રાજનીતિ

SIRના નામે રાહુલ ગાંધી અને કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે : કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય

વિપક્ષને લોકતંત્રમાં નહીં, અરાજકતામાં વિશ્વાસ : નિત્યાનંદ રાય

દેશમાં અગાઉ 12 વખત SIRની પ્રક્રિયા થઈ છે, જેમાં કોંગ્રેસના શાસનકાળ માં પણ 10વખત SIR કરવામાં આવી હોવાનો સમાવેશ થાય છે
વર્ષ 2014થી 2025 દરમિયાન વિવિધ વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ 56 વખત પરાજયનો સામનો કરવો પડ્યો છે.
(મહેન્દ્રભાઈ સોની દ્વારા)

સુરત ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ગુજરાત વિધાનસભા ના ઉપ દંડક શ્રી, જગદીશ ભાઈ મકવાણા,(લોકતંત્ર બચાવો,અરાજકતા હટાવો અભિયાન ના પ્રદેશ ઈનચાર્જ)ભાજપ ના પ્રદેશ પ્રવક્તા હેમાલી બેન બોઘાવાલા,પ્રદેશના ઉપાધ્યક્ષા ઝંખના બેન પટેલ, મારુતિસિહજી અટોદરીયા,(,(લોકતંત્ર બચાવો,અરાજકતા હટાવો અભિયાન ના પ્રદેશ ના સદસ્ય ) ભાજપ ના શહેર પ્રમુખ શ્રી પરેશ ભાઈ પટેલ, શહેર મહામંત્રી શ્રીઓ કરસનભાઈ ગોંડલિયા અને દુર્ગા પ્રસાદ પાંડે જી ની ઉપસ્થિત માં એક પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે પત્રકારો ને સંબોધિત કરતાં SIR મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણીમાં પોતાની સતત હારનું કારણ પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણમાં શોધવાને બદલે SIRનો મુદ્દો ઉઠાવી જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.
નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે વિપક્ષ SIRના વિરોધમાં નથી, પરંતુ રિઝિમ પરિવર્તન અને બાંગ્લાદેશી આંદોલનથી પ્રેરિત લોકોના સંરક્ષણ અને સમર્થનમાં છે. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી વર્ષોથી ચૂંટણીમાં હારનો સામનો કરી રહી છે અને હવે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે SIRને બહાનું બનાવી રહી છે.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય બંધારણની કલમ 324 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 21(3) ચૂંટણી પંચને મતદાર યાદીની પ્રક્રિયા હાથ ધરવા માટે અધિકાર આપે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ પ્રક્રિયાને સમર્થન આપવામાં આવ્યું છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે દેશમાં અગાઉ 12 વખત SIRની પ્રક્રિયા થઈ છે, જેમાં કોંગ્રેસના શાસનકાળ માં પણ 10વખત SIR કરવામાં આવી હોવાનો સમાવેશ થાય છે, ત્યારે આજે કોંગ્રેસ તેનો વિરોધ શા માટે કરી રહી છે?
તેમણે જણાવ્યું હતું કે મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયા લોકશાહીને મજબૂત બનાવવાનું કાર્ય છે. જો કોઈ ગેરકાયદેસર મતદારનું નામ યાદીમાં હોય તો તેને દૂર કરવું લોકશાહી માટે જરૂરી છે. કોંગ્રેસ દ્વારા આ પ્રક્રિયાનો વિરોધ કરવો એ લોકશાહી વ્યવસ્થાને નબળી પાડવાનો પ્રયાસ છે.
નિત્યાનંદ રાયે SIR હેઠળ મતદાર યાદીમાંથી દૂર કરાયેલા નામોના આંકડા રજૂ કરતાં જણાવ્યું હતું કે અત્યાર સુધી લગભગ 13 કરોડ નામ દૂર કરવામાં આવ્યા છે. જેમાં 6.3 કરોડ લોકો કાયમી સ્થળાંતરિત, 3 કરોડ લોકો અનુપસ્થિત, 2.8 કરોડ મૃતક અને 1 કરોડથી વધુ લોકો ડુપ્લિકેટ મતદાર તરીકે નોંધાયેલા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ આ આંકડાઓના આધારે રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જો મતદાર યાદીમાંથી ગેરકાયદેસર અથવા અયોગ્ય નામો દૂર કરવામાં આવે તો તે લોકશાહીની શુદ્ધતા અને પારદર્શિતા માટે જરૂરી છે.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી SIRના નામે જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં આ પ્રક્રિયા દેશના લોકશાહી માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
તેમણે વધુ માં જણાવ્યું હતું કે કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ આત્મમંથન કરવાની જરૂર છે વિપક્ષી પક્ષોની રાજકીય કાર્યશૈલી અને નેતૃત્વ સામે સવાલો ઉઠાવતાં જણાવ્યું હતું કે લોકશાહીમાં જનતાનો વિશ્વાસ અને જનસમર્થન સૌથી મહત્ત્વપૂર્ણ છે. ચૂંટણીમાં સતત મળતી હાર બાદ વિપક્ષી પક્ષોએ આત્મમંથન કરવાને બદલે પોતાની નિષ્ફળતાઓનો દોષ અન્ય પર ઢોળવાનું બંધ કરવું જોઈએ.
શ્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે વર્ષ 2014થી 2025 દરમિયાન વિવિધ વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ 56 વખત પરાજયનો સામનો કરવો પડ્યો છે. સતત મળતી હાર છતાં કોંગ્રેસનું નેતૃત્વ પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. તેમણે કોંગ્રેસના નેતૃત્વ અને સંગઠનની કાર્યશૈલી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે રાહુલ ગાંધી સહિત તેજસ્વી યાદવ, મમતા બેનર્જી અને અખિલેશ યાદવ જેવા વિપક્ષી નેતાઓને પણ સવાલ કર્યો હતો કે શું ચૂંટણીમાં મળતા જનાદેશને સ્વીકારવાની અને પોતાની રાજકીય નિષ્ફળતાઓની જવાબદારી લેવાની તેમની તૈયારી છે? લોકશાહીમાં જનતાના નિર્ણયનું સન્માન કરવું દરેક રાજકીય પક્ષની જવાબદારી છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષી પક્ષોએ ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી સંસ્થાઓ અંગે બિનજરૂરી પ્રશ્નો ઊભા કરવાને બદલે દેશની લોકશાહી વ્યવસ્થામાં વિશ્વાસ રાખવો જોઈએ. બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવીને દેશની લોકશાહીને નબળી પાડવાના પ્રયાસો યોગ્ય નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહીમાં જનતાનો નિર્ણય સર્વોપરી છે અને રાજકીય પક્ષોએ જનતાની અપેક્ષાઓ તથા વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવી જોઈએ. વિપક્ષે માત્ર વિરોધની રાજનીતિ કરવાને બદલે રચનાત્મક ભૂમિકા ભજવવી જોઈએ.
અંતમાં શ્રી નિત્યાનંદ રાયે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે દેશની લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા, વિકાસને વેગ આપવા અને જનકલ્યાણ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે. લોકશાહી મૂલ્યો, બંધારણીય સંસ્થાઓ અને દેશના સર્વાંગી વિકાસ પ્રત્યેની આ પ્રતિબદ્ધતા જ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button