પાલની હોટેલમાં એડવોકેટની હત્યા કરાયેલી લાશ મળીઃ પતિનીઅટકાયત
Surat News: પાલમાં આવેલી ઓયો હોટેલના એક રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં ૨૪ વર્ષિય યુવતીની લાશ મળી આવતા મધરાત્રે પોલીસ દોડતી થઇ હતી. આ યુવતી વ્યવસાયે વકીલ હોવાનું જાણવા મળ્યું છે અને તેની હત્યા તેના પતિએ જ કરી હોવાની પણ વિગતો મળી છે જો કે, પોલીસે આ બાબતે કોઈ ચોક્કસ ફોડ પાડયો નથી.
પ્રાપ્ત વિગતો મુજબ પાલમાં રોયલ ટાઇટેનિયમ કોમ્પલેક્ષમાં આવેલી ધ બુલ ગ્રૂપ હોટેલમાંથી મહિલાની લાશ મળી આવી હતી. ગુરૂવારે સાંજના સમયે એક કપલ અહીંયા આવ્યું હતું.
આ આજે સાંજ સુધી પણ આ રૂમનો દરવાજો નહીં ખુલતા કંઈક અજુગતુ થયુ હોવાની શંકા ગઈ હતી. હોટેલના મેનેજરે ત્યાં હાજર સ્ટાફને કહીને રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે તેમાંથી એક યુવક બહાર આવ્યો હતો અને તરત જ ભાગી ગયો હતો. અંદર રૂમમાં જોયુ ત્યારે યુવતીની લોહીલુહાણ હાલતમાં બોડી મળી આવી હતી. યુવતીના આંતરડા બહાર આવ્યા હતા અને હાથની નશો પણ કપાયેલી હતી. ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસ દોડી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ હોટેલનું રજીસ્ટર કબજે લઈને તપાસનો ધમધમાટ શરૂ
કર્યો હતો. મૃતક યુવતી ૨૪ વર્ષિય હતી અને તેનું નામ હેતલ ચૌધરી છે તેમજ તે વ્યારા વિસ્તારમાં રહેતી હતી. હેતલે થોડા સમય પહેલા જ મનિષ ચૌધરી નામના યુવકની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ ઘટના બાદ મનિષ નામનો યુવક અડાજણ પોલીસ પહોંચ્યો હતો અને ઘટનાક્રમ કહેતા પોલીસે તેને દબોચીને પાલ પોલીસને સોંપ્યો હતો. પકડાયેલો મનીષ મહારાષ્ટ્રીય વિસ્તારનો હોવાનું કહેવાય છે. અડાજણ વિસ્તારમાં જ રહેતા આ દંપતિ હોટેલમાં શા માટે ગયા તે બાબતે પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ હતી અને તે બાબતે યુવકની કડક પુછપરછ શરૂ કરાઇ છે.