ક્રાઇમ

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાના કેસમાં પોલીસે 3 આરોપીની હરિયાણાથી ધરપકડ કરી

દેશમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ માહિતી આપી છે કે બંને આરોપીઓએ સલમાનના ઘરની બહાર તેને મારવાના ઈરાદાથી નહીં, પરંતુ એક્ટરને ડરાવવા માટે ફાયરિંગ કર્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને આરોપીઓએ રૂ.4 લાખની સોપારી લીધી હતી. શરૂઆતમાં 1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા, બાકીના 3 લાખ રૂપિયા કામ પૂર્ણ થયા બાદ આપવાનું નક્કી કરાયું હતું.

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાના કેસમાં પોલીસે ત્રીજા આરોપીની હરિયાણાથી ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ આરોપી અમેરિકામાં બેઠેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના સંપર્કમાં હતો. એટલું જ નહીં, આ આરોપી સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા બે શૂટર્સના સંપર્કમાં રહ્યો હતો.

 

પોલીસને શંકા છે કે તેણે જ અનમોલ બિશ્નોઈની સૂચના બંને શૂટર્સ સુધી પહોંચાડી હતી. 14 એપ્રિલે સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ પોલીસે ગુજરાતમાંથી સાગર પાલ અને વિકાસ ઉર્ફે વિકી ગુપ્તાની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તે હરિયાણાના એક જ શકમંદને ફાયરિંગની માહિતી આપતો હતો.

 

આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધી બિહારના બંને આરોપીઓનાં પરિવારજનોનાં નિવેદનો નોંધ્યાં છે. આ સિવાય ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં હરિયાણા અને અન્ય રાજ્યોમાંથી લગભગ 7 લોકોને બોલાવીને પૂછપરછ કરી છે. આ ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સલમાનના ઘરે તેને અને તેના પિતા સલીમ ખાનને મળવા પહોંચ્યા હતા

 

દરમિયાન સૂત્રોએ એવી પણ માહિતી આપી છે કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ કેસમાં સલમાન ખાનનું નિવેદન પણ રેકોર્ડ કરશે. આ પહેલાં સલમાને પોતાના પરિવારની સુરક્ષાને લઈને મુંબઈ પોલીસ અધિકારીઓ સાથે નારાજગી અને ચિંતા વ્યક્ત કરી હતી. આટલી ભારે સુરક્ષા હોવા છતાં આ ઘટના કેવી રીતે બની તે અંગે પણ તેણે પોલીસને સવાલ કર્યો હતો.

 

આ કેસના મુખ્ય આરોપીઓની ઓળખ વિકી ગુપ્તા અને સાગર પાલ તરીકે કરવામાં આવી છે, જેઓ બિહારના રહેવાસી છે. તેઓએ પનવેલમાં સલમાનના ઘર અને ફાર્મ હાઉસની રેકી કરી હતી અને પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપીએ જે પિસ્તોલ વડે ફાયરિંગ કર્યું હતું તે રિકવર થઈ નથી.

 

પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર, એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના થોડા કલાકો પહેલાં શૂટર સાગર પાલને બંદૂક આપવામાં આવી હતી, જે 13 એપ્રિલની રાત્રે બાંદ્રા વિસ્તારમાંથી આરોપીને સપ્લાય કરવામાં આવી હતી. જો કે, ક્રાઈમ બ્રાન્ચ હજુ તપાસ કરી રહી છે કે બંદૂક સપ્લાય કરનાર વ્યક્તિ કોણ હતી. પોલીસ સાગર પાલ અને વિકી ગુપ્તા બંનેને પૈસા આપનાર વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરી રહી છે. સલમાન ખાનના ઘરે થયેલા ફાયરિંગમાં હરિયાણાથી અટકાયત કરાયેલ વ્યક્તિની શું ભૂમિકા હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, 14 એપ્રિલ રવિવારની સવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, ફાયરિંગ કરનારા શૂટરો હવે પોલીસની કસ્ટડીમાં છે. ઘટનાને અંજામ આપતી વખતે, બંને શૂટરોએ તેમના ચહેરા છુપાવી દીધા હતા જેથી તેઓ સીસીટીવીમાં ઓળખી ન શકે. બંનેએ તેમના હેલ્મેટ અને પહેરેલી કેપ ઉતારી દીધી હતી, જેના કારણે તેમના ચહેરા નજીકના સીસીટીવીમાં કેદ થયા હતા. જો કે, તે માઉન્ટ મેરી ચર્ચ પાસે તેની મોટરસાઇકલ છોડીને ચાલ્યા ગયા હતા. બંને આરોપીઓની ધરપકડ કરવામાં મુંબઈ પોલીસને આધાર કાર્ડથી ઘણી મદદ મળી હતી.

 

 

મુંબઈની ફોર્ટ કોર્ટે બંને આરોપીઓને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. બંને આરોપીઓની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સોમવારે મોડી રાત્રે ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી હતી. મંગળવારે બપોરે તેને મુંબઈ લાવવામાં આવ્યા હતા.

 

આ મામલે પોલીસે ગેંગસ્ટર લોરેન્સના ભાઈ અનમોલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેણે ફેસબુક પોસ્ટમાં આ ઘટનાની જવાબદારી લીધી હતી. આ પહેલાં પણ લોરેન્સ ગેંગ સલમાનને ઘણી વખત ધમકી આપી ચૂકી છે.

 

આ બંને આરોપીઓએ 14 એપ્રિલે સવારે 5 વાગ્યે બાંદ્રામાં સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે ગોળીબાર કર્યો હતો. બંને બાઇક પર આવ્યા હતા અને 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ સમયે સલમાન તેના ઘરે હતો. ઘટના બાદ સલમાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button