લોક સમસ્યા

સુરત જિલ્લાના પેન્શનરોએ તા.૩૧મી જુલાઇ સુધી પોતાની હયાતીની ખરાઈ કરાવી લેવી વેબસાઈટ પર ઓનલાઈન હયાતીની ખરાઈ પણ થઈ શકશે

સુરત જિલ્લાના પેન્શનરોએ તા.૩૧મી જુલાઇ સુધી પોતાની હયાતીની ખરાઈ કરાવી લેવી

વેબસાઈટ પર ઓનલાઈન હયાતીની ખરાઈ પણ થઈ શકશે

વિદેશમાં રહેતા પેન્શનરોએ નોટરી પાસે ફોટા સહિત, બેંક/શાખા, પીપીઓ નં., ખાતા નં. લખીને હયાતીની ખરાઈ કરાવવી

સુરત:શનિવાર: પેન્શન ચુકવણા કચેરી-સુરત અને તાબાની પેટા તિજોરી કચેરીઓમાંથી IRLA સ્કીમ હેઠળ (બેંક મારફત) રાજય સરકાર તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઇ તિજોરી કચેરી સાથે સંલગ્ન બેંક શાખામાં તા.૦૧/૦૫/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધીમાં કરાવી લેવાની રહેશે. પેન્શનર www.jeevarpramaan.gov.in વેબસાઈટ પર પણ ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી શકશે. જે પેન્શનરોએ આધાર તથા પાનકાર્ડ આપેલ નથી તેવા પેન્શનરોએ આધાર કાર્ડ તથા પાન કાર્ડ હયાતિના ફોર્મ સાથે અચુક સામેલ કરવાના રહેશે. જે પેન્શનરોના હયાતીના ફોર્મ અત્રેની કચેરીને પ્રાપ્ત નહિ થાય તેવા પેન્શનરોનું ઓગષ્ટ-૨૦૨૪ પેઈડ ઈન સપ્ટેમ્બર-૨૦૨૪ થી પેન્શન બંધ કરાશે.

વિદેશમાં રહેતા પેન્શનરોએ નોટરી પાસે ફોટા સહિત, બેંક/શાખા, પીપીઓ નં., ખાતા નં. લખીને હયાતીની ખરાઈ કરાવવી. કચેરીની પુર્વ મંજુરી વિના બેંકની શાખા બદલનાર પેન્શનરોની હયાતીની ખરાઇ કરાશે નહિ. પેન્શનરોએ અત્રેની કચેરીમાં પીપીઓમાં કરેલ સહીના નમુના મુજબની સહી હયાતીના ફોર્મ પર કરવી. ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન જે પેન્શનરો જુની કે નવી પધ્ધતિ મુજબ આવકવેરો કપાવવા માગે છે તેની વિગત પુરી પાડવી તથા આવકવેરાના હેતુ માટે રોકાણ કરનાર હોય તેવા પેન્શનરોએ રોકાણની માહિતી ફોર્મ-૧૨બીમાં પુરી પાડવી. વર્ષ ૨૦૨૩-૨૪ ના આવકના પ્રમાણપત્ર https:/cybertreasury.gujarat.gov.in વેબસાઈટ પરથી મેળવી લેવાના રહેશે એમ શ્રેયાન તિજોરી અધિકારી, પેન્શન ચુકવણા કચેરી-સુરતની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button