નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ દ્વારા કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન અપાયું
નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ દ્વારા કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન અપાયું
, સુરત : આજરોજ નવસારી લોકસભામાં સમાવિષ્ટ સુરત મહાનગરમાં આવતી ચાર વિધાનસભાઓ જેવી કે ચોર્યાસી, મજુરા, ઉધના તેમજ લીંબાયત વિધાનસભાના સહુ વરિષ્ઠ કાર્યકર્તાઓને આજરોજ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર કાર્યાલય પંડિત દીનદયાળ ભવન ઉધના ખાતે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત રહી આગામી ચૂંટણી લક્ષી મતદાતા ચેતના અભિયાન, પેજ કમિટી માં મતદાતાઓનો વધારો કરવા બાબત તથા મતદાતાઓ સુધી પહોંચી પાર્ટી નો વ્યાપ વધારવા માટે જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું
આ પ્રસંગે શહેર અધ્યક્ષ શ્રી નિરંજન ભાઈ ઝાંઝમેરા, નવસારી શહેરના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ સુરત મહાનગરના મહામંત્રી શ્રી ઓ શ્રી મુકેશભાઈ દલાલ શ્રી કિશોરભાઈ બિન્દલ શ્રી કાળુભાઈ ભીમનાથ ધારાસભ્યશ્રીઓ શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી મનુભાઈ પટેલ, શ્રી સંદીપભાઈ દેસાઈ, સંગઠનના સૌ પદાધિકારી શ્રી ઓ વોર્ડ પ્રમુખશ્રી ઓ મહામંત્રી શ્રી ઓ કોર્પોરેટર શ્રીઓ તથા વિશાળ સંખ્યા માં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.