પાંડુરંગ ખાનખોજે પ્રાથમિક શાળા 232 ગણેશપુરા અમરોલીમાં શિક્ષકદિવસ ની ઉજવણી

પાંડુરંગ ખાનખોજે પ્રાથમિક શાળા 232 ગણેશપુરા અમરોલીમાં શિક્ષકદિવસ ની ઉજવણી
આજરોજ અમરોલી વિસ્તારની સુપ્રસિદ્ધ પાંડુરંગ ખાનખોજે પ્રાથમિક શાળા ક્રમાંક 232 ગણેશપુરા અમરોલી (સવાર પાળી) શાળા દ્વારા બાળકોમાં ગુરુ પ્રત્યે આદરભાવ વધે અને શિક્ષકનું યોગ્ય માન સન્માન જળવાય તે માટે આજરોજ સર્વપલ્લી રાધાકૃષ્ણ ની યાદ માં તેમના જન્મદિવસ નિમિત્તે બાળકોએ શિક્ષક બની અને એક સુંદર મજાની ભૂમિકા ભજવી .. બાળકોએ સરસ મજાના પાઠ વર્ગમાં ભણાવ્યા તેમજ શાળામાં આચાર્યથી માંડીને પટાવાળા સુધીની તમામ પ્રકારની ભૂમિકાઓ બાળકો દ્વારા ભજવવામાં આવી સમગ્ર કાર્યનું આયોજન ઈનચાર્જ આચાર્ય શ્રી ભરતભાઈ લખાણી દ્વારા કરવામાં આવ્યું તેમજ સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે ની સંપૂર્ણ સમજ શાળાના શિક્ષક શ્રી પ્રવીણસિંહ પરમાર અને મનહરભાઈ જલોદરા દ્વારા બાળકોને આપવામાં આવી.. કાર્યક્રમના અંત તરફ જતા તમામ બાળકો કે જેઓ આજે શિક્ષક બન્યા છે તેમને શાળા પરિવાર તરફથી પ્રોત્સાહ સ્વરૂપે ગિફ્ટ માં એક પેન આપવામાં આવી..અને સાચા અર્થ માં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનજી ને યાદ કરવામાં આવ્યા.