કચ્છમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે રોજગારીને વેગ આપવા .અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન અને કચ્છ યુનિવર્સિટી દ્વારા ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ શરૂ કરાયુ

કચ્છમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે રોજગારીને વેગ આપવા .અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન અને કચ્છ યુનિવર્સિટી દ્વારા ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ શરૂ કરાયુ
ભુજ : અદાણી સમૂહની ક્ષમતા-નિર્માણ અને કૌશલ્ય શાખા, અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશને કચ્છ યુનિવર્સિટીના સહકારથી ગુજરાતના ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં ગ્રીન એનર્જી સંબંધી કૌશલ્ય નિર્માણ અને ક્ષમતા સંબંધિત પ્રવૃત્તિઓ માટેના સેન્ટર ઓફ એક્સેલન્સને આજે રાજ્યપાલ શ્રી દેવવ્રત પાઠકે ખુલ્લું મૂક્યું હતું.
કચ્છમાં વિકસી રહેલા રિન્યુએબલ એનર્જીના વિવિધ પ્રકલ્પના કારણે નવીનીકરણીય ઉર્જા માળખાના નિર્માણ, સંચાલન અને જાળવણી માટે તાલીમ પામેલા લોકોની માંગ વધી છે. હરિત ઉર્જા ક્ષેત્રે કૌશલ્ય ઘડતર સહિતની પ્રવૃત્તિઓ અંતર્ગત અદાણીએ છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લામાં ૨૧,૦૦૦ થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન કર્યું છે.
આ સેન્ટર નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં મૂલ્ય વર્ધક ભૂમિકાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરીને આ પ્રકલ્પોની જરૂરિયાતને પૂર્ણ કરવામાં મદદ કરવા સાથે યુવાનોને ઘરની નજીક ઉદ્યોગ-સાથે સંકળાયેલ તાલીમની તક આપશે.
આ સેન્ટરમાં સોલાર પીવી ટેક્નોલોજી, વિન્ડ એનર્જી, હાઇબ્રિડ સિસ્ટમ્સ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ તેમજ ડિજિટલ અને ઔદ્યોગિક ઓટોમેશનમાં વિશિષ્ટ તાલીમી કાર્યક્રમો મારફત દર વર્ષે કચ્છ યુનિવર્સિટીના ૧૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપશે. વધુમાં તે ગ્રીન એનર્જીમાં એપ્લાઇડ રિસર્ચ અને ઉદ્યોગસાહસિકતાને પણ ટેકો આપશે.
અદાણી ગ્રુપના ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે ભારતના ભવિષ્યને આકાર આપે તેવા ક્ષેત્રોમાં કામ કરવાનો અદાણી ગ્રુપનોહંમેશા પ્રયાસ રહ્યો છે. તેમણે કહ્યું કે ગ્રીન એનર્જી એક એવું ક્ષેત્ર છે જે દેશની પ્રગતિ અને આપણી ભાવિ પેઢી બન્ને માટે મહત્વનું છે ત્યારે વૈશ્વિક સેન્ટર ઓફ એક્સેલન્સ એ ખાતરી કરશે કે વિદ્યાર્થીઓ માત્ર નોકરીઓ માટે જ નહીં, પરંતુ ભારત અને વિશ્વભરમાં ઉભરતી નવી તકો માટે પણ સજ્જ છે.
અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશનના મુખ્ય કારોબારી અધિકારી શ્રી રોબિન ભૌમિકે જણાવ્યું હતું કે ઝડપથી વિકસી રહેલા રિન્યુએબલ એનર્જી ઉદ્યોગની સામે તેને ટેકો આપવા જરૂરી વિશિષ્ટ કાર્યબળ એ ઝડપે તૈયાર થઇ રહ્યું નથી. આ શૂન્યવકાશને દૂર કરવા કચ્છ યુનિવર્સિટી સાથે મળીને વર્ગખંડમાં કામ કરીને અમે ઉદ્યોગની જરૂરિયાતો મુજબ વિદ્યાર્થીઓને શિક્ષણથી રોજગાર તરફ આગળ વધવામાં મદદ કરીશું.
૨૦૩૦ સુધીમાં ૫00 ગીગાવોટ નોન-ફોસિલ ઇંધણ-આધારિત ક્ષમતા હાંસલ કરવા ભારત નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરી રહ્યું છે, જે મોટા પાયે માળખાગત સુવિધાઓ અને વિશેષ તકનીકી કુશળતા બંનેની માંગને વેગ આપે છે. કચ્છમાં પહેલેથી જ આ વૃદ્ધિ જોવા મળી રહી છે.અદાણી સમૂહ ખાવડામાં ૫૩૮ ચો. કિ.મી.માં ફેલાયેલો30 ગીગાવોટનો નવીનીકરણીય ઉર્જા પાર્ક વિકસાવી રહ્યું છે, જે સૌર, પવન, ઉર્જા સંગ્રહ અને ડિજિટલ તકનીકોમાં કૂશળ કાર્યબળની માંગ ઉભી કરશે.
વર્ગખંડ, સિમ્યુલેશનનો આધાર અને વ્યવહારુ શિક્ષણને આવરી લેતું આ સેન્ટર એક માળખાગત શીખ, પ્રેક્ટિસ, અનુભવ તથા પ્રમાણિત કરો જેવા કારકિર્દી ઘડતરના માર્ગના ઢાંચાને અનુસરશે, તેના અભ્યાસક્રમમાં સૌર PV, પવન ઉર્જા, નવીનીકરણીય એકીકરણ, BESS અને માઇક્રોગ્રીડ્સ, તેમજ ઔદ્યોગિક ઉપકરણોના નિરીક્ષણ અને નિયંત્રણ માટે સુપરવાઇઝરી કંટ્રોલ અને ડેટા એક્વિઝિશન, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત ઉર્જા ડેટા અને સ્માર્ટ-ગ્રીડ તકનીકોનો સમાવેશ થાય છે.
ભારતના વિકાસ માટે મહત્વના ક્ષેત્રો માટે સ્કેલેબલ ટેલેન્ટ ઇકોસિસ્ટમ બનાવવાના ASE ના વ્યાપક પ્રયાસનો આ પહેલ એક ભાગ છે, જે વિદ્યાર્થીઓને સંશોધન અને ઉદ્યોગસાહસિકતા સાથે જોડાવાની, ઘરની નજીક નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની અને ઉદ્યોગ-આધારિત, વાસ્તવિક-વિશ્વનો અનુભવ મેળવવાની તકો આપે છે.



