જી.એસ.ટી. ખોટા બિલો વડે રૂ.૩.૮૯ કરોડની છેતરપિંડી આચરી નાસતા-ફરતા આરોપી અલ્તાફ ઉર્ફે પપ્પુ અશરફભાઈ રૂપાની વિરુદ્ધ સુરત કોર્ટનું ધરપકડ વોરંટ ઈસ્યુ

સુરતઃમંગળવારઃ રૂ.૩.૮૯ કરોડની છેતરપિંડી આચરી નાસતા-ફરતા આરોપી અલ્તાફ ઉર્ફે પપ્પુ અશરફભાઈ રૂપાની (રહે. સી-બી-૪,ગુરદેવ કોમ્પલેક્ષ-ર, સાયલી રોડ, સિલવાસા, દાદરા નગર હવેલી, મૂળ: કસબાવાડ, અમરેલી શહેર, જિલ્લો-અમરેલી)સામે વિરુદ્ધ સુરત કોર્ટનું ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. તેના વિરૂદ્ધ ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
ગુનાની વિગતો મુજબ, ફરિયાદી પ્રણવ જનક પટેલ એ.બી.સી.ડી ક્રિએશન ફર્મના નામે સ્ક્રેપનો ધંધો કરે છે. આરોપી અલતાફ ઉર્ફે પપ્પુ અશરફભાઈ રૂપાણીએ જી.એસ.ટી.ની ક્રેડીટ મેળવવાના અને આર્થિક લાભ મેળવવાના ગુનાહિત ઈરાદે પોતાની જાતે અથવા તેના કોઈ મળતિયા મારફતે યેનકેન પ્રકારે બળવંતભાઈ અરજણભાઈ વોરાના નામના ડોક્યુમેન્ટ મેળવી તેમજ સાહેદ અનિલ હિંમતભાઈ લાખાણીના ઘર નં.૧૪૭, સરિતાવિહાર સોસા.,વિભાગ-૨, સુરતનું લાઈટબિલ મેળવી તે લાઈટબિલના સરનામે બળવંતભાઈ વોરાની પ્રોપ્રાયટરશીપમાં “સુમતિ એન્ટરપ્રાઈઝ” નામની બોગસ પેઢી કાર્યરત હોવાનું દર્શાવી તેવા દસ્તાવેજો ઓનલાઈન જી.એસ.ટી પોર્ટલ ઉપર અપલોડ કર્યા હતા.
જી.એસ.ટી.નં.- 24FXVPB342781Z0 અને આઈ.ડી. પાસવર્ડ મેળવી ફર્મના પ્રોપ્રાયટર બળવંતભાઈ વોરા કોઈ વેપાર ધંધો ન કરતાં હોવાનું જાણવા છતાં પોતે આ સુમતિ એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર ન હોવાનું જાણવા છતાં ફરિયાદીની પેઢી “એબીસીડી ક્રિએશન” સાથે દલાલ મહમદ સિદ્દીક ઉર્ફે લાલુભાઈ ગુલામ મોહયુદ્દીન શેખ તથા અરશદ ઉર્ફે રેહમાન અશરફભાઈ બેગાવાલા મારફતે તા:૧૦/૦૯/૨૦૨૨ થી તા:૧૧/૧૧/૨૦૨૨ દરમિયાન કુલ ૩.૮૯ કરોડની મત્તાનો સ્ક્રેપનો માલ વેચાણ કર્યું હતું. દલાલ મારફતે ફરિયાદીને સુમતિ એટરપ્રાઈઝના જી.એસ.ટી.બીલો તથા ઈવે બીલો આપી આ બીલો જી.એસ.ટી પોર્ટલમાં સુમતિ એટરપ્રાઈઝના પ્રોપ્રાયટર તરીકે જનરેટ કરીને બીલોમાં સુમતિ એટરપ્રાઈઝ નામની પેઢીની જગ્યાએ “ફરહાત એટરપ્રાઈઝ” નામની અન્ય પેઢીનો બેંક એકાઉટ નં.2021212628116337 જણાવી આ બેન્ક એકાઉટમાં ફરિયાદીની પેઢીના બેંક એકાઉન્ટ મારફતે પેમેન્ટના નાણા મેળવીને ત્યારબાદ આ ધંધાકીય વ્યવહાર થકી જી.એસ.ટી. ક્રેડીટના રૂ.૫૯.૩૩ લાખની જમાં થયેલી કેડીટની આરોપીએ ખોટી રીતે ક્રેડીટ નોટ આપી જી.એસ.ટીના ઓનલાઈન પોર્ટલ ઉપરથી ફરીયાદ મળેવી ક્રેડીટની રકમ રૂ.૫૯.૩૩ લાખ પરત મેળવી લઈ રકમ સગેવગે કરીને ફરીયાદીને આર્થિક નુકસાન પહોંચાડી છેતરપિંડી આચરી છે.
જી.એસ.ટી.ના ખોટા બીલોના વ્યવહાર કરી બેંક એન્ટ્રીઓ સુલટાવીને સરકાર પાસેથી જી.એસ.ટી.ની ટેક્સ ક્રેડીટ મેળવી આર્થિક લાભ મેળવી ગુનાહિત છેતરપીંડી અને ઠગાઈ કરી ગુનો આચરેલ છે.
આ ગુનામાં આરોપી અલતાફ ઉર્ફે પપ્પુ અશરફભાઈ રૂપાની પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરે છે. જેના વિરુધ્ધ ધરપકડ વોરંટ કોર્ટમાંથી ઇસ્યુ કરાયું હોવાનું આર્થિક ગુન્હા નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ ઈન્સ્પેક્ટર એચ.કે.સોલંકીની યાદીમાં જણાવાયું છે.