ક્રાઇમ

ઈચ્છાપોર માથી ત્રણ ટેન્કર અને ૩૫૦૦ લીટર બાયો ડીઝલ સાથે ત્રણ ઈસમો ઝડપાયા : પીસીબી અને એસઓજીનો સંયુકત ઘરોડા

ઈચ્છાપોર માથી ત્રણ ટેન્કર અને ૩૫૦૦ લીટર બાયો ડીઝલ સાથે ત્રણ ઈસમો ઝડપાયા : પીસીબી અને એસઓજીનો સંયુકત ઘરોડા

શહેર વિસ્તારમાં બાયો ડિઝલ જેવું ભળતુ ઈંધણનો ફ્યુઅલ તરીકે ઉપયોગ કરાતો હોય જે સ્થળોને તાત્કાલીક અસરથી શોધી કાઢી રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસઓજીને સુચના મળેલ જે અંતર્ગત પી.સી.બી. પીઆઈ આર.એસ.સુવેરા અને એસ.ઓ.જી.ના પીઆઈ એ.પી.ચૌધરી નાઓએ સુરત શહેરમાં બાયો ડિઝલનુ ગેરકાયદે રીતે વેચાણ તથા હેરાફેરી કરતા ઈસમોને શોધી કાઢવા એસ.ઓ.જી. તથા પી.સી.બી.ના માણસોની અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃતી કરતા ઈસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા.

તે દરમ્યાન એસ.ઓ.જી. હે.કો. જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ તથા પો.કો. રાજેશભાઈ મધુભાઈ નાઓને ઈચ્છાપોર વિસ્તારમાં અમુક ઈસમો દ્વારા ગેરકાયદેસર બાયો ડિઝલનો સંગ્રહ કરી તેનો વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવી રહેલ હોવાની હકીકત મળતા જે હકીકત આધારે મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી દિપ વકીલ “જે” ડીવીઝન સુરત શહેર તથા એસ.ઓ.જી. તથા પી.સી.બી. ના અધિકારી/માણસોની સાથે સુરતના ઈચ્છાપોર રોડ ગાયત્રી એચ.પી. પેટ્રોલ પંપની બાજુમાં આવેલ “શ્રી સાલાસર લોજીસ્ટીક એન્ડ શીપીંગ પ્રા.લી.” ના સર્વિસ સેન્ટરના પાર્કિંગમાં રેઈડ કરી ત્રણ ઈસમો (૧) જગદીશભાઈ રામેશ્વરલાલ સાબુ રહે.ફ્લેટ નં.૩-એ નિધીવન એપાર્ટ. બીજવાસી સ્ટેટ પાર્લે પોઈન્ટ પાસે ઉમરા સુરત મુળ વતન રણોલી ગામ થાના રણોલી તા.દાતારામગઢ જી.સિક્કર (રાજસ્થાન) (૨) વિમલેશસીંગ નરેન્દ્રબહાદુરસીંગ રાજપૂત રહે.પ્લોટ નં.૧૧૩ જયક્રિષ્નાનગર વિભાગ-૦૨ બમરોલી રોડ પાંડેસરા સુરત મુળ વતન હિંસામપુર થાના ચંદવક તા.કેરાકટ જી.જોનપુર (ઉત્તરપ્રદેશ) (૩) ચંદ્રપ્રકાશ રાધેશ્યામ શુક્લા રહે.ઘર નં.૬૩ કેશવનગર બમરોલી પાંડેસરા સુરત મુળ વતન ભાલાપુર થાના મોહનગંજ તા.ત્રિલોઈ જી.અમેઠી (ઉત્તરપ્રદેશ) વાળાઓને હસ્તગત કરી બાયો ડિઝલ આશરે ૩૫૦૦ લીટર કિં.રૂ.૩,૧૫,૦૦૦, ટેન્કર નંગ-૦૩ કિં.રૂ.૫૧,૦૦,૦૦૦ મળી કુલ કિં.રૂ.૫૪,૧૫,૦૦૦ ની મત્તાનો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button