કારકિર્દી

સિવિલ હોસ્પિટલ ખાતે  બી.એસ.સી. નર્સિંગના વિદ્યાર્થીઓનો શપથવિધિ સમારોહ યોજાયો

સિવિલ હોસ્પિટલ ખાતે  બી.એસ.સી. નર્સિંગના વિદ્યાર્થીઓનો શપથવિધિ સમારોહ યોજાયો

પ્રથમ વર્ષ બી.એસ.સી.નર્સિંગના ૬૦ વિદ્યાર્થીઓએ શપથ લીધા: જમ્મુ કશ્મીરના ૧૦ વિદ્યાર્થીઓએ શપથ લીધીઃ વિદ્યાર્થીગણ દ્વારા મીણબત્તી પ્રદીપ્ત કરી લેમ્પ લાઇટનિંગ

ડોક્ટર કે હોસ્પિટલની સફળતામાં નર્સિંગ સેવાઓનું સવિશેષ યોગદાન હોય છેઃ શિક્ષણ ક્ષેત્રે સામાજિક કાર્યકર્તા રોમાબેન પટેલ

નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજમાં પ્રવેશ પામનાર ૧૫મી બેચના પ્રથમ વર્ષના બી.એસ.સી. નર્સિંગના વિદ્યાર્થીઓનો લેમ્પ લાઇટનિંગ અને શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં પ્રથમ વર્ષ બી.એસ.સી.નર્સિંગના ૬૦ વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા.

સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત લેમ્પ લાઇટનિંગ સેરેમનીમાં મહાનુભવોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા ૧૨ વિદ્યાર્થીઓને એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. વિદ્યાર્થીગણ દ્વારા મીણબત્તી પ્રજ્જવલિત કરવામાં આવી હતી.

શિક્ષણ ક્ષેત્રે સામાજિક કાર્યકર્તા શ્રીમતી રોમાબેન પરેશભાઇ પટેલે જીવનભર શીખવાના ભાવ સાથે આગળ વધવાનો અનુરોધ કર્યો હતો. કામકાજ દરમિયાન સતત મદદ કરવાની ભાવનાને જાળવીને સાથે સમાજસેવાને પણ પ્રાથમિકતા આપવી જોઈએ. કોઈને મદદ કરવાની ભાવના રાખવાની હિમાયત કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, નર્સિંગ એ ઉમદા વ્યવસાય છે, આજના સમયમાં નર્સિંગને કારકિર્દીનો ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. આરોગ્ય માળખામાં નર્સની ભૂમિકા પાયાના પથ્થર સમાન છે. દર્દીની કાળજી, સુરક્ષા અને સારવારની જવાબદારી નર્સના શિરે રહે છે. ઘણા સંજોગોમાં કેટલાક દર્દીનું ધ્યાન રાખવા નર્સ ચોવીસ કલાક કામ કરે છે. નર્સિંગ ક્ષેત્રે પોતાની કારકિરિર્દી બનાવવાનો નિર્ણય મહત્વપુર્ણ છે, કારણ કે, શિક્ષણની સાથે સેવા કરવાનો અવસર એકમાત્ર મેડિક્લના વિદ્યાર્થીઓને મળે છે, જેથી પુર્ણ નિષ્ઠાથી પોતાની ફરજ બજાવવી જોઇએ

વધુમાં તેમણે કહ્યું કે, નર્સિંગ સ્ટાફ દર્દી સાથે પરિવારજનની ભાવના સાથે સેવાસુશ્રુષા કરે છે. કોઈ પણ ડોક્ટર કે હોસ્પિટલની સફળતામાં નર્સિંગ સેવાઓનું સવિશેષ યોગદાન હોય છે.

નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા નર્સના જીવનમાં લેમ્પ લાઇટનિંગ અને શપથના મહત્વ સમજાવતાં કહ્યું કે, માનવ સેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવનાર એવા ઈ.સ. ૧૮૨૦માં જન્મેલા ફ્લોરેન્સ નાઈટિંગેલ સાથે લેમ્પ લાઇટનિંગ અને શપથની વિભાવના સંકળાયેલી છે. તેમને આધુનિક નર્સિંગના પ્રણેતારૂપે ‘લેડી વિથ ધ લેમ્પ’ તરીકે ઓળખવામાં આવે છે. નર્સ એ હોસ્પિટલનું હૃદય છે, અને કોઈ પણ હોસ્પિટલ કે ડોક્ટર તેમની હાજરી વિના સફળતાપૂર્વક કાર્ય કરી શકતા નથી. કોરોનાની પરિસ્થિતિમાં નર્સિંગ સ્ટાફે સેવાપરાયણતાના ભાવ સાથે પરિવારની ચિંતા કર્યા વિના પોતાની ફરજ બજાવી હતી, એવી જ રીતે ભવિષ્યમાં સૌએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીનશ્રી જયેશ બહ્મભટ્ટ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમાર, આર.એમ.ઓ. કેતન નાયક, નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રાવતી રાવ, ફિઝિયોથેરાપી કોલેજના પ્રિન્સિપલશ્રી મનમીત કૌર, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા, નિર્સિંગ એસોશિએશન ગુજરાત પ્રમુખ હિતેશ બટ્ઠ,વિદ્યાર્થી સલાહકાર કમલેશ પરમાર, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સુમનતિ ગાવડે,નર્સિંગ એસોશિએશનના હોદેદારો,નહેડનર્સ, સ્ટાફનર્સ સહિત નર્સિંગ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button