દેશ

ઓડિશા સરકારે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટ-અદાણી ફાઉન્ડેશન પ્રેરીત

  • ઓડિશા સરકારે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટ-અદાણી ફાઉન્ડેશન પ્રેરીત
  • ‘ઓલિવ રિડલી’ની હિલચાલનો સંશોધનાત્મક અભ્યાસ જાહેર કર્યો
  • ડૉ. પ્રીતિ અદાણીએ માઝી સરકારના ટકાઉપણા તરફી અભિગમને બિરદાવ્યો
  • ભુવનેશ્વર, ૩ ઓક્ટોબર ૨૦૨૬: ઓડિશા સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, શ્રમ અને ઇએસઆઇ રાજ્યમંત્રી શ્રી ગણેશ રામ સિંહ ખુંટિયાએ દેહરાદૂન સ્થિત વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ ઓલિવ રિડલી કાચબાઓ ઓડિશાના દરિયાકાંઠાના પાણી અને માળાના રહેઠાણોનો કેવી રીતે ઉપયોગ કરે છે તેની સમજણ સહિત સેટેલાઇટ ટેલિમેટ્રી, બોટ-આધારિત સર્વેક્ષણો અને કિનારાના વિશ્લેષણોને આવરી લેવા કરવામાં આવેલી ત્રણ વર્ષીય સંશોધનાત્મક અભ્યાસની પહેલનો પ્રથમ વર્ષનો અહેવાલ જાહેર કર્યો છે..
  • આ સંશોધન ઓડિશા વાઇલ્ડલાઇફ ઓર્ગેનાઇઝેશન, વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગ, ભારતની સૌથી મોટી સંકલિત બંદરો અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સનો એક ભાગ ધામરા પોર્ટ કંપની લિ. અને ઓડિશાના સમુદ્ર કિનારે ઓલિવ રિડલીની હિલચાલ અને માળાના નિર્માણને વધુ સારી રીતે સમજવા માટે અદાણી ફાઉન્ડેશન સાથે ભાગીદારીમાં આ પહેલ હાથ ધરવામાં આવી છે. અદાણી ફાઉન્ડેશનના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. અભિષેક લખતકિયાએ આ પ્રસંગે હાજરી આપી હતી.
  • ઓડિશા વિશ્વના કેટલાક સૌથી મહત્વના ઓલિવ રિડલી કાચબાઓ માટે માળાઓના સ્થળોનું આયોજન કરે છે, તદનુસાર તેમાં શામેલ કેન્દ્રપાડા જિલ્લામાં ગહીરમાથા અને ગંજમ જિલ્લામાં રુષિકુલ્યામાં મોટા પાયે માળાઓનું નિર્માણ કરવામાં આવે છે. વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ ની અનુસૂચિ I હેઠળ સંરક્ષિત આ પ્રજાતિને ભારતમાં ઉચ્ચતમ સ્તરનું કાનૂની રક્ષણ અપાયું છે. આરંભિક ક્ષેત્રીય કામકાજ ગહીરમાથા રુકરી પર કેન્દ્રિત હતું, જેમાં ગહીરમાથા તેમજ રુષિકુલ્યા બંને પર સેટેલાઇટ ટેગિંગ હતું. અદાણી પોર્ટસ ઓડિશામાં ધામરા અને ગોપાલપુર બંદરોનું સંચાલન કરે છે.
  •  વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટના લુપ્તપ્રાય પ્રજાતિ વ્યવસ્થાપન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. આર. સુરેશ કુમારે જણાવ્યું હતું કે લગભગ ૧૫ વર્ષ બાદ ઓરિસ્સામાં ઓલિવ રિડલી કાચબાઓના સેટેલાઇટ ટ્રેકિંગના નવીકરણને ચિહ્નિત કરતા આ અભ્યાસ માટે ઓરિસ્સા વન વિભાગ, ધામરા બંદર અને અદાણી ફાઉન્ડેશન સાથેની ભાગીદારીએ અમને આ કાચબાઓના હિલચાલની રીતરસમ અને રહેઠાણના ઉપયોગ વિશે નવી સમજ કેળવવા અમોને સક્ષમ બનાવ્યા છે. તેમણે કહ્યું હતું કે પુરાવા-આધારિત સંરક્ષણ આયોજન માટે વૈજ્ઞાનિક આધાર પૂરો પાડતા આ અભ્યાસના તારણોના સહારે વધુ કાચબાઓનું ટ્રેકીંગ સતત કરતા રહીને સંચાલનની વ્યૂહરચના અને લાંબા ગાળાના સંરક્ષણને ટેકો આપી શકે તેવો એક મજબૂત ડેટાસેટ બનાવી શકીશું.
  • અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. પ્રીતિ જી. અદાણીએ જણાવ્યું હતું કે ઓરિસ્સાના કુદરતી વારસાનું એક મહત્વનું અંગ ઓલિવ રિડલી કાચબાનું રક્ષણ કરવા માટે તેની હલચલની ઊંડી સમજ જરૂરી છે. વાઇલ્ડ લાઇફ સંસ્થાના વૈજ્ઞાનિક કાર્યને સમર્થન અને તેના સંરક્ષણમાં યોગદાન આપવાનો આનંદ વ્યકત કરી કહ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીના નેતૃત્વ હેઠળ ઓરિસ્સા સરકારનો ટકાઉપણા અને પર્યાવરણના સંરક્ષણ પરત્વેનો અભિગમ આવા અગત્યના કાર્યને મજબૂત આધાર પૂરો પાડવા પ્રયાસ આદર્યો છે તે પ્રસંશનીય છે.
  • ટેલિમેટ્રીના તારણોમાં નર અને માદા ઓલિવ રિડલી કાચબા વચ્ચે હિલચાલની જોવા મળેલી અલગ અલગ રીતરસમ અનુસાર નર કાચબાઓએ દરિયા કિનારાથી તેમનું સ્થળાંતર વહેલું શરૂ કર્યું હતું, જ્યારે માદાઓ લાંબા સમય સુધી નજીકના દરિયા કિનારાના પાણીમાં રહેતી હતી.આ ડેટા ખંડીય શેલ્ફ અને બંગાળની ખાડીમાં ચારા શોધવાના સંભવિત સ્થળો તરફ પણ નિર્દેશ કરે છે.
  • આ અભ્યાસના તારણો અનુસાર એક માદા કાચબાએ ૨૭૧ દિવસમાં ૬,૭૧૯ કિમીનો પ્રવાસ કરીને શ્રીલંકાના પૂર્વમાં પાણીમાં પહોંચ્યો હતો. બીજી એક માદા કાચબાએ ગહીરમાથાથી રુષિકુલ્યા આવ-જા માટે લગભગ ૨૦૦ કિમીનો ખેડેલો પ્રવાસ દર્શાવે છે કે આ ઓલિવ રિડલી કાચબા ઓડિશાના દરિયાકાંઠાના વિવિધ ભાગો વચ્ચે કેટલી હદે ફર્યા હતા.
  • બોટ-આધારિત સર્વેક્ષણમાં ૨૦૨૫-૨૬ના વર્ષની માળાની ઋતુ દરમિયાન ૧,૩૯૦ વ્યક્તિગત કાચબા અને ૬૭ સમાગમ જોડીઓ નોંધાઈ હતી. મોટાભાગના સાઇટીંગ્સ દરિયાકાંઠાના બે કિલોમીટરમાં નોંધાયા હતા. આ હિલચાલ અને રહેઠાણ-ઉપયોગની પેટર્ન માળાના રહેઠાણોના સંરક્ષણને કેવી રીતે પ્રભાવિત કરી શકે તે વધુ સારી રીતે સમજવા માટે આ અહેવાલમાં સતત દેખરેખ રાખવાની હાકલ કરવામાં આવી છે.
  • ઓડિશામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવી રહેલા વ્યાપક સંરક્ષણ કાર્યમાં આ સંશોધને ઉમેરો કરીને પર્યાવરણીય ટકાઉપણું પરત્વે અદાણી સમૂહના વ્યાપક પ્રયાસોને પૂરક બનાવ્યા છે. અદાણી સમૂહે ૨૦-૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ન્યુયોર્કમાં યોજાયેલા ક્લાઈમેટ વીકમાં ભાગ લઇ આબોહવા સંબંધી કાર્યવાહી અને ભવિષ્યમાં વધુ ટકાઉ ઉર્જા સંક્રમણ વિષયે યોજાયેલા વૈશ્વિક મંથનમાં યોગદાન આપ્યું હતું.
  • અદાણી ફાઉન્ડેશન ઓડિશામાં લગભગ એક દાયકાથી કાર્યરત છે અને શિક્ષણ અને શિષ્યવૃત્તિ, સુખાકારી કેન્દ્રો દ્વારા આરોગ્યસંભાળ, ફરતા દવાખાના અને વિશેષ આરોગ્ય શિબિરો, તેમજ ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને ટેકો આપતા આજીવિકા કાર્યક્રમો સહિતના સામાજિક કલ્યાણના કાર્યક્રમો રાજ્યના સાત જિલ્લાના ૨૮૩ ગામડાઓ સુધી પહોંચ્યા છે. ફાઉન્ડેશને રસ્તાઓ, પીવાના પાણી, સ્વચ્છતા અને ગ્રામીણ વીજળીકરણ પહેલ દ્વારા સમુદાય માળખાગત સુવિધાઓને પણ ટેકો આપ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button