અદાણી પોર્ટફોલિયોની વિવિધ કંપનીઓનું રેટીંગ આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ’’સ્થિર” આઉટલુક સાથે અપગ્રેડ કર્યું

અદાણી પોર્ટફોલિયોની વિવિધ કંપનીઓનું રેટીંગ આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ’’સ્થિર” આઉટલુક સાથે અપગ્રેડ કર્યું
- મૂડીઝ અને S&P એ અદાણી સમૂહના તમામ ઇશ્યુઅર્સ માટે રેટિંગની પુનઃ પુષ્ટિ કરી છે. આ બંને રેટિંગ એજન્સીઓ દ્વારા આઠ ઇશ્યુઅર્સના રેટિંગની પુષ્ટિ તેમજ પાંચ કંપનીઓના સ્થિર આઉટલુકની પુનઃસ્થાપનાનું પ્રતિબિંબ છે.
- ફિચે અદાણી સમૂહના તમામ ઈશ્યુઅર્સનું સ્થિર આઉટલૂક રેટિંગ યથાવત રાખ્યું છે
- ઉત્તરોતર ક્વાર્ટરમાં આ જોરદાર દેખાવ સફળ પ્રદર્શનને અનુસરે છે, બજારમાં મૂડીની ઍક્સેસ કિંમતો દ્વારા જોવામાં આવે છે ત્યારે કોઈપણ ડાઉનસાઇડનુ કોઈ જોખમ નથી.
અમદાવાદ, ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪:આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ મૂડીઝ અને S&P એ વિવિધ અદાણી પોર્ટફોલિયો કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં જારી કરાયેલા અદાણી સમૂહ માટેના તમામ ઇશ્યુ માટેના આઉટલૂકને “સ્થિર” રેટીંગ પર અપગ્રેડ કર્યા છે.
આ બાબત અદાણી સમૂહના તમામ ઇશ્યુઅર્સ માટે સ્થિર અને અનુમાનિત કેશફ્લો સાથે ઉચ્ચ ક્રેડિટ ગુણવત્તાની ખાતરી આપે છે. ભારતમાં ખાનગી કંપનીઓમાંથી અદાણી પોર્ટફોલિયો પાસે સૌથી વધુ સંખ્યામાં ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ (BBB-/Baa3 અને ઉચ્ચતર) રેટેડ ઈશ્યુ છે અને તે ભારતના સાર્વભૌમ રેટિંગની સમકક્ષ છે.
વધુમાં, મૂડીઝે તેની ૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૪ની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે “ સમૂહે વ્યાજબી કિંમતે કરજ મૂડી સુધી તેની સતત ઍક્સેસ દર્શાવતા પુનઃધિરાણ તેમજ નવી લોન સુવિધાઓ મેળવવા સહિતના સંખ્યાબંધ ઋણ વ્યવહારો પૂર્ણ કર્યા છે. તે જ સમયે, GQG અને કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવા મોટા સંસ્થાકીય અને વ્યૂહાત્મક રોકાણકારો દ્વારા કેટલાક હાઇ-પ્રોફાઇલ ઇક્વિટી વ્યવહારોએ પણ ગ્રૂપની સતત ઇક્વિટી માર્કેટ એક્સેસનું નિદર્શન કર્યું છે.
ભારતના સિક્યોરિટીઝ માર્કેટ રેગ્યુલેટર- સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા હાલમાં પણ તપાસ ચાલુ છે, સુપ્રીમ કોર્ટનો સેબીને તપાસ સોંપવાનો અને તે પૂૂરી કરવાનો નિર્ણય અને કોર્ટના અભિપ્રાય અનુસાર અદાણી સમૂહના પક્ષે દેખીતી રીતે નિયમનકારી નિષ્ફળતા જવાબદાર નથી. સેબીએ ડાઉનસાઇડ સ્થિતિમાં ઉંડે ઉંડે સુધી સંભવિત જોખમને કાબૂમાં રાખ્યું છે.”
S&Pની તા.૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ની અખબારી યાદીમાં નોંધવામાં આવ્યું છે કે “અમે માનીએ છીએ કે અદાણી જૂથની મોટાભાગની નિયમનકારી તપાસના ખોટા પુરાવા વિનાના નિષ્કર્ષથી નુકસાનનું જોખમ ઓછું થયું છે.
શેરની કિંમતો, ઇક્વિટી અને બૅન્ક લોન સાથે સંકળાયેલી તમામ પ્રમોટર લોનની પુનઃચૂકવણી સ્પર્ધાત્મક દરે બહુવિધ સમૂહ પ્રકલ્પો દ્વારા ઉભા કરવામાં આવેલા ભંડોળની પુનઃસ્થાપિત ઍક્સેસને પ્રતિબિંબિત કરે છે. અમારી દ્રષ્ટીએ રેટેડ કંપનીઓ અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઇ લિ. (AEML) અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) તેમની ડેટ-સર્વિસિંગ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સારી સ્પર્ધાત્મક સ્થિતિ,સ્વસ્થ