સેમસંગ એડ્સ અને કંતારનું અધ્યયન ખરીદીના હેતુને પ્રેરિત કરવામાં કનેક્ટેડ ટીવીની વધતી ભૂમિકા આલેખિત કરે છે

સેમસંગ એડ્સ અને કંતારનું અધ્યયન ખરીદીના હેતુને પ્રેરિત કરવામાં કનેક્ટેડ ટીવીની વધતી ભૂમિકા આલેખિત કરે છે
અધ્યયનમાં એવું બહાર આવ્યું છે કે કનેક્ટેડ ટીવી કેમ્પેઈન જેન ઝેડમાં ખરીદી વર્તનમાં 8.5 ટકા સુધી વધારો પ્રદાન કરે છે.
કનેક્ટેડ ટીવી જાહેરાત કન્ઝ્યુમર પ્રોડક્ટો, ટેકનોલોજી, ઓટોમોટિવ, એપરલ અને હોમ સોલ્યુશન્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં પૂરતો વધારો પ્રદાન કરે છે.
બ્રાન્ડનો પ્રભાવ ઉચ્ચ સાતત્યતા સાથે બેગણો થયો, જે કનેક્ટેડ ટીવી માર્કેટર્સ માટે મસ્ટ- હેવ ચેનલ તરીકે પ્રમાણિત કરે છે.
ગુરુગ્રામ, ભારત, 16 જુલાઈ, 2025 – સેમસંગ એડ્સ દ્વારા કંતાર સાથે સહયોગમાં બિયોન્ડ અવેરનેસ નામે પથદર્શક વ્હાઈટપેપર રજૂ કરવામાં આવ્યો છે, જેનું લક્ષ્ય મહત્ત્વપૂર્ણ બ્રાન્ડ કેપીઆઈ પ્રેરિત કરવામાં કનેક્ટેડ ટીવી (સીટીવી) એડવર્ટાઈઝિંગ ઈકોસિસ્ટમની ભૂમિકા સ્થાપિત કરવાનું છે. આ અધ્યયન કનેક્ટેડ ટીવી બ્રાન્ડની તરફેણ અને ખરીદીહેતુ કઈ રીતે પ્રેરિત કરે છે તેનો સ્પષ્ટ પુરાવો જાહેરદારોને પ્રકદાન કરીને મધ્યમથી નીચા ફનેલ મેટ્રિક્સમાં મજબૂત, ડેટા પ્રેરિત ઈનસાઈટ્સ પ્રદાન કરવા ઓઈએમ કનેક્ટેડ ટીવી ખેલાડીઓ તરફથી પ્રથમ છે.
અધ્યયનમાં વિવિધ ઉદ્યોગો અને જનસંખ્યામાં સેમસંગ સ્માર્ટ ટીવી પર કેમ્પેઈનો માટે કંતાર દ્વારા હાથ ધરાયેલા 100થી વધુ બ્રાન્ડ લિફ્ટ અધ્યયનોનું વિશ્લેષણ કરાયું હતું. કંતાર પાસેથી સ્વતંત્ર પ્રમાણીકરણ સાથે સંશોધન કનેક્ટેડ ટીવીમાં રોકાણ કરવા જાહેરદારોમાં અભૂતપૂર્વ સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ લાવે છે. કેમ્પેઈનનું આકલન બ્રાન્ડની તરફેણ, મેસેજ એસોસિયેશન, ઓનલાઈન એડ જાગૃતિ અને ખરીદી હેતુ સહિત બ્રાન્ડ લિફ્ટ મેટ્રિક્સનો ઉપયોગ થકી કરાયું હતું, જેણે અસલ ગ્રાહક વર્તનને પ્રભાવિત કરવામાં કનેક્ટેડ ટીવીની શક્તિની સ્પષ્ટ તસવીર પૂરી પાડે છે.
આ વિશે ઈનસાઈટ્સ આપતાં સેમસંગ એડ્સ ઈન્ડિયાના ઈનસાઈટ્સ અને ક્લાયન્ટ સોલ્યુશન્સનાં હેડ ભાવના સેંચેરે જણાવ્યું હતું કે, “’બિયોંગ અવેરનેસ’ અધ્યયન મોટા પડદા પર તેમના દર્શકો સાથે સહભાગી કરીને બ્રાન્ડ્સ માટે દ્રષ્ટિગોચરતા વધારવા અને હકારાત્મક પરિણામો ઊપજાવવા સાથે જાગૃતિ અને વિચારણા પ્રેરિત કરવા માટે મહત્ત્વપૂર્ણ ટચ પોઈન્ટ તરીકે કનેક્ટેડ ટીવીના વધતા મહત્ત્વ પર ભાર આપે છે. મને વિસ્વાસ છે કે જેન ઝેડનો ઉચ્ચ સહભાગ ડિજિટલી- નેટિવ, નિર્ણય સુસજ્જ દર્શકો સાથે પ્રભાવ ચાહતી બ્રાન્ડ્સ માટે મોટી તકનો સંકેત આપે છે.’’
સંશોધન એ પણ આલેખિત કરે છે કે સેમસંગ સ્માર્ટ ટીવી પર જાહેરાતોને સન્મુખ દર્શકોમાં જેન ઝેડ (18-24 વાય.ઓ.)એ મુખ્ય મેટ્રિક્સમાં સર્વોચ્ચ વધારો દર્શાવ્યો છે, જેમ કે, બ્રાન્ડની તરફેણમાં 9.1 ટકા અને ખરીદી હેતુમાં 8.5 ટકાનો સમાવેશ થાય છે. આ તેમનો મજબૂત સહભાગ અને પ્રતિસાદાત્મકતા દર્શાવે છે,સ જે તેમને કનેક્ટેડ ટીવી ઈકોસિસ્ટમમાં મહત્ત્વપૂર્ણ દર્શક વર્ગ બનાવે છે. અન્ય મુખ્ય તારણોમાં સમાવિષ્ટ છેઃ
વિચારણામાં 7.9 ટકાનો વધારોઃ 100થી વધુ બ્રાન્ડ લિફ્ટનું વિશ્લેષણ સેમસંગ સ્માર્ટ ટીવી પર કનેક્ટેડ ટીવી કેમ્પેઈન ગ્રાહક વિચારણામાં 7.9 ટકાનો નોંધપાત્ર વધારો થયો હોવાનું દર્શાવે છે, જેમાં જેન ઝેડ દર્શકોએ ખરીદી વર્તનમાં 8.5 ટકા સુધી વધારો અનુભવ્યો છે.
મહત્તમ સાતત્યતા સાથે બમણો પ્રભાવઃ દર્શકો સુધી ચાર અથવા વધુ વાર પહોંચતી કેમ્પેઈને સર્વ કી પરફોર્મન્સ ઈન્ડિકેટર્સ (કેપીઆઈ)માં બમણો પ્રભાવ જોવા મળ્યો છે, જે પરિણામો પ્રેરિત કરવામાં મહત્તમ જાહેરાત સાતત્યતાનું વ્યૂહાત્મક મહત્ત્વ અધોરેખિત કરે છે.
વ્યાપક ઉદ્યોગ સફળતા અને જનસાંખ્યિક બહુમુખિતાઃ કનેક્ટેડ ટીવી જાહેરાત કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટેકનોલોજી, ઓટોમોટિવ, એપરલ અને હોમ સોલ્યુશન્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં પૂરતો વધારો પ્રદાન કરે છે અને જેન ઝેડ તથા 35+ ઉંમરના જૂથમાં ઉચ્ચ અસરકારક સિદ્ધ થયું છે.
કંતારના ઈનસાઈટ્સ ડિવિઝનના પ્રેસિડેન્ટ ઈબુ આઈઝેકે જણાવ્યું હતું કે, “કનેક્ટેડ ટીવી ફુલ- ફનેલ માર્કેટિંગ ચેનલમાં પરિપક્વ બન્યું છે ત્યારે આ અધ્યયન ખાસ કરીને યુવા દર્શકોમાં તરફેણ અને ખરીદ હેતુ પ્રેરિત કરવામાં તેના વ્યૂહાત્મક મૂલ્યનો રોચક પુરાવો પૂરા પાડે છે. કનેક્ટેડ ટીવી મહત્ત્વપૂર્ણ મંચ તરીકે ઊભરી આવ્યું છે, જેન ઝેડ સાથે અર્થપૂર્ણ જોડાણ નિર્માણ કરવા ચાહતા જાહેરાતદારો તરીકે અચૂકતા, ઉચ્ચ સ્તર અને માપક્ષમ પ્રભાવને જોડે છે.’’