શિનોરની મનન વિદ્યાલયમાં સલાડ-ડેની ઉજવણી કરાઈ
શિનોરની મનન વિદ્યાલયમાં સલાડ-ડેની ઉજવણી કરાઈ
શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલ મનન વિદ્યાલયમાં બાળકોમાં સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને નિત નવા પ્રયોગો થાય તે માટે તાજેતરમાં સલાડ- ડે ની ઉજવણી કરવામાં આવી ,જેમાં બાળકોએ શિક્ષિકાઓના માર્ગદર્શક હેઠળ વિવિધ શાકભાજી અને ફળફળાદીથી સલાડ- ડે ની ઉજવણી કરી હતી.
સાધલી મુકામે આવેલ મનન વિદ્યાલય ના નવા યુવાન એમ.ડી.યશ પંડ્યાની રાહબરી અને શિક્ષિકાઓના માર્ગદર્શન હેઠળ મનન વિદ્યાલયના બાળકો દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ અને વિવિધ શાકભાજી તથા ફ્રુટ માંથી જીવંત કલા કૃતિઓ કેવી રીતે બનાવાય તે માટે શુક્રવા તારીખ ,3 જાન્યુઆરી 2025 ના રોજ શાળામાં સલાડ – ડે ની વૈવિધ્યપૂર્ણ ઉજવણી કરવામાં આવી ,જેમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલ કૃતિઓએ ભારે આકર્ષણ ઊભું કર્યું હતું. આમ મનન વિદ્યાલય દ્વારા પોતાના બાળકોમાં રહેલ પ્રતિભા ને બહાર લાવવાનો પ્રયોગ કર્યો હતો. જે સફળતા પામ્યો હતો.