ધર્મ દર્શન

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, દિલ્હીનો ૪૮ મો પાટોત્સવ ઉજવાયો

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, દિલ્હીનો ૪૮ મો પાટોત્સવ ઉજવાયો
અવગુણ માને કરીને આવે છે, વિવેક સત્સંગથી આવે છે – પ. પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી
વૈશ્વિક શાંતિ માટે મહાપૂજા યોજાઈ….
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, દિલ્હીનો ૪૮મો પાટોત્સવ, આરતી, પૂજન, ભવ્ય અન્નકૂટ, ભકિત સંગીત, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની પારાયણ તથા શ્રી મુકતજીવન સ્વામીબાપાની વાતોની પારાયણ તથા વૈશ્વિક શાંતિ માટે મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, અવગુણ માને કરીને આવે છે. સત્સંગથી મનુષ્યમાં વિવેક આવે છે, વિવેક મનુષ્યની શોભા છે અને તે શાંતિપ્રિય હોય છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના અનુભવની વાણી વચનામૃતમાં જણાવ્યું છે કે, મનુષ્યે આચારસંહિતા રૂપ શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન જીવવું. મનુષ્યમાં સત્સંગ, શાંતિ અને વિવેક હોવો અનિવાર્ય છે.
આ પ્રસંગે મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, મહંત શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, મહંત શ્રી દિવ્યવિભૂષણદાસજી સ્વામી, મહંત શ્રી સચ્ચિદાનંદદાસજી સ્વામી, સં. શિ. શ્રી શરણાગતવત્સલદાસજી સ્વામી તથા સંતવૃંદ પણ પધાર્યા હતા. ઘણી મોટી સંખ્યામાં દેશ વિદેશના હરિભક્તોનો સમૂહ પણ ઉપસ્થિત રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button