શિનોરના રાણાવાસમાં મા અંબાનો ૩૨મો પાટોત્સવ: નવચંડી યજ્ઞ અને ભવ્ય શોભાયાત્રા સાથે ભક્તિમય માહોલ

શિનોરના રાણાવાસમાં મા અંબાનો ૩૨મો પાટોત્સવ: નવચંડી યજ્ઞ અને ભવ્ય શોભાયાત્રા સાથે ભક્તિમય માહોલ
શિનોર રાણાવાસ માં આવેલ અંબાજી મંદિર ના 32 મા પાટોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ નવચંડી યજ્ઞ આ વર્ષે કરવામાં આવ્યો. જેમાં 17 યુગલોએ પૂજાવિધિ નો લાભ લીધો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાણા સમાજ, તેમજ ગ્રામજનોએ દર્શન પૂજાવિધિ અને મહાપ્રસાદી નો લાભ લીધો હતો. .
શિનોર નર્મદા કિનારે રાણાવાસ માં આવેલ અંબાજી મંદિર ને શ્રી અંબે સેવા મંડળ અને રાણા સમાજ યુવક મંડળ દ્વારા દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ 32 માં પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રાણા સમાજ ના યુવક મંડળ દ્વારા મંદિરે ને ધજા, પતાકા અને ફૂલો થી મંદિર ને સજાવ્યું હતું. અને આગલા દિવસ શુક્રવાર ના રોજ સાંજે 5 કલાકે અંબાજી માં ની પ્રતિમા સાથે ડીજે ના તાલે શોભાયાત્રા નુ આયોજન કરેલ. શોભાયાત્રા અંબાજી મંદિરે થી મેઈન બજાર અને બસ સ્ટેન્ડ રણછોડજી મંદિર થઇ પરત આવી હતી. શોભાયાત્રા માં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા અને માઁ ના ગરબા સાથે અંબાજી માનો જયકારો અને આતશબાજી સાથે નીકળતા ભક્તિમય માહોલ બની ગયો હતો. આજે શનિવારે અંબાજી માતા ના મંદિર ના પટાંગન માં નવચંડી યજ્ઞ ની પૂજાવિધિ માં 17 યુગલો દ્વારા પૂજાવિધિ નો લાભ લીધો હતો. સવારથી ભક્તિમય માહોલ માં નિલેશ મહારાજ ની ટીમ દ્વારા સમગ્ર પૂજાવિધિ અને સંગીતમય લય માં માતાના ભજનો ગરબા સાથે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. સાંજે પ વાગે યજ્ઞ માઁ નાળીયેર હોમી માઁ અંબા ની મહા આરતી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અને કાયમ સેવાકીય પ્રવૃત્તિ કરતાં બજાર સમિતિના ચેરમેન સચિન પટેલ અને ઉપસરપંચ નિતિન ખત્રી હાજર રહીને દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે મોટી સંખ્યા માં રાણા સમાજ તેમજ શિનોર ની આજુબાજુ ના ગામોના માઈ ભક્તો તેમજ દર વર્ષે આ મંદિરે થી અંબાજી મુકામે પગપાળા જતા સંઘ ના માઇભક્તો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત માઈ ભક્તોએ માઁ ના દર્શન, આરતી, પૂજાવિધિ અને મહાપ્રસાદી નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. રાણા સમાજ ના યુવક મંડળ દ્વારા તમામ વ્યવસ્થા નુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.



