મહાશિવરાત્રીએ શિવાલયોમાં ઉમડ્યું ભક્તોનું મહેરામણ

મહાશિવરાત્રીએ શિવાલયોમાં ઉમડ્યું ભક્તોનું મહેરામણ
શિનોર તાલુકાના સાધલી મુકામે આજરોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર ને ખૂબ જ આકર્ષિક રીતે શણગારવામાં આવ્યું હતું અને શ્રી મણીનાગેશ્વર મહાદેવ મંદિરને પણ શણગારવામાં આવ્યું હતું અને વહેલી સવારથી જ શિવભક્તો શક્કરિયા બટાકા અને ફ્રૂટ ની પ્રસાદી સાથે શિવજીની પૂજા કરવા સતત આવી રહ્યા હતા.
આજરોજ શિવભક્તો દ્વારા શિવજીની સવારી બપોરે બે કલાકે શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર થી શણગારેલ ટ્રેક્ટર માં શિવજીને બેસાડીને શિવ ગીતોની રમઝટ ,આતશબાજી તથા મહિલા ભજન મંડળી સાથે યાત્રા ધામધૂમથી કાઢવામાં આવી હતી. અને શિવભક્તો પોતાના ઘરે શિવજીની બેઠક કરાવીને પૂજા કરતા હતા. સાંજના સમયે શ્રી મણી નાગેશ્વર મહાદેવથી શિવજીની સવારી કાઢવામાં આવી હતી. જેમાં યુવાનો સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા શિનોર પોલીસ દ્વારા શાંતિમય રીતે કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફિકની જાળવણી કરી હતી. કોઈ અજુગતો બનાવ આ શિવજીની સવારી દરમિયાન બન્યો નથી, અને શાંતિપૂર્ણ રીતે શિવજીની સવારી સંપન્ન કરવામાં આવી હતી. શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રિના ચાર પ્રહરની પૂજા શિવ ભક્તો દ્વારા કરવામાં આવી હતી.