સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં સુરતને ભારતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ એવોર્ડ પ્રાપ્ત થયો

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં સુરતને ભારતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ એવોર્ડ
જયપુર ખાતે નેશનલ મિશન ફોર કલીન એર કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘નેશનલ ક્લીન એર સિટી’ના બહુમાન સ્વીકારતા મેયર દક્ષેશ માવાણી અને મ્યુ. કમિશ્નર શાલિની અગ્રવાલ
સુરત શહેરને ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં સમગ્ર ભારતમાં નંબર ૧ શહેર બન્યું હતું. જે અંતર્ગત આજરોજ જયપુર ખાતે નેશનલ મિશન ફોર કલીન એર કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘નેશનલ ક્લીન એર સિટી’ના બહુમાન સાથે કેબિનેટ મંત્રીશ્રી ભૂપેન્દ્ર યાદવ અને રાજસ્થાનના મુખ્યમંત્રીના હસ્તે રૂા.૧.પ કરોડની ઈનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સાથેનો એવોર્ડ સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી અને મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે સ્વીકાર્યો હતો.