ઓટોમોબાઇલ્સ

સેમસંગઈન્ડિયા દ્વારા ગેલેક્સી વોચ 8 સિરીઝ માટે પ્રી-ઓર્ડર્સ શરૂ કરાયા

સેમસંગઈન્ડિયા દ્વારા ગેલેક્સી વોચ 8 સિરીઝ માટે પ્રી-ઓર્ડર્સ શરૂ કરાયા

 

• ગેલેક્સી વોચ 8 સિરીઝ ગૂગલના AI આસિસ્ટન્ટ જેમિનીને જોડનાર દુનિયાના સૌપ્રથમ સ્માર્ટવોચ છે.

• ગેલેક્સી વોચ 8 સિરીઝમાં નવી કુશન ડિઝાઈન છે.

• ગેલેક્સી 8 વોચ ક્લાસિકમાં રોટેટિંગ બેઝલ છે.

 

ગુરુગ્રામ, 21 જુલાઈ, 2025 –ભારતનીસૌથીવિશાળકન્ઝ્યુમરઈલેક્ટ્રિક્સબ્રાન્ડ સેમસંગે આજે ગેલેક્સી વોચ 8 અને ગેલેક્સી વોચ 8 ક્લાસિક લોન્ચ કરીને સંપૂર્ણ ગેલેક્સી વોચ લાઈનઅપમાં આઈકોનિક ડિઝાઈન ઓળખ સ્થાપિત કરી છે. ગેલેક્સી વોચ અલ્ટ્રાની કુશન ડિઝાઈનના પાયો પર નિર્મિત આ સિરીઝ આજ સુધીના સૌથી પાતળા ગેલેક્સી વોચ છે.

લોન્ચના ભાગરૂપે સેમસંગ આકર્ષક આરંભિક કિંમત અને ખાસ પ્રી-ઓર્ડર લાભો ઓફર કરી રહી છે. ગેલેક્સી વોચ 8 40mm BTની કિંમત INR 32,999 છે, જ્યારે 40mm LTE વર્ઝન INR 36,999માં મળશે. વધુ લાર્જ 44mm BT અને LTE પ્રકાર અનુક્રમે INR 35,999 અને INR 39,999માં મળશે. ગેલેક્સી વોચ 8 ક્લાસિક 47mm BT મોડેલની કિંમત INR 46,999 છે, જ્યારે LTE પ્રકાર INR 50,999માં મળશે.

ગ્રાહકો 9 જુલાઈ અને 24 જુલાઈ, 2025 વચ્ચે ગેલેક્સી વોચ 8 સિરીઝ પ્રી-બુક કરશે તેમને મલ્ટી- બેન્ક કેશબેક અથવા INR 12,000 સુધી અપગ્રેડ બોનસ અથવા INR 15,000 સુધી મલ્ટી- બાય ઓફર્સ સહિત આકર્ષક લાભો મળી શકશે, જે ખાસ નવી ગેલેક્સી S અને Z સિરીઝ માટે તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત ગ્રાહકોને અગ્રણી બેન્કો અને એનબીએફસીમાં 18 મહિના સુધી નો- કોસ્ટ ઈએમઆઈ વિકલ્પ પણ મળશે.

અલ્ટિમેટ વેલનેસ માટે ભીતર અને બહારથી નવી ડિઝાઈન

ફોર્મ અને ફંકશનની નવી કલ્પના કરતાં ગેલેક્સી વોચ 8 સિરીઝ ઉદ્યોગ અવ્વલ કામગીરી સાથે બેજોડ કમ્ફર્ટ પ્રદાન કરે છે, જેને કારણે તે રોજબરોજની વેલનેસ માટે અલ્ટિમેટ સાથી બની જાય છે. અજોડ કુશન ડિઝાઈન, જેણે ગેલેક્સી વોચ અલ્ટ્રામાં પદાર્પણ કર્યું હતું તે હવે સંપૂણ ગેલેક્સી વોચ લાઈનઅપમાં વ્યાખ્યા કરે છે. આજ સુધીની સૌથી પાતળી ડિઝાઈન હાંસલ કરવા માટે ગેલેક્સી વોચ 8નું આંતરિક માળખું સંપૂર્ણ નવેસરથી ઘડવામાં આવ્યું છે અને તેની કમ્પોનન્ટ માઉન્ટિંગ ક્ષમતા 30 ટકાથી સુધારવામાં આવી છે, જેને કારણે 11 ટકા વધુ પાતળી ડિઝાઈન બની છે.

ડાયનેમિક લગ સિસ્ટમ સાથે જોડતાં આ ડિઝાઈન સહજ રીતે કાંડા પર ફરે છે, જેને કારણે ઉત્તમ કમ્ફર્ટ અને સુધારિત સ્થિરતા આપે છે, જેથી બહેતર રીતે ફિટ રહે છે અને આરોગ્ય ટ્રેકિંગની અચૂકતા પણ બહેતર રીતે મળે છે.

 

તમે બહાર ઘેરા સૂર્યપ્રકાશમાં હોય ત્યારે પણ ડિસ્પ્લે આસાન વિઝિબિલિટી માટે 3000 નિટ્સની પીક બ્રાઈટનેસ સાથે 50 ટકા ઊજળી છે અને બહેતર બેટરી વોચને સક્રિય જીવનશૈલી સાથે સુમેળ રાખી રાખવાની ખાતરી આપે છે. ઉપરાંત ડ્યુઅલ- ફ્રિક્વન્સી જીપીએસ વધુ વિગતવાર અને અચૂક સ્થળ પરિણામ આપે છે, જ્યારે અમારા મોટા ભાગના શક્તિશાળી 3nm પ્રોસેસર ઝડપી કામગીરી અને ઉત્તમ પાવર કાર્યક્ષમતા પ્રદાન કરે છે. ગ્રાઉન્ડબ્રેકિંગ બાયોએક્ટિવ સેન્સર વધુ ઘેરી અને અચૂક હેલ્થ ઈનસાઈટ્સ આપે છે, જે સાથે ગેલેક્સી વોચ 8 સિરીઝ તમારા આરોગ્યનો પરિપૂર્ણ નજરિયો પૂરો પાડવામાં મદદ કરે છે.

અત્યાધુનિક સ્લીપ એન્ડ હેલ્થ ટ્રેકિંગ

ગેલેક્સી વોચ 8 સિરીઝમાં વેલનેસ- ફોકસ્ડ સ્માર્ટવોચીસની શક્તિશાળી લાઈનઅપ રજૂ કરવામાં આવી છે, જે રિફાઈન્ડ ડિઝાઈન સાથે આધુનિક હેલ્થ ટ્રેકિંગને જોડે છે. ગેલેક્સી વોચ 8 સિરીઝ સેમસંગના આજ સુધીના સૌથી આધુનિક હેલ્થ અને વેલનેસ વેરેબલ્સ છે, જે ઈનોવેટિવ હાર્ડવેર અને સોફ્ટવેર ક્ષમતાઓને જોડે છે. બાયોએક્ટિવ સેન્સરથી સુસજ્જ ગેલેક્સી વોચ 8 બહેતર હેલ્થ ટ્રેકિંગ ઓફર કરે છે, જેમાં વધુ અચૂક અને વિગતવાર સ્લીપ ઈનસાઈટ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત બેડટાઈમ ગાઈડન્સ સૂવા જવા માટે મહત્તમ સમય સૂચવતા તમારા સર્કેડિયન રિધમનું માપન કરી શકે છે, જેથી તમે આગામી સવારે પરિપૂર્ણ નિદ્રા પૂરી કરીને ઊઠી શકો. વેસ્ક્યુલર લોડ ઊંઘવા દરમિયાન તમારી વેસ્ક્યુલર સિસ્ટમ પર તાણની સપાટીની દેખરેખ કરે છે. તે સ્લીપ કોચિંગને પણ ટેકો આપે છે, જેથી યુઝર્સ બહેતર ઊંઘવાની આદતો કેળવી શકે છે.

 

સ્લીપ ટ્રેકિંગ ઉપરાંત ગેલેક્સી વોચ 8 આધુનિક પર્સનલાઈઝ્ડ હેલ્થ મોનિટરિંગ પ્રદાન કરે છે. નવો AI-પાવર્ડ એનર્જી સ્કોર તમને તમારી ઊર્જાની સપાટીનો નજરિયો આપે છે, જે શારીરિક અને માનસિક ઊર્જાના મેટ્રિક્સને જોડે છે, જેથી તમે રોજબરોજ આરોગ્યવર્ધક દિવસ વિતાવી શકો. ઉપરાંત રનિંગ કોચ 7 1થી 10 સુધી સ્કેલ પર તમારા ફિટનેસનું મૂલ્યાંકન કરે છે અને લાઈવ ગાઈડન્સ અને મોટિવેશનલ ટિપ્સ સાથે પર્સનલાઈઝ્ડ ટ્રેનિંગ પ્લાન નિર્માણ કરે છે. નવા અને સુધારિત ટુગેધર ફીચર હવે રનિંગ સાથે કોમ્પેટિબલ છે, જેથી તમે તમારા ફિટનેસના પ્રવાસને મિત્રો અને પરિવારજનો સાથે સ્પર્ધા કરીને મોજીલા પડકારમાં ફેરવી શકો છો.

એન્ટીઓક્સિડેન્ટ ઈન્ડેક્સ અને ગૂગલના જેમિની આસિસ્ટન્ટ સાથે દુનિયાના પ્રથમ સ્માર્ટવોચ

ગેલેક્સી વોચ 8 સિરીઝમાં સ્માર્ટવોચમાં પહેલી વાર એન્ટીઓક્સિડન્ટ ઈન્ડેક્સ પણ રજૂ કરાયો છે, જેથી તમે ફક્ત પાંચ સેકંડમાં કેરોટેનોઈ સપાટી માપી શકો છો અને હેલ્ધી એજીઈંગ માટે માહિતગાર લાઈફસ્ટાઈલ પસંદગીઓ કરી શકો છો.

ગૂગલ સાથે નિકટવર્તી ભાગીદારીમાં નિર્મિત ગેલેક્સી વોચ 8 સિરીઝ જેમિની ગૂગલના AI આસિસ્ટન્ટ, રાઈટ ઓફ ધ બોક્સ ધરાવનાર પ્રથમ વોચ છે અને નવીનતમ વેર OS 6 પર ચાલે છે. વન UI 8 વોચ સાથે રજૂઆતમાં ઈન્ટરફેસ હવે વોચના ડાયમેન્શન્સને ઉત્તમ રીતે અનુકૂળ રહે તે માટે તૈયાર કરાયા છે. નવી મલ્ટી- ઈન્ફો ટાઈલ્સ હેલ્થ સ્ટેટસ, વેધર અને આગામી ઈવેન્ટ્સ જેવી મુખ્ય માહિતી માટે સુવિધાજનક સ્નેપશોટ આપે છે. ઉપરાંત અપડેટેડ નાઉ બાર અને સ્ટ્રીમલાઈન્ડ નોટિફિકેશન્સ તમારી સૌથી મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિઓને આસાનીથી પહોંચક્ષમ અને સાફ વ્યુમાં રાખે છે.

ઉપરાંત ગેલેક્સી વોચ 8 સિરીઝ સેમસંગ હેલ્થ એપ પર નવા અજોડ હેલ્થ ફીચર્સ સાથે આવે છે, જે તમને તુરંત, મોટિવેશનલ ઈનસાઈટ્સ, જેમ કે, સ્લીપથી ન્યુટ્રિશન અને વર્કઆઉટ સુધી આરોગ્યવર્ધક આદતો નિર્માણ કરવામાં મદદરૂર થાય છે. બેડટાઈમ ગાઈડન્સ તમે સૂવા કેટલા વાગ્યે જવું જોઈએ તે મહત્તમ સમય સૂચવવા માટે સર્કેડિયન રિધમનું માપન કરી શકે છે, જેથી તમે સવારી પરિપૂર્ણ ઊંઘ લઈને જાગી શખો છો. વેસ્ક્યુલર લોડ ઊંઘવા દરમિયાન તમારી વેસ્ક્યુલર સિસ્ટમ પર તાણની સપાટીની દેખરેખ કરવામાં મદદ કરે છે. ઊંઘ, તાણ અને પ્રવૃત્તિઓ સહિત વિવિધ લાઈફસ્ટાઈલ પરિબળો પર ઈનસાઈટ્સ પૂરા પાડતાં તે તમને તમારા આરોગ્યનું વ્યવસ્થાપન કરવા માટે વધુ વ્યાપક અભિગમ અપનાવવા માટે મદદ કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button