દેશ
આગ લાગ્યા બાદ જુઓ કેવી થઈ બસની પરિસ્થિતિ
આગ લાગ્યા બાદ જુઓ કેવી થઈ બસની પરિસ્થિતિ!
યમુના એક્સપ્રેસ વે પર બસમાં આગ લાગી
નંબર પ્લેટથી લઈને સીટ સુધી કંઈ જ બચ્યુ નહીં
છઠના તહેવારને કારણે રવિવારે મોડી સાંજે યમુના એક્સપ્રેસ વે પર નોઈડાથી બિહાર જવા માટે આગરા રેલવે સ્ટેશન આવતા લોકોથી ભરેલી સ્લીપર કોચ બસ આગનો ગોળો બની ગઈ હતી. આ ખાનગી બસના એન્જિનમાંથી ધુમાડો નીકળતાની સાથે જ ડ્રાઈવરે બ્રેક લગાવી દીધી હતી. આગ વધુ પ્રસરે તે પહેલા તમામ મુસાફરો તેમના સામાન સાથે ઉતરી ગયા હતા. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. ફાયર બ્રિગેડ આવે તે પહેલા આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. લગભગ એક કલાક બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. નંબર પ્લેટથી માંડીને સીટ વગેરે કંઈ જ બચ્યુ નહોતુ.