સુરત ખાતે અલોહાની નેશનલ લેવલની અંકગણિત સ્પર્ધા યોજાઈ

સુરત ખાતે અલોહાની નેશનલ લેવલની અંકગણિત સ્પર્ધા યોજાઈ
સુરત
અલોહા દ્વારા બેટલ ઓફ બ્રેઈન અંતર્ગત પ્લેટિનમ હોલ, સરસાણા ખાતે નેશનલ લેવલની અંકગણિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટકા, આસામ,તામિલનાડુ, જમ્મુ કાશ્મીર વગેરે દેશના અલગ અલગ રાજ્ય માંથી 4 થી 14 વર્ષના 4000થી વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હતા જેમાંથી સુરતના 1200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ માં અલગ અલગ કેટેગરીમાં દાખલાઓ તથા પ્રશ્નોની સંખ્યા ૭૦ થી લઈને 120 રહેશે જે સોલ્વ કરવા માટે વિદ્યાર્થીઓને માત્ર ૬ મિનિટનો જ સમય આપવામાં આવ્યો હતો, આ સમયમાં પેપર સોલ્વ કરનાર વિદ્યાર્થીઓ વિજેતા જાહેર કરવામાં આવશે, સ્પર્ધાનું વિજેતા વિદ્યાર્થીઓની નામ ની જાહેરાત બીજા દિવસે ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત એવોર્ડ ફંક્શનમાં કરવામાં આવશે.