ભાવનગર સ્થિત YatraDham.Org દ્વારા અયોધ્યા ખાતે શ્રમદાન
અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024 ના રોજ થવા જઈ રહી છે. અત્રે આ ઉલ્લેખનીય છે કે ભાવનગર સ્થિત ધાર્મિક પ્રવાસન પર કામ કરી રહેલી YatraDham.Org હનુમાન મહાયજ્ઞનું ટેકનિકલ પાસું સંભાળી રહ્યા છે. અત્યારે જ્યારે સૌકોઈ પોતાની રીતે અયોધ્યા માટે યથાયોગ્ય આહુતી આપી રહ્યા છે, ત્યારે YatraDham.Org પણ પોતાના શ્રમદાન દ્વારા પોતાની આહુતી આ મહાયજ્ઞમાં આપી રહ્યા છે. જેના માટે આશરે 90 દિવસથી વધારે દિવસ રાત કામ કરી રહ્યા છે. આ સાથે જ આ પણ એક ઐતિહાસીક ઘટના બની રહેશે કે કોઈ આટલા મોટા ધાર્મિક આયોજનની બધી જ વ્યવસ્થા ઓનલાઈન થઈ રહી હોય . યજમાન,પુરોહિત,યજ્ઞ કુંડ થી લઈને રહેવા સુધીની વ્યવસ્થા આ ઓનલાઈન પોર્ટલ દ્વારા જ થશે. હાલમાં જ અયોધ્યા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો કે ભારત દેશ તીર્થસ્થળ જ નહિં ડિજીટલ ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું, તો YatraDham.Org આ બંનેના સંયોજનનું એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે. YatraDham.Org ધાર્મિક સ્થળ પર ધર્મશાળા તથા પૂજા બુકિંગની ઓનલાઈન સેવા 2016થી અવિરત પણે આપી રહ્યા છે. ભાવનગર શહેર તથા ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે YatraDham.Org આવી ઐતિહાસિક ક્ષણના સહભાગી બનવા જઈ રહ્યા છે.
આ રામ મંદિર બનવા પાછળ જેમનો સિંહ ફાળો છે, તેવા જગદગુરુ સ્વામી શ્રી રામભદ્રાચાર્યજીના 75માં જન્મોત્સવ પ્રસંગે અષ્ટોત્તર સહસ્ત્ર 1008 કુંડીય હનુમાન મહાયજ્ઞનું આયોજન 14 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી દરમ્યાન અયોધ્યા ખાતે થઈ રહ્યુ છે. અત્યારે આ અમૃત મહોત્સવ અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માત્ર અયોધ્યા જ નહીં પણ વિશ્વ ફલક પર ચર્ચાઈ રહ્યું છે, જે એક ઐતિહાસીક ઘટના બની રહેશે. આ ધાર્મિક આયોજન દરમ્યાન દેશ વિદેશ થી શ્રદ્ધાળુઓ હાજરી આપશે. આ સાથે સાથે હેમા માલીની, અનુપ જલોટા, ઝુબીન નોટિયાલ , કુમાર વિશ્વાસ, મનોજ મુંતશિર અને રવિકિશન જેવા મહેમાનો પણ હાજરી આપશે.