રીરામ સ્તુતિ રજૂ કરી હતી. શાળાના શિક્ષકો અને બાળકોએ રામમય બની જયનાદો કરતા ભાવાવરણ સર્જન થયું હતું. શાળાના શિક્ષક શ્રી રાજેશભાઈ ધામેલિયા તથા કિરીટભાઈ ગુજરાતી દ્વારા રામના જુદા જુદા પ્રસંગો તથા આનુસંગિક વાતો રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પણ રામ મંદિર અંતર્ગત જુદી જુદી વાતો રજૂ કરી હતી. શાળાના આચાર્યશ્રી મિતેશભાઈ પ્રજાપતિ દ્વારા રામના જુદા જુદા ગુણો જીવનમાં ખીલવવા માટે રામના જીવનનું આચરણ કરવા માટે પ્રસંગો રજૂ કર્યા હતા. શ્રીરામ પ્રભુની સમૂહ આરતી કરવામાં આવી. તમામ વિદ્યાર્થીઓને પ્રસાદ આપવામાં આવ્યો હતો.
શાળાના વિદ્યાર્થીઓ રામાયણના પાત્રોની વેશભૂષા સાથે ભવ્ય રેલી યોજી હતી. સમગ્ર શાળાપરિવારે રામમય બની ઉત્સવની અનોખી ઉજવણી કરી હતી.