રાજનીતિ

નવસારી સાંસદ સી.આર.પાટીલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી સમાજ સેવા-દેશ સેવામાં સમર્પિત થવા આહ્વાન કર્યું હતું

રાષ્ટ્રીય કક્ષાની એઈમ્સની NORCET પરીક્ષામાં સુરત સિવિલના સરકારી નર્સિંગ કોલેજના સાત વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ:

સરકારી નર્સિંગ કોલેજ-સુરત માંથી ૩૦થી વધુ વિદ્યાર્થીઓ દેશભરની વિવિધ એઈમ્સમાં નર્સિંગ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે

સુરત:શુક્રવારઃ તા.૦૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની એઈમ્સની NORCET (નર્સિંગ ઓફિસર્સ રિક્રુટમેન્ટ કોમન એલિજીબિલીટી ટેસ્ટ)માં સુરતની નવી સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજના સાત વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ થયા છે. AIIMS-(All India Institute of Medical Sciences)માં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓએ પોતાની સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા એકસૂરે કહ્યું કે “કોવિડના કપરા કાળમાં જે રીતે નવી સિવિલમાં સેવા આપી હતી, એ જ રીતે એઈમ્સમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવીશું. લોકોની સેવા માટે હરહંમેશ તત્પર રહીશું” ફરજ પર હાજર રહી પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી સતત અભ્યાસથી એઈમ્સની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા પાસ કરવામાં સફળતા મેળવનાર આ વિદ્યાર્થીઓને નોકરી સાથે પરીક્ષાની તૈયારી શરૂ રાખવામાં નર્સિગ કોલેજનો ઉમદા સાથસહકાર મળ્યો હતો. આ સાત વિદ્યાર્થીઓ હવે દેશના અલગ અલગ રાજ્યોમાં આવેલી ૧૮ એઈમ્સ ઈન્સ્ટીટયુટની હોસ્પિટલોમાં ફરજ બજાવશે.

નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તબીબી ક્ષેત્રે નર્સિંગમાં કેરિયર બનાવવામાં સુરત શહેર હવે અગ્રેસર થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશભરની એઈમ્સમાં ગુજરાતમાંથી ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ નર્સિંગ ઓફિસર તરીકે સિલેક્ટ થયા છે. દેશમાં વર્ષ ૨૦૧૪ પછી એઈમ્સની સંખ્યા વધવાની સાથે નર્સિંગ ઓફિસર તરીકે સીધી ભરતી કરવામાં આવી રહી છે. NORCET પરીક્ષામાં પસંદગી પામેલા સુરતના વિદ્યાર્થીઓમાંથી સાત વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારનું કોચિંગ લીધા વિના પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. જે આપણા માટે ગૌરવની વાત છે કે, સુરતની સરકારી નર્સિંગ કોલેજના ૭ વિદ્યાર્થીઓ પૈકી ૬ દિકરીઓનું એઈમ્સમાં નર્સિંગ ઓફિસર તરીકે સિલેક્શન થવાથી મહિલા સશક્તિકરણ વેગ મળ્યું હોવાનો અહેસાસ થઈ રહ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button