ઈંગરસોલ રેન્ડના સીએસઆર હેઠળ ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વં માનવતા દિન નિમિતે સરદાર ગુજરાતી શાળા નંબર-૧ ખાતે ૧૨૦૦ થી વધુ વંચિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીના વિતરણ કરવામાં આવ્યું.
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત પૂરી થાય તેટલી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે.
ઈંગરસોલ રેન્ડના સીએસઆર હેઠળ ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વં માનવતા દિન નિમિતે સરદાર ગુજરાતી શાળા નંબર-૧ ખાતે ૧૨૦૦ થી વધુ વંચિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ઉદગમના શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવને આવકારીને ઉદગમ ટ્રસ્ટ દ્વારાના કાર્યોની માહિતી આપતા વિશેષ વિવિધ સરકારી શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસ, માનસિક અને શારીરિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીને કરવામાં આવતા શૈક્ષણિક કાર્યોની માહિતી આપી હતી .
કાર્યક્રમના મેહમાન પદે પધારેલ અમદાવાદ (પૂર્વ)ના લોકલાડીલા સંસદસભ્ય હસમુભાઈ પટેલે ઉદગમના સેવાકાર્યોને બિરદાવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિક્ષણને પાયાની જરૂરીયાત માનીને ખુબ કામ કરવામાં આવી રહ્યું છે સાથોસાથ અમદાવાદ ક્રોપોરેશનની વિવિધ શાળાઓમાં તેમના દ્વારા કરવામાં આવતી કામગીરી વિષે જણાવ્યું. અતિથિ વિશેષ પદે પધારેલ નરોડાના ધારાસભ્ય ડો. પાયલબેન કુકરાણીએ નરેન્દ્ર મોદીના બાળલક્ષી અભિગમ વિષે જણાવતા જરૂરીયાતમંદ બાળકોને શૈક્ષણિક સામગ્રીની સહાય બદલ ઉદગમ અને ગાર્ડનર ડેનવર અને ઈંગરસોલ રેન્ડના કાર્યોની સરાહના કરી હતી.સર્વે મહાનુભાવોના હસ્તે શાળાના વંચિત બાળકોને અભ્યાસ સારું ફુલ સ્કેપ ચોપડા અને પેન્સિલ, રબર, ફુટપટ્ટીની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મહેમાનોમાં ઈંગરસોલ રેન્ડના વિશ્વાસ દેસમુખ, મહાદેવ પટેલ, ડેનિશ રાઠોડ, આરતી જહાં, અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર બિપિન સિક્કા, બીજેપી નરોડા વોર્ડ પ્રમુખ અશોકભાઈ હસાની, મહામંત્રી સુનિલ રાય, દિપક ચાવડા, કર્ણાવતી વેપાર સેલના સંયોજક વિનોદ આસનની તથા ઉદગમ ટ્રસ્ટના પારંજિત કૌર છાબડા, મનોજભાઈ જોશી, અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય જ્યોત્સનાબેન ડામોર, બેલાબેન બારીયા, કુણાલ ગુપ્તા, કિંજલબેન અને શિક્ષકગણે કાર્યક્રમને સફળ બનાવવા માટે ખુબ જહેમત ઉઠાવી હતી.
શાળાના આચાર્ય કુણાલ ગુપ્તાએ પધારેલ મહાનુભાવો અને દાતાઓનો આભાર માન્યો હતો.