આંતર કોલેજ ટેક્વોન્ડો (મહિલા) ટુર્નામેન્ટમાં એસપીબી કોલેજની વિદ્યાર્થીનીની સિદ્ધિ

આંતર કોલેજ ટેક્વોન્ડો (મહિલા) ટુર્નામેન્ટમાં એસપીબી કોલેજની વિદ્યાર્થીનીની સિદ્ધિ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આયોજિત આંતર કોલેજ ટેક્વોન્ડો (મહિલા) ટુર્નામેન્ટનું આયોજન તા. 3 ઓક્ટોબર, 2026ના રોજ લુન્સીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નવસારી ખાતે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લિશ મિડિયમ કોલેજ ઓફ કોમર્સ, સુરતની એસ.વાય.બી.કોમ.ની વિદ્યાર્થીની મૈત્રી શાહે 53 કિગ્રા વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક (Bronze Medal) પ્રાપ્ત કરીને કોલેજનું ગૌરવ વધાર્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન એસ.એસ. અગ્રવાલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, નવસારી દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીની આ સિદ્ધિ બદલ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. આશિષ પંડ્યા તથા સ્પોર્ટ્સ ફેકલ્ટી ડૉ. ધનંજય યાદવે મૈત્રી શાહને અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.



