ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસએ સુરતમાં ફાઉન્ડેશનલ અને પ્રાથમિક લેવલના શિક્ષકો માટે કેપિસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું

સુરત: ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક ડિપાર્ટમેન્ટ ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ ઈન્ડિયા (ઓયુપી) ફાઉન્ડેશનલ તથા પ્રિપેરેટરી તબક્કાઓ માટે એનસીએફ 2023ના અસરકારક અમલીકરણ અંગે શિક્ષક તાલીમ અંગે વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપ દરમિયાન ઓયુપીના વડપણ હેઠળ ગણિત સિરીઝ, ‘ન્યૂ એન્જોયિંગ મેથેમેટિક્સ’ના નવા તથા સુધારેલ આવૃત્તિનું અનાવરણ જાણીતા લેખિકા શ્રી આશાલતા બાદામીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં આશરે 250 જેટલા પ્રાથમિક-સ્તરના શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો અને વર્ગખંડમાં ગણિતના સિદ્ધાંતોને રજૂ કરવા માટે એક્સપિરીયન્સ-લેંગ્વેજ-પિક્ચર-સિંબોલ (ઈએલપીએસ) સિસ્ટમ અંગે પરિચય કરાવ્યો હતો. એનસીએફ-2023 સાથે સહયોગ કરીને ઓક્સફોર્ડની ગણિત સંબંધિત સિરીઝ, ન્યુ એન્જોઈંગ મેથેમેટિક્સનું આશરે વીસ વર્ષથી અનુપાલન કરવામાં આવે છે.
આ વર્કશોપ દરમિયાન, સુશ્રી બાદામીએ એવા ઉપકરણો પ્રસ્તુત કર્યાં કે જે મુખ્યત્વે અનુભવાત્મક શિક્ષણ તથા વિષય એકીકરણના માધ્યમથી મજબૂત સાંખ્યાત્મક કૌશલનું ઉત્પાદન કરે છે, તેને લીધે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ખુશી, જીજ્ઞાસુ અને આશ્ચર્યતાની ભાવના સર્જાય છે. તેમણે ગણિત વર્ગખંડમાં ટીકાત્મક વિચાર, સંચાર, સહયોગ તથા રચનાત્મકતા જેવા 21મી સદીના કૌશલનો સમાવેશ કરી એવી અવધારણાનું નિર્માણ કરવા માટે સરળ પણ રચનાત્મક કહી શકાય તેવા 21મી સદીના કૌશલનો સમાવેશ કરતાં ચોક્કસ અવધારણા માટે ચોક્કસ દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો. ગણિતને ચોક્કસ આંદોલન અને કલા સાથે જોડનાર નવીનત્તમ તથા સમસામયિક વિચારો સાથે સંપૂર્ણ દ્રષ્ટિકોણને લગતી પ્રવૃત્તિના આધાર પર તથા ગેમ્સ દ્વારા સમર્થિત હતા.
ગણિતને લગતા કાર્યક્રમોની ડિઝાઈન કરતાં તથા શિક્ષકોને તાલીમ આપવા માટે 30થી વધારે વર્ષોના અનુભવનો લાભ ઉઠાવનારી આશાલતા બાદામી કહે છે કે “અમારા સતત એક આગમનાત્મક દ્રષ્ટિકોણ અપનાવવાનો પ્રયાસ રહ્યો છે, જે ગણિતને લગતી અવધારણાનું સર્જન કરવા માટે અંતિમ-વિષયોનો ઉપયોગ કરે છે. આ વિષયોને કલા તથા શિલ્પ સાથે જોડી શકાય છે, વિજ્ઞાન, પર્યાવરણને લગતા અભ્યાસ, સામાજીક અભ્યાસ તથા સહ-અભ્યાસ સંબંધિત પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. આ વર્કશોપનો પ્રાથમિક ઉદ્દેશ શિક્ષકો માટે એક એવી એજ્યુકેશનથી સજ્જ કરવાનો છે કે જેમાં રચનાત્મક રીતે ઉપયોગ કરી શકાય તેવી સરળ સામગ્રીનો ઉપયોગ કરી વર્ગખંડને લગતા અવરોધોની અંદર યથાર્થવાદી રીતે કામ કરવામાં સક્ષમ બનાવે છે. અમારા આ વિચારમાં ગણિતને લઈ એવો અનુભવ ન થવો જોઈએ કે જેથી વિદ્યાર્થી સંપૂર્ણપણે પ્રક્રિયાત્મક રીતે જોવે છે તથા આપણે તેને વાસ્તવિક દુનિયાની સ્થિતિ સાથે આમ કરવામા આવે છે.”
નવી શિક્ષણ નીતિ (એનઈપી) 2020 તથા રાષ્ટ્રીય અભ્યાસક્રમ કાર્યમાળખા (એનસીએફ) 2023ને અનુરૂપ ન્યુ એન્જોયિંગ ગણિત મેથેમેટિક્સ અભ્યાસક્રમ, (3 લેવલ) અને ગ્રેડ 1-8ને પૂરો કરે છે. આ ગણિતને લગતો અભ્યાસક્રમ એક પ્રવૃત્તિ આધારિત અભિગમ અપનાવે છે, જેમાં ગણિતને લગતા ચોક્કસ ભયને ખતમ કરવા તથા વિદ્યાર્થીના સંજ્ઞાત્મક, રચનાત્મક અને શારીરિક વિકાસને ઉત્તેજન આપવા પર મુખ્ય ધ્યાન આપવામાં આવે છે.
પ્રિ-પ્રિલિમરી લેવલ પર ન્યુ એન્જોઈંગ મેથેમેટિક્સ વાર્તા આધારિત પ્રવૃત્તિ પુસ્તકોનું સ્વરૂપ ધારણ કરે છે, જે વર્કશીટ, ગણિત અને આંદોલન સંબંધિત અભ્યાસ અને ગણિત અને કલાને લગતી પ્રવૃત્તિઓની સાથે ચોક્કસ અવધારણા અંગે યોગ્ય પરિચય આપે છે. આ સમગ્ર દ્રષ્ટિકોણનો ઉદ્દેશ યુવાન શિક્ષકો માટે ગણિત શીખવાને લઈ આકર્ષક તથા આનંદદાયક અનુભવ બનાવે છે.
આ બાબત અંગે ધ્યાન આપવાની જરૂર છે કે આ વર્ષે, ઓયુપીએ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) સાથે મળી થિંક-શેર-લર્ન પ્રેક્ટિસ (ટીએસએલપી) નામનો એક સંશોધન આધારિત ક્ષમતા નિર્માણ કાર્યક્રમ શરૂ કર્યો, જે વિશેષ કરીને મૂળભૂત લેવલ પર શિક્ષકો માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પહેલ શિક્ષકોને અનુભવાત્મક શિક્ષણ આધારિત અને ભારતીય લોકાચારમાં ચોક્કસ અભ્યાસક્રમ ડિઝાઈન તથા શિક્ષણ પદ્ધતિમાં કૌશલથી સુસજ્જ કરે છે.
Learn more about OUP at www.india.oup.com