ધર્મ દર્શન

સંત રાજીન્દર સિંહજી મહારાજની અધ્યક્ષતામાં અમદાવાદમાં સત્સંગ તથા નામદાનના કાર્યક્રમનું આયોજન

અમદાવાદ: સાવન કૃપાલ રૂહાની મિશન તરફથી  સંત રાજીન્દર  સિંહજી મહારાજની અધ્યક્ષતામાં બે દિવસીય સત્સંગ તથા નામદાનનો કાર્યક્રમ 10- 11 ઓક્ટોબર 2023 ના રોજ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર અમદાવાદમાં આયોજિત કરવામાં આવ્યો. આ જગ્યાનું ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ છે જ્યાં હજારોની સંખ્યામાં લોકો સંત રાજીન્દર સિંહજી મહારાજ નો સત્સંગ સાંભળવા માટે એકત્રિત થયા. સંત રાજીન્દર સિંહજી મહારાજની અમદાવાદની આ પાંચમી યાત્રા છે. આના પહેલા તેઓ 2001, 2006, 2011 અને 2018 માં સત્સંગ પ્રવચન માટે પધાર્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પરમ પૂજનીય માતા રીટાજી દ્વારા સંત કબીર સાહેબની રબ્બી વાણી થી ગવાયેલ “કબીરા તુહી, કબીર, તું તેરા નાઉ કબીર”.(કબીર તુ આપ હી કબીર હૈ ઓર આપકા નામ મહાન હૈ) શબ્દથી થઈ. ત્યારબાદ સંત રાજીન્દર સિંહજી મહારાજે પોતાની દિવ્ય વાણીમાં સમજાવ્યું કે આપણે ખોટા ગર્વ અને અહંકારથી ઉપર ઉઠવું પડશે જેથી કરીને આપણે પોતાના જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાની જાતને ઓળખવું તથા પિતા પરમેશ્વરને મેળવવા તેને પૂરો કરી શકીએ .

સંત રાજીન્દર સિંહજી મહારાજે પોતાના સત્સંગમાં કહ્યું કે મનુષ્ય હોવાના નાતે આપણે પોતાનું જીવન અહંકાર, મોહ અને ગર્વમાં ફસાઈને પસાર કરીએ છીએ. આપણે બહારની દુનિયા ની ધન સંપત્તિ અને નાશવાન વસ્તુઓ ના મળવા પર ગર્વ મહેસુસ કરીએ છીએ પરંતુ આપણે એ નથી જાણતા કે ખરો ખજાનો આપણી અંદર છે. આપણે જૂઠ ફરેબની જિંદગી જીવતા જીવતા પોતાની ઉપર કર્મોનો બોજ વધારતા રહીએ છીએ. અને દિવસે દિવસે પિતા પરમેશ્વર થી દૂર થતા જઈએ છીએ.

આગળ તેમણે સમજાવ્યું કે મનુષ્ય જન્મ આપણને કેવળ પિતા પરમેશ્વરને મેળવવા માટે મળ્યો છે. આ શરીરમાં આપણને જે શ્વાસોની પુંજી મળી છે તે સીમિત છે. જે ખતમ થવા પર એક દિવસ આપણને કાં તો સળગાવી દેવામાં આવશે અથવા તો કબરમાં દફનાવી દેવામાં આવશે. આજ જિંદગી નું સત્ય છે. જો આપણે માનવ જીવનના સાચા ધ્યેયને મેળવવો છે તો આપણે આ બહારી દુનિયા ની ઈચ્છાઓને ખતમ કરીને પોતાનું ધ્યાન પિતા પરમેશ્વરની તરફ કરવું પડશે. અસલી આત્મિક ખજાના આપણી અંદર છે. જે વ્યક્તિ પોતાનું જીવન પ્રેમ, સચ્ચાઈ અને નમ્રતાથી પસાર કરે છે તે આ આત્મિક ખજાનાઓને પોતાની અંદર મેળવી શકે છે. જ્યારે આપણે ધ્યાન અભ્યાસ કરીએ છીએ તો આપણે ગર્વ અને અહંકારને છોડીને ખુશી અને આનંદથી આનંદથી પોતાનું જીવન પસાર કરવા લાગી છીએ. જેના ફળ સ્વરૂપે આપણે પોતાના કદમ પિતા પરમેશ્વર તરફ ઝડપથી ઉપાડવા લાગીએ છીએ.

સંત રાજીન્દર સિંહજી મહારાજ ના સત્સંગ કાર્યક્રમમાં ફક્ત અમદાવાદથી જ નહીં પરંતુ ભારતના વિભિન્ન રાજ્યમાંથી હજારો લોકો ઉપરાંત વિદેશોથી આવેલા લગભગ 100 જેટલા ભાઈ બહેનોએ પણ ભાગ લીધો.

સંત રાજીન્દર સિંહજી મહારાજ બિન લાભકારક સંગઠન સાવન કૃપાલ રુહાની મિશન ના પ્રમુખ છે. જેને પુરા વિશ્વમા આધ્યાત્મિક વિજ્ઞાનના રૂપમાં પણ માનવામાં આવે છે.સંત રાજીન્દર સિંહજી મહારાજ નું જીવન અને કાર્ય લોકોને મનુષ્ય જીવનના મુખ્ય ઉદ્દેશ્યને શોધવામાં મદદ કરવા માટે પ્રેમ અને નિસ્વાર્થ સેવાની સતત ચાલતી યાત્રા ના રૂપમાં જોવામાં આવે છે. પાછલા 34 વર્ષોથી તેમણે જીવનના દરેક ક્ષેત્રમાં લાખો લોકોને ધ્યાન અભ્યાસની વિધિ શીખવીને તેમને તેમના વાસ્તવિક સ્વરૂપ એટલે કે આત્મિક સ્વરૂપ થી જોડાવામાં મદદ કરી છે. તેમનો સંદેશ આશા, પ્રેમ માનવ એકતા અને નિસ્વાર્થ સેવાનો સંદેશ છે.

સંત રાજીન્દર સિંહજી મહારાજ ધ્યાન અભ્યાસની એક સરળ વિધિ શીખવવા માટે પૂરી દુનિયામાં યાત્રા કરે છે. જેનો અભ્યાસ સ્ત્રી હોય કે પુરુષ, બીમાર હોય કે સ્વસ્થ, ભલે તે કોઈપણ જાતિ, ધર્મ, કે ઉંમર હોય કોઈપણ કરી શકે છે આ વિધિ ને સુરત શબ્દ યોગ અથવા પ્રભુની જ્યોતિ અને પ્રભુની શ્રુતિનો માર્ગ પણ કહેવામાં આવે છે.

તેમને ધ્યાન અભ્યાસ પર આધારિત સેમિનારો અને પુસ્તકો ના માધ્યમથી લાખો લોકોને ધ્યાન અભ્યાસ શીખવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત છે. તેમના પ્રમુખ પુસ્તક ડિટોક્ષ ધ માઈન્ડ અને મેડીટેશન ઇસ મેડીકેશન ફોર ધ સોલ. અને ધ્યાન અભ્યાસ દ્વારા આંતરિક અને બહારી શાંતિ મુખ્ય છે. તેમની ઘણી ડીવીડી, ઓડિયો બુક અને આર્ટીકલ્સ ટીવી રેડિયો અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

સંત રાજીન્દર સિંહજી મહારાજ ને વિભિન્ન દેશો દ્વારા અનેક શાંતિ પુરસ્કારો અને સન્માનોની સાથે સાથે પાંચ ડોક્ટરેટની પદવીઓથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.સાવન કૃપાલ રુહાની મિશનના સંપૂર્ણ વિશ્વમાં 3200 થી પણ વધારે કેન્દ્ર તમે સ્થાપિત છે. તથા મિશનનું સાહિત્ય વિશ્વની 55 થી પણ વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેનું મુખ્યાલય વિજયનગર દિલ્હીમાં છે. તથા આંતરરાષ્ટ્રીય મુખ્યાલય નેપર વિલે અમેરિકામાં સ્થિત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button