વડાપ્રધાન મોદી સહિતના ભાજપના સ્ટાર પ્રચારકો ૨૭ એપ્રિલથી સમગ્ર ગુજરાતને ધમરોળી નાંખશે

લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 એપ્રિલે સુરત સિવાયની તમામ 25 લોકસભા બેઠકો પર મતદાન તેમજ 5 વિધાનસભા બેઠકો પર પેટચૂંટણીનું મતદાન થશે. મહત્વનું છે કે, સુરત લોકસભા બેઠક ભાજપ તરફી બિનહરીફ જાહેર થઈ છે.લોકસભા ચૂંટણીમાં બીજા ચરણનું મતદાન 26 એપ્રિલે થશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ 27 એપ્રિલથી ગુજરાતમાં પ્રચાર અભિયાન શરૂ કરશે.
વડાપ્રધાન મોદી સહિતના ભાજપના સ્ટાર પ્રચારકો ૨૭ એપ્રિલથી સમગ્ર ગુજરાતને ધમરોળી નાંખશે
આ અંગે પળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી અને અમિત શાહ 27 એપ્રિલથી 3 મે સુધી ગુજરાતમાં
ધુંઆધાર પ્રચાર કરશે. રાજ્યના ચાર ઝોન સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનમાં પીએમ મોદી ઝોન દીઠ
જનસભાઓ કરશે અને એક રોડ-શો કરશે. શહેરી વિસ્તારોમાં રોડ-શો, તો ગ્રામ્ય વિસ્તારોમાં જનસભા કરશે.
બીજા ચરણના મતદાન બાદ પીએમ મોદી અને અમિત શાહ સાથે ભાજપના તમામ સ્ટાર પ્રચારક ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 મે ગુજરાત સ્થાપના દિવસે ચૂંટણી પ્રચાર કરવા પહોંચશે અને જૂનાગઢમાં જનસભાને સંબોધિત કરશે. જયારે PM મોદી વડોદરામાં રોડ-શો કરવાના છે
વડાપ્રધાન દરેક ઝોનમાં બબ્બે જાહેર સભાઓ અને એક-એકરેલી કરશેઃ અમિત શાહ પણ સભાઓ ગજાવશે