શિક્ષણ સમિતિ માં ચેરમેન અને વાઇસ ચેરમેનની કરાઈ નિમણૂક

શિક્ષણ સમિતિ માં ચેરમેન અને વાઇસ ચેરમેનની કરાઈ નિમણૂક
ચેરમેન પદ પર રાજેન્દ્ર કાપડિયા અને વાઇસ ચેરમેન પદ પર રંજનાબેન ગોસ્વામી ની કરાઈ વરણી
સુરત : સુરત મહાનગરપાલિકા ની શિક્ષણ સમિતિ મા ચેરમેન અને વાઇસ આ ચેરમેન પદ પર આજે સવારે કાસકી વાદ ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નવી નિમણૂક કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.. ચેરમેન પદ પર રાજેન્દ્ર કાપડિયા અને વાઇસ ચેરમેન પદ પર રંજનાબેન ગોસ્વામી વરણી કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર શિક્ષણ સમિતિના તત્કાલીન ચેરમેન ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાયા બાદ ચેરમેન પદ નો ચાર્જ વાઇસ ચેરમેન સ્વાતિબેન કરવામાં આવ્યો હતો. જો કે ધનેશ શાહને સમિતિના સભ્ય પદ પરથી જ રાજીનામું લઈ લેવામાં આવ્યું છે એટલે આ ખાલી પડેલી જગ્યા ઉપર રાજ્ય સરકારમાં નામ મોકલીને નવું સભ્યપદ આપવામાં આવશે.. ધનેશાની નિમણૂક રાજ્ય સરકારમાંથી કરવામાં આવી હતી. શહેર ભાજપ દ્વારા રાજ્ય સરકારમાં જે તે વ્યક્તિનું નામ મોકલ્યા બાદ નવી નિમણૂક હાથ ધરવામાં આવશે.
છેલ્લા કેટલાય સમયથી ચેરમેન પદ નો ચાર્જ સ્વાતિ સોસા સંભાળી રહ્યા છે ત્યારે આજે સવારે શિક્ષણ સમિતિની ઓફિસ પર શેર ભાજપ તરફથી ચેરમેન અને વાઇસ ચેરમેન પદના મેન્ડેડ લઈને મહામંત્રી કિશોરભાઈ બિંદલ, મુકેશભાઈ દલાલ અને કાળુભાઈ ઇટાલીયા આવ્યા હતા. સવારે 11 કલાકે મેન્ડેડ સાથે નું કવર ઓપન કરતાં ચેરમેન તરીકે રાજેન્દ્ર કાપડિયા અને વઇસ ચેરમેન તરીક રંજનાબેન ગોસ્વામી ને ઘોષિત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી નવસારી વાસી બોરસી અને કાકરાપાર ખાતે જુદા જુદા કાર્યક્રમોમાં આવેલા હતા અને સાંજે સુરત એરપોર્ટ પરથી રવાના થયા બાદ શહેર ભાજપ ની સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન ના નામો પર ચર્ચા થયા બાદ કરવાનું મતે ચેરમેન અને વાઇસ ચેરમેનની વર્ણી કરવામાં આવી હતી..